SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જે બે ચિત્રો મને કરી આપેલાં તે પણ આમાં પ્રકાશિત કર્યા છે. તે છેલ્લાં ૫૦ વરસમાં જયપુરમાં સુવર્ણાક્ષરી ઓછામાં ઓછી ત્રીસેક પ્રતો ત્યાંના કારીગરો આ પાસે સાધુઓએ લખાવરાવી હશે પણ એ બધામાં મારી સમજ મુજબ વધુ શ્રેષ્ઠ કલ્પસૂત્ર મારા હસ્તક લખાવવા પામ્યું છે. મોટા મોટા આચાર્યો અને કલાકારો જોઈને મુગ્ધ બન્યા છે. મને ? કે થયું કે એ બારસાસૂત્રનાં પાનાંના નમૂના જો આમાં આપું તો એના પણ દર્શન જૈન સંઘને થાય એટલે બે પાનાં એનાં પણ અંદર આપ્યાં છે. જયપુરી સંપુટમાં ખર્ચનું પ્રમાણ નવાં ચિત્રો ઉમેરાતાં ઘણું વધી જવા પામ્યું એટલે 3 નમૂનારૂપે બીજાં વધુ ચિત્રો મૂકવાનું માંડી વાળ્યું. અઢાર જ ચિત્રો પ્રગટ કરવાનાં હતાં તે તે વધારીને ૩૦ ચિત્રોવાળી ૨૬ પ્લેટો નક્કી કરી. એનું કારણ એ હતું કે મારી ઉમ્મર થઈ છે, કે શારીરિક શક્તિ પણ નબળી પડી છે. સાહિત્ય કલાનો મારો કોઈ વારસદાર નથી. કલાનું છે. પ્રકાશન કરનારી કોઈ જોરદાર સંસ્થા પણ જૈન સમાજમાં નથી કે જે આવાં કામો કરવાનું કે બીડું ઝડપે એટલે ખાસ જાણવા-જોવા જેવી કલાની વાનગીઓ કલારસિકોને થોડી પીરસાઈ જાય તો મને-સહુને સંતોષ થાય. મારી પાસે અષ્ટમહાપ્રાતિહાર્યો સાથેનાં ૨૪ તીર્થકરોનાં અતિ ભવ્ય ચિત્રો અને તેની બંને બાજુએ તે તે તીર્થકરના યક્ષ-યક્ષિણીનાં આકર્ષક ૨૪ ચિત્રો છે. જયપુરની સ્ટાઈલમાં બારીક કલમના આ સર્વોત્તમ અને અજોડ ચિત્રો છે. આજથી ૪૩ વર્ષ પહેલાં પં. ભગવાનદાસ જેની પાસેથી આ ચિત્રો અમારી સંસ્થાએ કે ખરીદી લીધાં હતાં. એ ચોવીસે ચોવીસ ચિત્રોની દર્શનચોવીશી તરીકે છપાવવાનો વિચાર ઘણા તે વખતથી બેઠો છે, આ પ્રસ્તુત આલ્બમમાં નમૂના તરીકે એક ચિત્ર મૂકવાની ઇચ્છા હતી પણ ધારણાથી બજેટ ડબલ થઈ જવાથી એ વિચાર માંડી વાળ્યો છે. દર્શન ચોવીશી-અનાનુપૂર્વી કોઈ શ્રીમંતને પ્રગટ કરવાની ઇચ્છા હોય તો આ શ્રેષ્ઠ ચિત્રોનો છે લાભ જૈન સમાજને મળી શકે. આવી દર્શન ચોવીશી આજથી ૪૦ વર્ષ પહેલાં પં. ભગવાનદાસ છે જેનીએ છપાવી હતી. મારા આ પ્રકાશનમાં સાથી મુનિરાજોએ, આ કાર્યમાં પૂ. સાધ્વીજી શ્રી પુષ્પયશાશ્રીજીના શિષ્યા સતત સહાયક પૂ. સાધ્વીજી શ્રી પુનિતયશાશ્રીજી આદિ સાધ્વીજીઓએ તથા પ્રેસના માલિક શ્રી અશ્વિનભાઈએ, કાર્યકર્તા શ્રી પ્રદીપભાઈ તથા નરોત્તમભાઈ વગેરે વ્યક્તિઓએ જે છે સહકાર આપ્યો છે તે માટે સહુને હાર્દિક ધન્યવાદ ઘટે છે. આ નાનકડા પ્રકાશનને હજુ ઘણી ઘણી રીતે રંગબેરંગથી, નવી ટેકનીકથી, આથી દોઢું છે છે. સુંદર અને કલાત્મક બનાવી શકાય પણ ખર્ચની મર્યાદા છે એમ છતાં ધારવા કરતાં વધુ ખર્ચ કે ન કરવો પડ્યો છે. ઉદારચરિત ભાવિકોના સહકારથી આવાં બધાં કાર્યો પાર પડે છે. આવા જ છે કલાના કાર્ય માટે શ્રીમંત વર્ગને અમારા કાર્યમાં ઉદાર હાથે ફાળો આપવા વિનંતી. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀. [q94 } ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy