SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ おおお*******おおおおおおおおおお発光光が米米米米米米米米光一 તે એક ધ્યાન રાખવું કે અંધકાર અને પ્રકાશ, ધ્વનિ અને પ્રભા, છાયા આ તમામનાં પુગલો , હું એક જ સ્થાનમાં એકબીજામાં મિશ્રણ થઈને રહી શકે છે. કેમકે પુગલોનો તેવાં પ્રકારનો રોડ સ્વભાવ હોય છે. જેમ પ્રકાશ ત્યાં જ અંધકાર હોય છે પણ પ્રકાશ આવે એટલે તેનાં તેજમાં અંધારું દેખાય નહિ, એ જાય એટલે દેખાય જ. માત્ર એક મંચણીની ટોચ જેટલી જગ્યા ઉપર Rી વિશ્વભરનાં જડ-ચેતનના ધ્વનિ-શબ્દો, અવાજો, અંધકાર, છાયા, પ્રકાશ વગેરેનાં અસંખ્ય ક પુલ પરમાણુઓ હોય છે એમ જૈનતત્ત્વજ્ઞાનનું વિજ્ઞાન કહે છે. "O ચોથી બાબત જાણીએ તે સાથે સાથે અન્તમાં સમગ્ર વિશ્વમાં સર્વત્ર ઠાંસીઠાંસીને ભરેલા એવા દુનિયાના વૈજ્ઞાનિકો અને વિદ્વાનોથી પ્રાયઃ અજ્ઞાત છતાં વૈજ્ઞાનિક વાચકો માટે જાણવો જરૂરી એવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોનો પણ પરિચય આપી દઉં. સાયન્સમાં અતિસૂક્ષ્મ જીવના પ્રકારમાં વાયરસ પ્રકારના જીવોની શોધ થઇ છે. એ જીવો 2 સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રમાં નહિ પણ નવાં શોધાએલાં યગ્નમાં જોઈ શકાય છે. આવા જ વાયરસથી પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો આ સંસારમાં છે, જેને કોઈ યત્ર કે માનવચક્ષુ જોઇ શકે ! તેમ નથી. આવા જીવોને શાસ્ત્રમાં ‘નિગોદ' નામ આપ્યું છે અને તે જીવો સમગ્ર બ્રહ્માંડમાં યત્ર, તત્ર, સર્વત્ર ઠાંસીઠાંસીને ભર્યા છે. ત્રણેયકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન થશે કે આ સંસારમાં નાનામાં નાનું શરીર ધારણ કરનાર જીવ કોણ? તો ત્રણેયકાળમાં તેનો એક જ જવાબ હશે કે નિગોદનો જીવ. હવે આ નિગોદીયા જીવોનો અત્યલ્પ પરિચય આપું, જેથી આ મહાસંસારમાં જીવોને, કેવાં છે કેવા કર્મને આધીન થઇને કેવાં કેવાં શરીર ધારણ કરવાં પડે છે તેનો ખ્યાલ મળે. જૈન તીર્થકરોએ પોતાના નિરાવરણજ્ઞાનથી જે કહ્યું છે તેના આધારે કહીએ તો માપની દૃષ્ટિએ મિ છેલ્લામાં છેલ્લી કક્ષાના એક અંગુલના અસંખ્યાતમા ભાગનું સૂક્ષ્માતિસૂક્ષ્મ શરીરવાળા 26 નિગોદશરીરો તમામ જીવોએ અસંખ્ય વાર ગ્રહણ કર્યા છે. જુદી જુદી પ્રજાનું આદિસ્થાન જેમ ઇતિહાસમાં નોંધવામાં આવે છે તેમ સંસારી જીવોનું આદિસ્થાન કયાં એવો પ્રશ્ન થાય ત્યારે તેનો જવાબ છે અનાદિ નિગોદ. પ્રશ્ન–સંસારમાં એક ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયો સુધીના પાંચ પ્રકારના અનંતા જીવો જે છે તેમાં નિગોદ જીવોનો સમાવેશ શેમાં સમજવો? ઉત્તર–માત્ર એકેન્દ્રિય પ્રકારમાં જ. એકેન્દ્રિય એટલે માત્ર એક શરીરને જ ધારણ કરનારા (બાકીની ચાર ઇન્દ્રિયો વિનાના) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ પાંચ આ પ્રકારો પૈકી છેલ્લો પ્રકાર વનસ્પતિનો છે. એ વનસ્પતિને જૈનશાસ્ત્રોએ “વનસ્પતિકાય' તરીકે તે કે આ અંગે મતાંતર છે, તે તત્ત્વાર્થ ટીકાથી જાણી લેવું. 2:22:22ecacao======sease[૬૬] ===================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy