SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ હું છેલ્લે મહાવિદેહના શાશ્વતા તીર્થોની વંદના રાખી હતી. યાત્રાનો છેલ્લો દિવસ મોટા સમારોહ સાથે ઉજવાય એટલે પબ્લિકને પણ આમંત્રણ આપ્યું હતું. શ્રી સીમંધરસ્વામીજીનું વિશાળકાય રે જંગી સુંદર ઓઇલ પેઇન્ટ ચિત્ર આગમમંદિરની બાજુમાં જંબૂદ્વીપની જગ્યામાં લટકાવ્યું હતું. 2 તે સભામાં પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજનું નેતૃત્વ હતું. ૬૦થી વધુ સાધુઓ અને તેમાં હું લગભગ ૩૦૦ સાધ્વીજીઓ અને ૧૫૦૦ થી ૨૦૦૦ યાત્રિકો હતા. મને હાજરી આપવા માટે તે ખૂબ આગ્રહ કરેલ એટલે હું પણ હાજર હતો. શરૂઆતમાં વિદ્વાન મુનિરાજે ઊભા થઇને સભા બોલાવવાનો હેતુ જણાવીને પછી તેમને તરત જ જણાવ્યું કે “ભૂગોળ ખગોળના ક્ષેત્રમાં દાખલ થવામાં જો કોઈ પણ નિમિત્ત બન્યું હોય તો અત્રે પધારેલા પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજીનું તે સંગ્રહણીનું પુસ્તક અને તેની તથા ક્ષેત્રસમાસની પ્રસ્તાવના છે. આ પ્રમાણે તેઓએ કૃતજ્ઞતા સ વ્યક્ત કરી પોતાની ઉદાત્ત ગુણદૃષ્ટિનું દર્શન કરાવ્યું હતું. ' સૂચવેલી બાબતો ઉપર વિદ્વાન વાચકો પરામર્શ કરે અને સમાધાન શોધી કાઢે માટે ઉપરની વિગતો આપી છે. સંગ્રહણીની હસ્તલિખિત પ્રતો કયા સૈકાની મળે છે? | શ્રીચન્દ્રમુનીશ્વરની હાજરી દરમિયાન લખાએલી બારમા સૈકાની એક પણ પ્રતિ મળી નથી. તે R. ત્યારપછીના ૨૦૦ વર્ષ દરમિયાનમાં લખાયેલી પ્રતિ મારી નજરે ચઢી નથી એટલે બારમાંથી પંદરમા સૈકા સુધીની પ્રત જોવામાં આવી નથી. સં. ૧૪૫૩માં ૬-૭ ઈચ પહોળા અને પંદરેક ટેક ફૂટ લાંબાં કપડાં ઉપર બંને બાજુએ સંગ્રહણીનાં રંગબેરંગી ચિત્રો દોરેલું ઓળીયું (જોષી ટીપણું , રાખે છે તેના જેવું) મારી પાસે છે. જેમાં સંગ્રહણી મૂલની સાથે તેનો સંક્ષિપ્ત અર્થ લખ્યો છે. જ ૧૬૯૩ની સાલની સુવર્ણ મિશ્રિત સ્યાહીવાળી મોગલ કલમથી ચીતરેલી દિલ્હીમાં લખાએલી છે? Rાં કાગળની પ્રતિ મળી છે. પ્રાયઃ આ પ્રત પુરાતન ચિત્રકલા અને મંત્રશાસ્ત્રો વગેરેને પ્રકાશમાં લાવવા ? ભગીરથ પ્રયત્ન કરનાર ધર્મસ્નેહી શ્રી સારાભાઈ નવાબની છે. જૈન ભંડારોમાંની સંગ્રહણીની 2. સચિત્ર પ્રતિઓની સર્વે કરવી હતી. થોડી કરી પણ પછી કાર્ય ન થયું. ભંડારોમાં ચિત્ર વિનાની ૨૬ પોથીઓ તો મોટી સંખ્યામાં છે પણ સચિત્ર પ્રતિઓ સો-દોઢસો હોવી જોઇએ. હજુ વ્યક્તિગત : a સંગ્રહોમાં, ખાનગી સંગ્રહોમાં, તાળાબંધી સંગ્રહોમાં અને જાહેર સંગ્રહોમાં સંગ્રહણીની સચિત્ર પ્રતિઓ મલી આવે ખરી! આઈપેપર ઉપર સંગ્રહણી અને તેનાં ચિત્રો સાથેનું અતિભવ્ય ઉપયોગી વોલ્યુમ તૈયાર ન થઈ શક્યું તે વાત આજથી ૨૫ વર્ષ ઉપર મુંબઇમાં હતો ત્યારે પરદેશના એક પુસ્તક પ્રકાશકે, તે પછી 5 keeeeeeeeeeeeeeeeeeeeeeeee [૪૯] eeeeeeeeeeeeeeeeeeeeeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy