SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ . તેવું ભાસે એટલે ૧૮ હજારની ગણતરીવાળી આ કોષ્ટક રચનાને રથ ની ઉપમા આપી. અને ૨ ન તેથી આ નાનકડી કૃતિનું નામ ગઢારસહસશત્તરથ પાડ્યું છે. આની ગણતરી આ પ્રમાણે છે. યોગ, કરણ, સંજ્ઞા, ઈન્દ્રિય પૃથ્વીકાયાદિ દસ, તેમજ શ્રમણધર્મ, સાધુધર્મ આટલી | વસ્તુઓનો પરસ્પર હિસાબ કરીએ તો શીલના ૧૮ હજાર અંગોની સિદ્ધિ થાય છે. - યતિધર્મ દસ પ્રકારનો છે. ક્ષમા, માર્દવ, (કોમલતા) આર્જવ, (સરલતા) મુક્તિ (નિર્લોભતા) તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય. મુનિ આ દશ પ્રકારના ગુણોથી . કત હોય, આવા મુનિએ પૃથ્વીકાયાદિ દશ પ્રકારના આરંભનો ત્યાગ કરવાનો હોય છે એટલે ૧૦ યતિધર્મની સાથે મુનિઓ પૃથ્વી આદિ ચાર કષાયનો તેમજ બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સમારંભો અને અજીવ સમારંભનો ત્યાગ કરવાનો છે તેથી તે દરેક ગુણ દશ-દશ પ્રકારના થતાં શીલનાં અંગો ૧૦૦ થાય. યતિધર્મ સહિતની યતના-જયણા પાંચ ઈન્દ્રિયોના જીતવાપૂર્વક કરવાની છે તેથી સોના પાંચ પાંચ પ્રકારો થતાં ૧૦0૮૫=૫૦૦ની સંખ્યા થઈ. એ ઈન્દ્રિયજન્ય આહારાદિ ચાર સંજ્ઞાથી રહિત હોવો જોઈએ એટલે ૫૦૦*૪=૨૦00, - વળી તે મન, વચન અને કાયાથી ન કરવારૂપ, ન કરાવવારૂપ. અને ન અનુમોદનરૂપ હોવાથી, એ ૫00૪૪ સંજ્ઞાઝ૩ કરણ૮૩ યોગ=૧૮ હજાર ભેદ શીલાંગના થાય. આ માંગા બતાવવાનો * મૂળ મુદ્દો જૈન સાધુએ યથાર્થ રીતે ૧૮ હજાર પ્રકારે શીલધર્મની આરાધના કરવા પૂર્વક જીવન - જીવવાનું હોય છે તેનો તેને ખ્યાલ આપવાનો છે. શીલાંગ ઉપરાંત બીજા ૧૭ પ્રકારના રથો ૧૮ હજારના ભેદો બતાવવા દ્વારા શાસ્ત્રમાં બે બતાવ્યા છે. એ અઢારે પ્રકારના રથોનો પરિચય ઉપાધ્યાયજીની આ કૃતિમાં આપ્યો છે. આ કૃતિના પ્રારંભમાં મંગલાચરણ જ નથી. Ė નમઃ પણ નથી અને પ્રશસ્તિ પણ નથી; છે. પણ પ્રતિના અંતમાં મહોપાધ્યાય વશેવિનય છે વિરતાયાઃ આટલી પંક્તિ હતી. આ રીતનું નામ બીજા કોઈ સાધુનું જાણવા મળ્યું નથી. એટલે આ કૃતિ ઉપાધ્યાયજીની જ છે એવું છે પ્રાથમિક પ્રમાણ ન હોવા છતાં આ એક જ પંક્તિના કારણે અમોએ છાપી છે. સત્ય જે હોય તે તે ખરું! પ્રત્યુત્તર મળેલ નથી, એટલે યથાર્થ નિર્ણય કરી શકાયો નથી. ૧૮ હજાર શીલાંગ રથોની રંગીન રથોનાં ચિત્રો સાથેની પુસ્તિકા વરસો અગાઉ બહાર છે પડેલી છે. -યશોદેવસૂરિ ? પાલિતાણા, ૨૦૩૮ ૪. પદદાંતીવશરીવાર" ગ્રન્થકૃતિનું ઊડતું અલ્પાવલોકન ન જૈનધર્મ એ અહિંસામૂલક ધર્મ છે, એટલે કે જેના પાયામાં જ અહિંસા છે, જેના કેન્દ્રમાં તે જ અહિંસા બેઠી છે, જૈનધર્મના આચાર, વિચાર ક્રિયાકાષ્ઠનાં તમામ ક્ષેત્રો સૂક્ષ્મ કે સ્થૂલ રૂપે મિ અહિંસા વિચાર-આચારથી છવાઈ ગયેલાં છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy