SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ***********: યુવાવસ્થાવાળા છે. આ દેવોને માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાનું હોતું નથી. મનુષ્ય જન્મમાં જે દુ:ખો, પીડાઓ, ત્રાસ, તકલીફો છે એ પ્રાયઃ દેવલોકમાં નથી. સુખ અને વૈભવ ભોગવવાનો આ જન્મ છે. આંખો સદાને માટે ખુલ્લી હોય છે. આંખનો પલકારો મારવાનો હોતો નથી. શ્વાસ સુગંધીદાર હોય છે. દેવલોકમાં જતાંની સાથે ઉત્પન્ન થવાની વસ્રાચ્છાદિત શય્યામાં જન્મ લેવા જાય છે અને ઝડપથી તે શય્યામાં યુવાન અવસ્થાવાળા બની જાય છે. દેવલોકમાં વર્તતી જીવનભર કરમાય નહીં એવી માળા તેઓના કંઠમાં હોય છે. ફૂલોની એ માળા જીવનભર કરમાતી નથી. જીવનભર નિરોગી એવા દેવો મોટાભાગે જમીનથી ચાર અંગુલ ઉંચા ચાલે છે અને તેઓ વિશિષ્ટ કોટિનું પરોક્ષ જ્ઞાન (અવધિજ્ઞાન) ધરાવનારા હોય છે. માનવજાતથી લાખ ગુણા સુખી અખૂટ ઋદ્ધિ-સિદ્ધિથી ભરપૂર જીવન જીવનારા છે. *********************************** આકાશમાં રહેલા દેવો નીચેના દેવો કરતાં ઘણા ઉચ્ચ કોટિના છે, અને તેઓ વિમાનનો વૈભવ ધરાવનારા છે. આ ધરતી ઉપર તથા નીચે ભૂત, પ્રેત, પિશાચ, ડાકિણી, શાકિણી હલકી કક્ષાના દેવો તથા ચક્રેશ્વરી, પદ્માવતી, અંબિકા, ઘંટાકર્ણ વગેરે ઉંચી જાતના પણ દેવો છે અને ત્યાં લાખો દેવ-દેવીઓ છે. દેવોને જન્મતાંની સાથે વૈક્રિય શરીર સાથે વૈક્રિય શક્તિ પ્રાપ્ત થાય છે, અને એ શક્તિ દ્વારા કુંથુઆ જીવથી પણ નાનું અને જરૂર પડે તો લાખો યોજન જેવડું વિરાટ સ્વરૂપ પણ કરી શકે છે. સુખ અને દુઃખ આપવાની પણ દેવોમાં તાકાત હોય છે. દેવો દર્શન આપે ત્યારે તેઓ મનુષ્ય જેવા પણ અત્યન્ત ઝળહળતા શરીરવાળા હોય છે. સાત ધાતુ વગરના વૈક્રિય પુદ્ગલોના બનેલા શરીર અને એની વિશેષતાઓની ઘટના ઘણી અજાયબીભરી છે. દેવની વાત પછી મનુષ્ય અને તિર્યંચો આવે જે જાણીતા છે. પછી નારકો આવે, એ આ ધરતી નીચે અવકાશમાં ઘનોદધિ, ઘનવાત આદિના આધારે રહેલી સાત નરકોમાં રહે છે. સામાન્ય જનતાને એક નવી માહિતી આપવા ખાતર ઉપરની બાબત થોડી થોડી જણાવી છે. હવે જૈનધર્મની બીજી ટૂંકી વાતો પણ જાણી લેવી જરૂરી છે. ❀ ❀ ❀ ભેગાભેગી બીજી ખાસ જાણી લેવા જેવી વાત પણ જાણી લઇએ અમારા પ્રિય વાચકો તમો જૈનધર્મની પાયાની ટૂંકી ટૂંકી અને જાડી જાડી વાતો થોડી થોડી જાણી લેશો તો તમારી દૃષ્ટિનું ફલક થોડું વિસ્તૃત થશે અને શાસ્ત્રોની કે સંગ્રહણીની કેટલીક વાતોને સમજવામાં પણ બળ મળશે. અત્યારે જૈન સિદ્ધાન્તની જૈન તત્ત્વજ્ઞાનની ચાર બાબતોને રજૂ કરૂં છું. જૈનો ૧. આત્મા ૨. કર્મ ૩. પરલોક અને ૪. મોક્ષ આ ચારને માને છે. ૧. પોતાના એક શરીરના અસંખ્ય શરીરો બનાવી શકે છે. કરોડો ગાઉ જેવડા વર્તુલને ૨૧ વખત પ્રદક્ષિણા ફક્ત ૩ (ત્રણ) સેકન્ડમાં આપી શકે છે. *********** [<<] **** ******************************* *************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy