SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ 00260000 ન્યગ્રોધથી લઇ સાલવૃક્ષ સુધીનાં જાણવાં. ૨૨ તીર્થંકરોનાં ચૈત્યવૃક્ષો પોતાના શરીરથી બાર ગુણા ઊંચાં હોય છે. ફક્ત વર્ધમાનસ્વામીજી અને શ્રી આદીશ્વરજી બંનેમાં ફરક આવે છે. વર્ધમાનસ્વામીજીનું અશોકવૃક્ષ ઞોઇનો॰ વાક્યથી શાલવૃક્ષથી ઢંકાએલું હોય છે. વર્ધમાનસ્વામીનું ચૈત્યવૃક્ષ શાસ્ત્રમાં ૩૨ ધનુષ્યનું જે કહ્યું છે તેમાં ૨૧ ધનુષ્યનું અશોકવૃક્ષ સમજવું અને તેના ઉપર ૧૧ ધનુષ્યનું સાલ નામનું ચૈત્યવૃક્ષ, એમ બે વૃક્ષના ભેગાં થઇને ૩૨ ધનુષ્ય સમજવાં. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્યવૃક્ષ ૩ ગાઉનું અને બાકીના ૨૨ તીર્થંકરોનાં ચૈત્યવૃક્ષો એટલે કે જ્ઞાનવૃક્ષો તે તે તીર્થંકરોના શરીરથી બાર ગુણા ઊંચાં સમજવાં. ન્યગ્રોધ વગેરે જે જ્ઞાનોત્પત્તિ વૃક્ષો એટલે કે ચૈત્યવૃક્ષો કહ્યાં તે દરેક તીર્થંકરના અશોકવૃક્ષ ઉપર યથાયોગ્ય રીતે સમજી લેવાં. * નિરવ વૈવવૃક્ષો ગશોષ્ઠઃ । મલ્લિનાથ ભગવાનના ચૈત્યવૃક્ષનું જ નામ અશોક છે એટલે અશોક ઉપર બીજું અશોકવૃક્ષ છે. ચોવીશ ચૈત્યવૃક્ષનાં નામો સપ્તતિશત૦ તથા તિત્વોગાલીમાં પણ આપ્યાં છે. ★ येषामधस्तात् तीर्थकृतां केवलान्युत्पन्नानि જેની નીચે તીર્થંકરોને કેવલજ્ઞાન થયું તેને ચૈત્યવૃક્ષ કહેવાય છે, જે જુદાં જુદાં હોય છે. જો અશોક એ જ ચૈત્યવૃક્ષ હોત તો ૨૪ જુદાં જુદાં વૃક્ષો ક્યાંથી સંભવે? એકલું અશોકવૃક્ષ આઠ પ્રાતિહાર્ય પૈકીનું છે પણ પ્રાતિહાર્યના ઉલ્લેખ વખતે ચૈત્યવૃક્ષસહિત અશોક એવું જણાવ્યું નથી, ત્યારે એમ અનુમાન થઇ શકે કે માત્ર સમોવસરણમાં દેશના આપવા બેસે ત્યારે જ ચૈત્યવૃક્ષસહિત અશોક હોય, બાકી તે સિવાયના વિહારાદિ પ્રસંગે તે ન હોય. તેની પ્રધાનતા દેશના પ્રસંગે જ હશે. ટ પ્રશ્ન-ચૈત્યકુમ-ચૈત્યપાવવું આવા પણ ઉલ્લેખો શાસ્ત્રમાં મલે છે. આ ઉલ્લેખો ચૈત્યવૃક્ષ એનું જ બીજું નામ અશોક છે એમ સૂચવે છે. ઉત્તર—આ અંગે આ જ પુસ્તિકામાં ૧૨૬માં પેજનું ટિપ્પણ જુઓ. બાકી શાસ્ત્ર-ગ્રન્થોની અસ્પષ્ટતા અને મતમતાંતરોના કારણે ચોક્કસ નિર્ણય આપવાનું અશક્ય બની જાય છે. 2. ધરતી ઉપર અશોકનાં ઝાડ પાંચ રંગનાં થાય છે પણ સમવસરણનું ઝાડ કયા રંગનું સમજવું? અશોકવૃક્ષ અને તેનાં અંગોપાંગના રંગ બાબતમાં શાસ્ત્ર-ગ્રન્થોમાં ઓછી સ્પષ્ટતા અને મત-મતાંતરો પણ આવે છે. ત્યારે સ્પષ્ટ નિર્ણય આપવાનું મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં અનુમાનપ્રમાણનો આશરો લેવો પડે. POCS1900 OCEANOCE OCEANOCeneocen [913]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy