SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ *+ સંક્ષેપથી. મને યાદ છે કે સં. ૧૯૮૯ માં મારા પૂ. દાદાગુરુ શ્રી વિજય મોહનસૂરિજી મહારાજ વગેરે સહુનું ચોમાસું શીહોર થયું ત્યારે એવી મુશ્કેલી ઉભી થઈ કે પાલીતાણા ક્ષેત્ર સાચવ્યા સિવાય ચાલે તેમ ન હતું. ત્યારે તે વખતે પૂ. દાદા ગુરુજીએ પોતાના પટ્ટશિષ્યરત્ન, તે વખતે ઉપાધ્યાય પદ ધારક વિજય પ્રતાપવિજયજી મહારાજની પાલીતાણા માટે જય બોલાવી. પૂ. ઉપાધ્યાયજી પોતાના ગુરુદેવથી જુદા રહેવા જરાએ તૈયાર જ ન હતા. પણ દુખાતે મને પાલીતાણા પધાર્યા ત્યારે ત્યાં એમને જે વ્યાખ્યાનો શરૂ કર્યા તે એવા જામ્યા અને પાલીતાણાની મોટી ટોળીના સંઘને ભારોભાર એવા ગમ્યાં કે જે કોઈ પાલીતાણાથી શીહોર આવે તે બધા મોટાસાહેબ પાસે એકી અવાજે કહે કે આ તો ઢાંક્યું રતન. શું વ્યાખ્યાન? પાલીતાણામાં ઘણાં ઘણાં પ્રખ્યાત વક્તાઓને અમે તો સાંભળ્યા છે પણ આપના વ્યાખ્યાનની વાત જ જુદી. ઉઠવાનું મન થતું નથી, જો અમને ત્યાં જમવાની સગવડ કરી આપે તો ઘરે જવા મન નથી થતું. આખો દિવસ વ્યાખ્યાન જ સાંભળ્યા કરીએ એમ થાય છે ત્યારે મારા પ્રદાદા ગુરુ (પૂ. મોહનસૂરિજી મહારાજ) કહેતા કે એ કોઈ દિવસ જુદો જતો નથી એટલે એની શક્તિનો મને પણ શું અનુભવ હોય? આ વખતે પણ પરાણે મોકલ્યો ત્યારે અંદરની શક્તિ કેટલી છે તેની ખબર સહુને પડી. મને સાંભળીને ખૂબ આનંદ થાય છે વગેરે બોલ્યા હતા. પ્રાસંગિક થોડીક પુરાણી ઘટના જણાવી. પૂ. મારા ગુરુજી વિજય ધર્મસૂરિજી મહારાજે, પોતાના ગુરુદેવ વિના એકલા ચોમાસા કર્યા ત્યારે સવાર ઉપરાંત બપોરની વાચના તેઓશ્રી જ આપતા, અને બપોરે પણ ચીકાર હાજરી રહેતી. ૨૦૦૬ ની સાલમાં મુંબઈમાં પૂજ્યશ્રીના ભગવતીજીના પ્રવચનોએ મુંબઇને ઘેલું કર્યું હતું. જનતા કહેતી કે ૫૦ વરસમાં આવી હાજરી બબે વખત વ્યાખ્યાનમાં જોઈ નથી અને આવું તત્ત્વજ્ઞાન કોઈએ સમજાવ્યું જ નથી. વ્યાખ્યાનની ત્યારે રમઝટ જામી હતી. નાના મોટા સહુ તેઓશ્રીની મધુર, પ્રવાહબદ્ધ, સચોટ વાણીમાં તરબોળ બન્યા હતા. અહીંયા પ્રાસંગિક ત્રણેય ગુરુદેવોની વકતૃત્વ શક્તિનો સ્થૂલ પરિચય આપ્યો. અને એક મહત્વની ઘટના જીવંત બની. મારી વિનંતીથી પૂજ્યશ્રીજીએ ભગવતીજી સૂત્રનાં વધારે તો નહિ પણ નવાં લખેલાં થોડાં વ્યાખ્યાનો ઉતારેલાં હતા. તે આ પુસ્તકમાં દાખલ થઈ શક્યાં હોત તો સારું હતું પણ એમનો સંગ્રહ જેમના કબજામાં છે તેમની પાસેથી મેળવવાનું અશક્ય હતું. પૂજ્ય દાદા ગુરુ અને ગુરુજીનું ભગવતી સૂત્ર સાંભળવું એક વિશિષ્ટ લ્હાવો હતો. આજે એ લ્હાવો સદાને માટે અસ્ત થયો છે. આજે શ્રમણ સંઘમાં ભગવતીજી સૂત્રની યથાર્થ વાચના આપનાર વક્તાઓ ગણ્યા ગાંઠ્યા કદાચ નીકળે ખરા! આજે શ્રોતાઓ મોટે ભાગે ચવાણું, ભેળસેળ નાસ્તાના પૂજારી વધુ બન્યા છે, પણ મીઠાઈ કે પૌષ્ટિક ખાદ્યના ગ્રાહકો ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. આ સંજોગોમાં તત્ત્વજ્ઞાની વાચનાદાતાઓ વધવાના સંજોગો નહીંવત્ બન્યા છે. જો કે શાસન જયવંતુ છે, છતાં વચગાળે નિરાશા કે મુશ્કેલીઓ જોવી પડશે એ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy