SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ •8<++800 +6 *c+ મુકાવરાવ્યાં. સમોવસરણના ઘાટવાળું વચલું છજુ બે હાથી ઉપર ઝૂલતું બનાવરાવ્યું અને એમની શિલ્પ-સ્થાપત્ય અને કલાદૃષ્ટિનો આ મુકામને ઘણો મોટો લાભ મલ્યો. એથી જ જ્યારે થયું ત્યારે આવનારા સહુ સાવ નાનું મુકામ છતાં બે મોઢે વખાણ કરતા હતા. —જે વખતે સાહિત્યમંદિરનું બાંધકામ શરૂ થયું તે જ વખતે આગમમંદિરનું કામ શરૂ થયું હતું. તે અંગે ખાસ જાણવા જેવી રસપ્રદ વાતો સંક્ષેપમાં જણાવું. એક મહત્ત્વની વાત—જામનગરથી નીકળેલા છરી પાળતા સંઘમાં પૂજ્ય મોટા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયમોહનસૂરિજી, પૂ.આ. શ્રી વિજય પ્રતાપસૂરિજી તથા પૂ. પ્રવર્તક ધર્મવિજયજી હતા અને સાથે જ મુનિ યશોવિજયજી હતા. જો કે મુનિશ્રીની ઉમ્મર ત્યારે ૨૦ વરસની હતી પણ તેઓશ્રીના વિનય, વિવેક, સભ્યતા અને સરલતાની સંસ્કારિતાના કારણે પૂ. સૂરિસમ્રાટ સાહેબ, પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવના પરિચયમાં આવ્યા અને થોડા જ દિવસોમાં તેઓશ્રીના આદરપાત્ર બની ગયા. એક મહિનામાં જ કેવા નિકટના બની રહ્યા તેનો એક જ દાખલો જોઈએ—ઉનામાં ઉત્તર ભારતના હરદ્વાર તરફથી આવેલા એક સાધુ સંન્યાસી જૂથના અગ્રણીનો પૂ.આ શ્રી વિજયપ્રતાપસૂરિજી જોડે અને મુનિજી જોડે મેલાપ થયો. સંન્યાસીની એક કલાકમાં આત્મીયતા થઈ ગઈ. તેમને આટલો મોટો સંઘ લઈ જનાર સંઘપતિના અને સંઘપતિના ગુરુ જે હોય, તેના દર્શન કરવા ઇચ્છા વ્યક્ત કરી. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજનો ટાઈમ મુનિજીને જ લેવાનો હતો, મુનિજી, આચાર્યશ્રીજીને મલ્યા. આમ તો સામાન્ય રીતે પૂજ્ય આગમોદ્ધારક આવી બાબતમાં રસ ધરાવતા ન હતા, પણ કોણ જાણે મુનિજી પ્રત્યેની આદર ભાવના એટલે જરાક સમજાવ્યા કે હા પાડી દીધી અને બીજા દિવસે સવારે ઉનામાં જ મુલાકાત નક્કી થઈ હતી. પૂજ્ય આગમોદ્વારક પૂ.આ. શ્રી વિજય પ્રતાપસૂરિજી, પૂજ્ય મુનિજી (યશોવિજયજી) તથા સંઘપતિ પોપટભાઈ આ ચારની જ હાજરી વચ્ચે ભવિષ્ય કથન કરવાનું હતું. તંબુના પડદા બંધ કરી ચારેય બેઠા અને યોગી સંન્યાસીએ ઠીક ઠીક કથન કર્યું. એમાં સહુથી મહત્ત્વનું ભવિષ્ય ભાખતા કહ્યું કે—આપે વરસો થયાં જુગ જુગ સુધી આપની યાદી રહી જાય તેવું એક મહાન કાર્ય નિર્માણ કરવાનો સંકલ્પ કરેલો છે. એ વાત આપે ત્રીસ ત્રીસ વરસ થવા છતાં કોઈનેય કહી નથી એ વાત સાચી છે? એટલે પૂ. આગમોદ્ધારકશ્રીજીએ હા પાડી. પછી કહ્યું કે સેવેલું આપનું સ્વપ્નું ટૂંક વખતમાં જ એટલે કે પાલીતાણા પહોંચ્યા પછી જલદી સાકાર થશે. વરસોથી હૈયામાં ભંડારેલી કોઇનેય પણ ન જણાવેલી વાત સાંભળતા પૂજ્યશ્રી અચંબો પામી ગયા અને એ સ્વપ્નું પાલીતાણા પહોંચતાની સાથે જ સંન્યાસીના કહ્યા મુજબ સાકાર બનવાની શરૂઆત પણ થઈ. કાર્યનો પ્રારંભ કર્યો એટલે પૂજ્ય મુનિ યશોવિજયજીના ગુરુજી તે વખતના ધર્મવિજયજી મહારાજ અને મુનિશ્રી બંનેનું આગમમંદિર કેમ બાંધવું, શું કરવું આ બાબતની વિચારણા માટે પૂ. સાગરજી મહારાજના આદેશથી એમને રોજ મળવાનું નક્કી થયેલું. મુનિશ્રી યશોવિજયજી *8<++vg દૂ૨ [૬૪૫ ] *→****
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy