SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ફક્ત નિશાળમાં ભગવાન પધારે છે ત્યાં સુધીનાં જ ચિત્રો બની શક્યાં, પછી મારૂં મુંબઇ જવાનું થતાં કામ રખડી પડ્યું. જયપુરી કલાના ૧૦૦ ચિત્રોનો સેટ, ગુજરાતભરમાં નહીં પણ દેશમાં શ્રેષ્ઠ કોટિનો બને, એ જાતનું વડોદરામાં સર્જન કરવાનું મારું જે ઐતિહાસિક સ્વપ્ન હતું તે નિષ્ફળ ગયું, તેનો મોટો રંજ રહી ગયો છે. નહીંતર ચિત્રોની બોર્ડરોમાં ઘણી નવીનતાઓ ઊભી થઈ શકતે. પ્રસિદ્ધ થતી આ કૃતિમાં બોર્ડરોની ખાસ વિશેષતા છે. તે જરૂર ધીરજથી જોજો. ૨૦ ચિત્રોમાંથી પાછાં શ્રેષ્ઠ એવાં પાંચ ચિત્રો તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ઇલસ્ટ્રેટેડ વીકલીમાં પ્રકાશન કરવા તેના તંત્રી શ્રી ખુશવંતસિંઘ છાપવા લઈ ગયા પણ કમનસીબે એમની ઓફિસમાંથી તે કોઈ ઉઠાવી લઈ ગયું. જંગી વ્યવસ્થા ધરાવતી સંસ્થામાંથી ગુમ થાય એ અકલ્પનીય દુ:ખદ બાબત હતી. સં. ૨૦૦૭ ની આસપાસ બારસાસૂત્ર મૂલ અને અત્યારે પ્રકાશિત થઇ રહ્યાં છે તેવાં ભગવાન મહાવીરનાં સળંગ જીવનને ચિત્રિત કરતાં લગભગ ૧૦૦ ચિત્રો બનાવવાં હતાં અને જૈન સંઘમાં જયપુરી કલમની એક સર્વોત્તમ રચના બતાવવાની મહેચ્છા હતી. એમાં ઉપર લખ્યું તેમ માત્ર ૨૦ ચિત્રો થયાં, તેમાંથી પાછાં પાંચ ગુમ થયાં એટલે માત્ર ૧૫ ચિત્રો જ અહીં પ્રકાશિત થાય છે. બીજાં ચિત્રો અંગે આ ૨૬ કાર્ડબોર્ડ અને તેમાં છાપેલાં ૩૦ સંખ્યાના ચિત્રસંપુટમાં ૨૩મું સુંદર ચિત્ર ૧૯૯૧માં જયપુરના શ્રેષ્ઠ ચિત્રકાર બદરીનારાયણે મારા માટે કરી આપેલી સરસ્વતીજીનું છાપ્યું છે. સાથે શ્રી માણિભદ્રજી યક્ષ તપાગચ્છના જે રખેવાળ તરીકે ગણાય છે તેનું ચિત્ર તેમના જ સુપુત્ર શ્રી જગન્નાથભાઈએ કરી આપેલું છાપ્યું છે. હું નાનો હતો ત્યારે જેનાં દર્શન કરતો તે બધાયની આર્ટ કાર્ડ ઉપર મેં કાગળની એક પાટલી ચીતરાવેલી તે પાટલી છાપી છે. વળી ૐ હ્રીં વગેરે આકૃતિની પાટલી પણ છાપી છે. તેનો વિશેષ પરિચય અલગ છાપેલી બુકલેટમાં જુઓ. પ્રતાકાર બહાર પડતા આ સંપુટના પ્રારંભમાં ભગવાન શ્રી મહાવીરનું ખૂબ પ્રસિદ્ધિને પામેલું મનોરમ ચિત્ર છાપ્યું છે. આ ચિત્ર મેં સંપાદિત કરેલા વિખ્યાત ભગવાન મહાવીરના સંપુટમાંથી લઇને અહીં આપ્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિને વરેલા મારા સંપાદિત ભગવાન શ્રી મહાવીરના અજોડ અને અદ્વિતીય ગણાતા ચિત્રસંપુટ ઉપરથી મુંબઇમાં ૩૦ વર્ષ ઉપર પીપળનાં પાન ઉપર એક નિષ્ણાત કલાકારે નકલ કરીને મને કરી આપેલાં ચિત્રોમાંથી થોડા નમૂના આ પુસ્તિકામાં આપવા, તેમજ બીજી વિશિષ્ટ કોઈ કલાકૃતિઓ હોય તો તે પણ પ્રગટ કરી દેવી, એટલે આ પ્રતાકાર પુસ્તિકામાં પીપળનાં પાન ઉપરનાં ૬ ચિત્રો પ્રકાશિત કર્યાં છે. પ્રખ્યાત ચિત્રકાર શ્રીયુત્ ગોકુલભાઈ કાપડીયાએ એક વિશિષ્ટ નવીનતા રૂપે વિવિધ રંગી પોસ્ટની ટિકિટો ચીટકાવીને [ ૬૭૪ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy