SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત ભગવાન મહાવીર અને ચંડકૌશિક નાગના પ્રસંગની| - હૃદયસ્પર્શી કથા ઉપર પ્રવચનની પ્રસ્તાવના વિ. સં. ૨૦૪૪ ઇ.સન્ ૧૯૮૮ O વક્તાની વાત ) શરૂ થએલી પ્રવચનમાળાનું આ બીજું પ્રવચન છે. આ પ્રવચનમાળામાં પ્રગટ થએલા પહેલા પુસ્તકના રસિક, રોચક અને લાઇટ પ્રવચને લોકોમાં સારો ઉત્સાહ જગાડ્યો, અને તેની માંગણી ખૂબ વધી પડતાં તરત જ તેની બીજી આવૃત્તિ કરવી પડી. પહેલાં પ્રવચનની કુલ ૪૫00 પુસ્તિકા છપાણી. પ્રવચન વાંચીને લોકોએ રૂબરૂ તથા પત્રો દ્વારા ખૂબ ખૂબ અનુમોદના અને પ્રશંસા કરી. ૪૧ વર્ષ પહેલાં નાની ઉમ્મરમાં કોઈ જ્ઞાની મહાત્મા ફરમાવે તેવું વ્યાખ્યાન વાંચી ભારે આશ્ચર્ય પામ્યા હતા. આવું વ્યાખ્યાન કઈ રીતે આપી શકાયું હશે તેવો પણ લોકો સવાલ ઉઠાવતા રહ્યા. લોકોની ઇચ્છા ઘણા વખતથી એવી હતી કે થોડું ગુજરાતી વાંચન અમને મળે એવું કંઈક કરો તો સારૂં! ગુજરાતી વાંચન સર્વ સામાન્ય લોકો સમજી શકે એવું જનતાને જોઇએ એટલે થોડાં વ્યાખ્યાનો પ્રગટ કરવા નક્કી કર્યું. એ હકીકત છે કે મારા હસ્તક પ્રગટ થયેલાં પ્રકાશનો લગભગ સંસ્કૃત-પ્રાકૃતને લગતાં છે. જનતાને એ શું કામ આવે? જનતાને તો જોઈએ ગુજરાતીમાં સરળ વાંચન, કથા-વાર્તા, ઉપદેશ વગેરે એટલે તે સ્વાભાવિક રીતે જ માંગે અને મારી પાસે એ તૈયાર ન હોય એટલે શરમ-ખેદ અનુભવાય. આજે ચાલીશ વર્ષ પહેલાંની એક ઘટના નવી જનરેશનના ધ્યાનમાં લાવવા તેનું પુનર્મુદ્રણ કરવાની કોઈને ભાવના જાગે એ માટે અહીં ઉલ્લેખ કરૂં . વિ. સં. ૨૦૦૦ની આસપાસના સમયમાં ધાર્મિક વિષયની, ધાર્મિક બોધ આપતી, ડ ધર્મની કથા કહેતી ગુજરાતી પુસ્તિકાઓ બહુ ઓછી પ્રગટ થતી હતી. બીજી બાજુ પS
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy