SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ $ લીધી તે જ વરસે એટલે પંદરમે વરસે જ સં. ૧૯૮૭માં જ મહુવામાં શરૂ કરેલો. જે માત્ર £ $ ૨૦ ગાથા સુધીનો જ જેવો તેવો કરેલો, પછી કામ બંધ રાખ્યું. પછી ૧૯૮૯માં પુનઃ પહેલેથી ન શરૂ કર્યું અને ૧૯૯૦માં તે પૂર્ણ કર્યો અને તે છાપવા માટે ૧૯૯૧ માં ગયો અને ૮૦૦ છે પાનાંનો આ દળદાર અને ભવ્ય રથ ૧૯૯૨માં છપાઈ પ્રસિદ્ધ પણ થઈ ગયો. સંવત હતી ૧૯૯૨ની અને ઉમ્મર હતી મુનિજીની ત્યારે ૨૨ વર્ષની. એટલે પહેલવહેલું ચિત્રકામ બૃહત્સંગ્રહણીનાં ચિત્રોનું થયું. (૨) પોસ્ટકાર્ડમાં અષ્ટપ્રકારી પૂજા, બીજામાં ભક્તામર અને ત્રીજામાં દંડક આ ત્રણ અક્ષરમાં જ દંડક પ્રકરણનું આલેખન. સંસારીપણામાં દીક્ષાની ભાવના થયા પછી પ્રાયઃ ૧૧ કે ૧૨મા વર્ષે અંતરાયકર્મની છું અષ્ટપ્રકારી પૂજા તેનાં કાવ્ય શ્લોકો સાથે એક પોસ્ટકાર્ડમાં બંને બાજુએ થઈને પેન્સિલથી અતિસૂક્ષ્માક્ષરે લખી, વળી એક પોસ્ટકાર્ડમાં ભક્તામર આખું અને કલ્યાણમંદિર અધૂરાં લખ્યા, * અને નવતત્ત્વાદિકના ભેદ પ્રભેદ નામોવાળાં ઝાડ વગેરે આકારના નકશા બનાવ્યાં, અને જે ૧૯૮૦માં જ દંડક પ્રકરણ છે તેના “દંડક' શબ્દ ચીતરી તે ત્રણ અક્ષરમાં જ દંડકની બધી જ ગાથાઓ, એ જમાનામાં કાપીને બારીક કરેલી સ્ટીલથી લખી. જેનો બ્લોક મુનિજી લિખિત ૮૦૦ પાનાં, ૭૦ ચિત્રો અને અનેક યગ્નોવાળી પહેલી આવૃત્તિ બૃહત્સંગ્રહણી પુસ્તકમાં સહુથી તે છેલ્લે છાપ્યો છે. (૩) આમ તો મુનિજીની વય અભ્યાસકાળની હતી એટલે લક્ષ્ય તે તરફ વધુ રહેતું, છતાં પૂજ્ય ગુરુદેવોની નિશ્રામાં ઉત્સવો-મહોત્સવો થતાં ત્યારે જુદા જુદા તીર્થોની કલાત્મક આકર્ષક રચના થાય એ માટે પોતાની કલાત્મક દૃષ્ટિ-બુદ્ધિનો વ્યાપક ઉપયોગ કરતા. ઉજમણાંની ગોઠવણીમાં અનેક નવીનતાઓ ઉભી કરી જે બીજાઓએ અપનાવી છે. પાલીતાણાના જૈન સાહિત્યમંદિરના બાંધકામનો પ્લાન એકલા હાથે ચીતર્યો હતો. સંવત ૧૯૯૨ની સાલમાં પરમપૂજ્ય આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી “ મહારાજના ભક્તજન શેઠ શ્રી પોપટલાલ ધારશીએ જામનગરથી કાઢેલા છરી પાળતા સંઘમાં મૈં પોતાના ગુરુદેવો સાથે મુનિજીનું પાલીતાણા આવવું થયું. ચંપાનિવાસમાં રહેવાનું થયું. સાધુઓને છું ઉતરવા માટે સ્વતંત્ર સ્થાનની ખામી હતી એટલે માત્ર મુનિ યશોવિજયજીની સૂચનાથી પોતાના શું છે. પૂજ્ય વડીલ ગુરુદેવો દ્વારા એક મુકામ બંધાવાનું નક્કી થયું, એટલે મુનિજીને ભારે મોટી તક ન્યૂ તે મળી. સાહિત્યમંદિરની જગ્યા ઘણી નાની હતી છતાં—-મુકામ નાનું પણ બેનમૂન બનાવવું ૐ પાલીતાણામાં જેની જોડ ન હોય એવું. જ્ઞાનમંદિર માટે વિશાળ હોલ અને સાધુઓ માટે કેવી છે સાનકળતા હોવી જોઈએ તે બધાનો ઊંડો અને વ્યાપક ખ્યાલ પ્રથમથી જ કુદરતી હતો એટલે જાતે જ તેનો પ્લાન-નકશો બનાવ્યો, પછી મીસ્ત્રી પાસે પાકો કરાવ્યો. અગાસીના કઠેડામાં પુસ્તકોના ઘાટમાં જ ૪૫ આગમો નામ સાથે ચીતરાવ્યાં. અષ્ટમંગલ, ૧૪ સ્વપ્નો, પાંચ છે કલ્યાણક, ગૌતમસ્વામીજી તથા સરસ્વતી, લક્ષ્મીજીની મોટી મૂર્તિઓ પથ્થરમાં કંડારી - - - w e-04 [૬૪૪] -- ---- --- --
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy