SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ 発光さささささささささささささささささささき************ R. મુંબઈના એક પુસ્તક પ્રકાશને કલ્પસૂત્રની સચિત્ર પ્રતિઓ ઉપર ઠીક ઠીક સાહિત્ય પ્રકાશન કર્યું ? છે છે. તે પ્રમાણે સંગ્રહણી ગ્રન્થ ઉપર તેના રંગીન ચિત્રો સાથે એક શ્રેષ્ઠ વોલ્યુમ પ્રગટ કરવા રેડ Rી ભાવના પ્રદર્શિત કરી હતી. મારી પણ થોડી ઇચ્છા હતી કે સંગ્રહણી ઉપર વ્યાપક રીતે પ્રકાશ માં રેડ પાડવાનો કોઈ પ્રયાસ નથી થયો તો મારે સેવા આપવી. આ માટે અનેક ભંડોરની સંગ્રહણી પ્રતો : મંગાવવી પડે. ફોટાઓ લેવરાવવા, તે પ્રતિઓનો પરિચય લખવો અને સંગ્રહણી ગ્રન્થનો પરિચય : તૈયાર કરવો. તૈયારી પણ કરી, પરંતુ બીજાં કામો વચ્ચે આ કાર્યને ન્યાય આપી શક્યો નહિ. તે કે દશ વરસ ઉપર અત્રે પાલીતાણાથી અમારા ધર્મમિત્ર ભાઇશ્રી સારાભાઇએ પણ ખૂબ કહ્યું, મારા છે કામમાં પોતાની બનતી સેવા આપવા પણ કહ્યું પરંતુ શક્ય ન બન્યું. હવે તો ભવિષ્યમાં કોઇ જ - વિરલ વ્યક્તિ આ કામ કરવા જરૂર કટિબદ્ધ થાય તો સંગ્રહણીની મોટી સેવા કરી ગણાશે. સંગ્રહણી ગ્રન્થ વિષય પરિચય આ મંત્રેલાયદીપિકા અપરનામ બૃહસંગ્રહણી કે સંગ્રહણીરત્ન જેના ઉપર આ અનુવાદ કરવાનું સાહસ ખેડયું છે તેની ગાથાઓ ૩૪૯ છે. આ ભાષાંતર ટીકાના શબ્દ શબ્દના જ અર્થસંગ્રહ તરીકે જેમ નથી તેમ આ ગ્રન્થનું રક - ભાષાંતર ૩૪૯ ગાથામાં જ આવતા વિષયોનું છે એવું પણ નથી, કિન્તુ આ ગ્રન્થનો અનુવાદ છેક 2. ૩૪૯ ગાથાના અર્થ ઉપરાંત અનેક અન્ય ગ્રન્થોમાં મલતા ઉપયોગી વિષયોને દૃષ્ટિપથમાં રાખીને રે કર્યો હોવાથી કેટલુંક વર્ણન નવીન જ ઉમેરવામાં આવ્યું છે. જ્યારે કેટલેક સ્થળે અંદરની જ રેક ક વાતોને ચર્ચા દ્વારા સુવિસ્તૃત સ્વરુપ આપવામાં આવ્યું છે. આમ ઘણા ઉપયોગી વિષયો, તે અધિકારો અને પરિશિષ્ટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસીવર્ગની સરલતા રોડ 2 સુગમતા માટે સ્થળે સ્થળે હેડીંગો, જુદા જુદા અનેક યંત્રો, આકૃતિઓ, પૃથક પૃથક પરિગ્રાફો . ઈ સહિત વિષયોની વિભાગવાર ક્રમબદ્ધ વ્યાખ્યાઓ વગેરે આપવામાં આવ્યું છે, જેથી આ ગ્રન્થ રે હત સહુ કોઇને રૂચિકર થશે. આ ગ્રન્થમાં ચૌદ રાજલોક (અખિલ બ્રહ્માંડ)માં ચારે ગતિવર્તી રહેલા એકેન્દ્રિયથી લઈને તેમાં પંચેન્દ્રિય સુધીના જીવોનું વિવિધ પ્રકારે વર્ણન કરવાનું અનુકૂળ રહે એટલા માટે પહેલી જ 5 ગાથામાં ટિકું ભવળોઆ પંક્તિ દ્વારા કહેવાના નવ દ્વારો નક્કી કર્યા, જે આ પ્રમાણે છે ૧. સ્થિતિ-તે તે ભવમાં વર્તતા તે તે જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ. ૨. પવન-દેવ-નારકી જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો. ૩. મવદના-જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ. ૪. ૩૫પાત વિર¢-એક જીવ ઉત્પન્ન થયા બાદ બીજો જીવ કયારે ઉત્પન્ન થાય તે સંબંધી જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર. * સં. ૧૭૬૬ની અને ૧૮૭૮ની હસ્તપ્રતિઓમાં આ નામ લખેલું છે. સં. ૧૮૧૧ની પ્રતિમાં સંગ્રહણીરત - પણ લખેલું હતું.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy