SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે મૈં બતાવીને સાચો ખ્યાલ આપવામાં આવ્યો છે. સઁકારના બિન્દુ ઉપર નાદ કરવાનો હોય છે પણ એ વાત કોઈ જ જાણતું નથી એટલે નાદ જ ઉડાડી દીધો, પછી મૈં ચીતરવામાં સાવ અરાજકતા થઈ ગઈ. આશ્ચર્ય સેંકડો વરસમાં પણ કોઈ વિદ્વાનને સંશોધન કરવાનો વિચાર કેમ નહીં આવ્યો હોય, હજારો માણસો જેની સાધનાઓ કરે અને તેનો પાયો જ ભૂલ ભરેલો હોય પછી ધાર્યું ફળ કે પરિણામ ક્યાંથી જોવા મળે. ઋષિમંડલના કેટલાક શ્લોકો વિષે ઘણું મોટું અજ્ઞાન અને ગેરસમજ પ્રવર્તે છે એટલે કલા, બિન્દુ, નાદ વગેરેના સ્થાનોમાં ભારે ગરબડ થવા પામી છે. અમારા સત્ પ્રયત્નથી સમય જતાં ગેરસમજ નીકળી રહી છે અને સમય જતાં વધુમાં વધુ ઋષિમંડલની શુદ્ધ આરાધના સમાજ કરતો થઈ જશે. શરત એ છે કે પૂર્વગ્રહ, અજ્ઞાન, હઠ છોડવા જોઈએ, નહીંતર મારી શોધ-સુધારાને વગોવતા રહેશે. સત્ય પામી નહીં શકે! ત્યારપછી નીચેના ચિત્રમાં જાપ અને પૂજન કરતાં પહેલાં એવો વિધિ છે કે જેનું પૂજન કરાવવું હોય તેમણે વિનંતી કરી આમંત્રિત કરવા-તેડાવવા, પછી તેમણે વિનંતી કરી બેસવા માટે કહેવું, ત્યારપછી તેમણે હ્રદય મંદિરમાં સ્થાપન કરવા કે હ્રદય સમીપ લાવવા, આટલું કર્યા પછી જ તેમનું પૂજન થઇ શકે. આ પાંચ ક્રિયા માટે એ ક્રિયાના જ ભાવને સૂચવતી પાંચ મુદ્રાઓ નક્કી કરવામાં આવી છે. એ પાંચે મુદ્રાઓ દ્વારા જ બોલાવાય, બેસાડાય વગેરે. આ પાંચ ચિત્રો એક સાથે અને અલગ અલગ છાપવામાં આવ્યાં છે. ૨૦ માં પાનામાં પાંચે મુદ્રાઓનું ભેગું ચિત્ર છાપવામાં આવ્યું છે અને તેની બાજુમાં પહેલી આહ્વાહન ક્રિયાનું પદ્માસનસ્થ ચિત્ર આપ્યું છે અને તે પછી અન્ય ફક્ત મુદ્રા બતાવવા જ સ્વતંત્ર ચિત્રો આપવામાં આવ્યાં છે. આહ્વાહન કરવું એટલે બોલાવવું. આ બોલાવાની ક્રિયા આહ્વાહન મુદ્રા વડે કરવામાં આવે છે. ૨૦ માં પાનામાં ચોથું ચિત્ર પદ્માસન સાથે કરાતી આહ્વાહન-આમંત્રણ મુદ્રાનું જ છે. ૨૧મા પાનામાં સ્થાપન, સન્નિધાન, સંનિરોધ, અવગુંઠન અને અંજલિ આ પાંચ મુદ્રાઓ બતાવવામાં આવી છે. છાપનારે ક્રમ વિના છાપી છે. બેસાડવાની ક્રિયા સ્થાપન મુદ્રાથી, હૃદય સમીપે લાવવાની ક્રિયા સન્નિધાન મુદ્રાથી, હ્રદયમાં સારી રીતે અટકાવી-ટકાવી રાખવાની ક્રિયા સંનિરોધ મુદ્રાથી, ચાલતી ક્રિયા ઉપર કે આવેલા ઉપર કોઈની મિલન દૃષ્ટિ-નજર ન પડે એટલા માટે અવગુંઠન મુદ્રાથી કરવી. આટલો વિધિ થયા બાદ પૂજનની શરૂઆત અંજિલ મુદ્રાથી કરવાની હોય છે. જે પૂજા અંજલિ મુદ્રાથી શક્ય હોય ત્યાં ત્યાં તે મુદ્રાથી વિધિ કરવો જોઈએ. જેથી પાંચે મુદ્રાઓ બતાવવામાં આવી છે. ૨૧મા પાનામાં ઉપરના પહેલા ચિત્રમાં એક ચિત્ર છાપ્યું છે. આ ચિત્રમાં કલ્પના એવી છે કે કાર સહિત તીર્થંકરોને હ્રદય કમલમાંથી સુષુમ્યા નાડી વડે કરીને બ્રહ્મરંધ્રમાં લઈ જઈ ત્યાં તેઓને તમો સ્થાપન કરો. અને અનુષ્ઠાન પૂરૂં થાય એટલે બ્રહ્મરંધ્રમાંથી નીચે ઉતારીને પાછા હ્રદય કમલમાં મૂકો. આ આહ્વાહનનો જ પ્રકાર છે. ૧. આહ્વાહન, આવાહન. ***<>૭૨ [ ૬૩૪ ] * ->&>
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy