SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 છેસમાજમાં શિક્ષણનો વ્યાપ વધી પડતા લોકોની વાંચનની ભૂખ ઉઘડી હતી. મને થયું કે લોકો છે. ધાર્મિક ભાષાંતરોના મોટા ગ્રન્થો વાંચે તેમ નથી. તેને માટે વાંચનક્ષમભાષામાં વ્યાખ્યાનોની જરૂર ન હતી. નવો યુવાન વર્ગ વ્યાખ્યાનમાં આવે, રસ લે એ શક્યતા દેખાતી ન હતી. ભાવિ પેઢીમાં - ધાર્મિક આચારો અને વિચારોનું જ્ઞાન આપવું ખૂબ જરૂરી હતું એટલે વીશ ગ્રન્થોની એક છે. ગ્રન્થમાળા નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. આપણા શ્રીસંઘના જાણીતા અને ધર્મસ્નેહી, અમારા છે. હસ્તકની શાસનપ્રભાવનામાં જેમનો અદ્વિતીય સહકાર રહ્યો હતો, જેઓ મારી સાથે ધર્મસ્નેહના છે આ અતૂટ તાંતણે બંધાઈ ગયા હતા. તે શતાવધાની પં. ધીરૂભાઇની ઇચ્છા પણ આવું કંઇક કરવાની આ અંતરમાં બેઠી જ હતી, એટલે અમોએ યુવાન પેઢી સરળતાથી સમજી શકે તે રીતે લખવાનું છે એ નક્કી કરી પંડિતજીને કામ સોપવામાં આવ્યું. એક પુસ્તકની ૮૦ પાનાંની મર્યાદા બાંધવામાં ન આવી. બે હજાર નકલ છપાવવાનું નક્કી કર્યું. અમોએ ચર્ચા-વિચારણા કરીને વિષયો નક્કી ન કર્યા. મારા તારક પૂજ્ય ગુરુદેવોને તેની જાણ કરી. તેઓશ્રીએ સહર્ષ સંમતિ આપી. ધીરૂભાઇએ આ પહેલી પુસ્તિકાનું લખાણ તૈયાર કર્યું. મેટર વાંચવાની જવાબદારી મારી હતી તેમ છતાં પૂ. છે. ગુરુદેવોનો અભિપ્રાય અને આદેશ મળી જાય તે પણ ખૂબ જરૂરી હતું એટલે તેઓશ્રીને પહેલી આ પુસ્તિકાનું મેટર નજર કરી જવા મેં આપ્યું. લખાણની, વિષયોની અને રજૂઆતની અનેક દૃષ્ટિઓ અને પ્રથાઓ છે. અમોએ અમુક છે. ધોરણ સ્વીકારીને આ પુસ્તક લખવાનું નક્કી કર્યું. એમાં પુસ્તકનું જે નામ હોય તે વિષયને તે સમજાવવાનો અને તે પછી જૈન યુવાન સાધુ-વક્તાઓને પણ ઉપયોગી થાય તે માટે વિષયને છે પુષ્ટ કરતા શ્લોકો અર્થ સાથે આપવા અને વચ્ચે વચ્ચે વિષયને અનુરૂપ એક-બે દષ્ટાંત રજૂ કરવા. આ પ્રમાણે નીચે જણાવેલા વિષયોની વીશ પુસ્તિકાઓ તૈયાર થવાની હતી. - વર્તમાન દેશકાળને અનુલક્ષીને અમોએ એવું નક્કી કર્યું કે પુસ્તિકા ઉપર સામાયિક, પ્રતિક્રમણ, સ્યાદ્વાદ, દાન, તપ વગેરે ધાર્મિક નામો આવશે તો આજના યુવાનોને આ વસ્તુ * પરત્વે આછી-પાતળી સૂગ અને અરુચિ છે તેનાં કારણે પુસ્તિકા હાથમાં લેશે નહિ, એટલે - અમોએ ધાર્મિક નામ કોંસમાં મૂકવાનું નક્કી કર્યું અને મુખ્ય નામ સહુને આકર્ષક બને તે માટે મોટા અક્ષરથી પ્રથમ છાપવું એટલે અમોએ નીચે પ્રમાણેનાં નામો વીશ પુસ્તકોનાં રાખ્યાં હતાં. પુસ્તકોનાં નામ ૧. ત્રણ મહાન તકો ૮. જ્ઞાનોપાસના ૨. સફળતાની સીડી (પુરુષાર્થ) ૯. ચારિત્રવિચાર ૩. સાચું અને ખોટું (સ્યાદ્વાદ) ૧૦. દેતાં શીખો (દાન) ૪. આદર્શ દેવ (સુદેવ) ૧૧. શીલ અને સૌભાગ્ય (શીલ) ૫. ગુરુદર્શન (સુગુરુ) ૧૨. તપનાં તેજ (તપ) ૬. ધર્મામૃત (સુધર્મ) ૧૩. ભાવના સૃષ્ટિ (ભાવ) ૭. શ્રદ્ધા અને શક્તિ ૧૪. પાપનો પ્રવાહ (૧૮ પાપસ્થાનક) ------ -------------------- [૬૭૦] - -------------------------- 卡米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米十大米米米米米米米米米米米米米米米米米米米米 ************************************************キキキキキキキキキキキキキ十十十十十十
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy