SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ “તારા સદ્ગુરુ એ માત્ર ગુરુ જ નથી પણ તેને તું તીર્થકર જેવા માનીને ચાલજે એટલે નર છે કે તારા માટે તો તે સાક્ષાત્ ભગવાન જ છે.' ગુરુ પ્રત્યે વિનય, આદર અને વિવેકનો ભાવ જવલંત ટકી રહે અને ક્યારેક ગુરુ પ્રત્યે અનાદર, અવિનય અને અવિવેકનો ભાવ રખે જાગી છે ન જાય. તને કદાચ એનો ઉછાળો આવી જાય કે મારામાં અને ગુરમાં શું ફરક છે? જેવો હું છું તેવા તે છે. એ કંઈ બાપ નથી, મારે ને એને શું સગપણ? એ જુદા ઘરના હું જુદા : ઘરનો. એ મોટા છે અને હું નાનો છું એટલે કંઈ એમની આજ્ઞામાં રહેવું જોઈએ એવું થોડું છે? આવો અપ્રીતિ, અરુચિ, તિરસ્કાર, ધૃણા, અનાદરના ઝેરથી હૈયું છવાઈ ન જાય માટે જ ઉપાધ્યાયજી પટ્ટકમાં પહેલી જ વાત કરે છે કે મહાનુભાવ! આવો ભાવ જાગે ત્યારે મારા સામે ગુરુ બેઠા નથી પણ સાક્ષાત્ તીર્થકર બેઠા છે એમ વિચારજે; જેથી મર્યાદા વટાવી ગયેલા છે. તારા ઉન્માદ, ઉદ્ધતાઈ કે અહંકારનો પારો નોર્મલ થઈને ઊભો રહેશે અને ગુરુ અવજ્ઞાઆશાતનાના મહાપાપથી બચી જઈશ. અને તારા સ્વાર્થ મતલબ ખાતર તારો અહંને પોષનારી પ્રસિદ્ધિ, મહત્ત્વાકાંક્ષાની તીવ્ર ભૂખ વગેરે વગેરે કારણે અથવા અજ્ઞાનભાવે તું તારા ગુરુજીનું અપમાન, અનાદર, ખોટી નિંદા, ટીકા, ટિપ્પણ કરી ગુરુદ્રોહના પાપથી બચી જઈશ અને તે પાપશ્રમણના બિરુદથી અને બંધાતા પાપકર્મથી ઉગરી જઈશ. તે ઉપરાંત આ પટ્ટકમાં મેલાં ગંદા લૂગડાં પહેરવા માત્રથી જેઓ પોતે ઊંચા છે એવો છે. અહં રાખનારા, પોષનારા આત્માઓને ઉદ્દેશીને પણ સ્પષ્ટ ટકોરી કરી છે કે મેલાં લૂગડાં પહેરે નું અને જો તે બીજો આચાર ન પાળે તો તે ક્રિયાવાન નથી... વગેરે આ પ્રમાણે પટ્ટકની પ્રસ્તાવના પ્રસંગે સદ્ભાવ, સરળ ભાવથી શાસનના હિતાર્થે મારા છેવિચારો થોડાક કડક વ્યક્ત કર્યા છે. પટ્ટકની ભાષા સમજાય તેવી છે, તેથી અને આના ઉપર હજુ ઘણું લખી શકાય છતાં વિસ્તાર ન કરતાં સહુને આ કૃતિ જોઈ જવા અનુરોધ કરું છું. જ સમયે સમયે શ્રમણ સંઘના હાલક ડોલક થઈ જતા રથને મજબૂત બનાવવા જાગ્રત જૈન શ્રી સંઘે હિંમતથી ઉપેક્ષા છોડી શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા, તે પ્રયત્નો આજે કરવાની તાતી નહિ, ને અતિ તાતી જરૂર છે. જેથી શ્રમણ સંઘનું નાવ દૂષણો-પ્રદૂષણોના ખડક સાથે અથડાઈ ન જાય! દક સહુ જ્ઞાની, વિદ્વાનો, ચિંતકો, શાસનપ્રેમીઓ જરૂર વિચારે અને સક્રિય બને. આ સં. ૨૦૩૭ પાલિતાણા -યશોદેવસૂરિ . રૂ. અઢારસદગરિ શીતા િર કિતિનો સામાન્ય પરિચય શીલ એટલે આચાર, શુદ્ધાચાર પાલનથી જ વ્યક્તિ મહાન અને પવિત્ર બને છે. વિવિધ તે રીતે વિવિધ પ્રકારના ભાગે ગણિતની સાથે ગણતરી કરતાં શીલના ૧૮ હજાર પ્રકારો થઈ શકે તે છે. અને ગણતરી કરવા માટે કાગળ ઉપર જે રીતે ગણતરી કરવી અનુકૂળ રહે તે રીતે કાગળ નું ઉપર ખાનાંઓ દર્શાવી ગણતરીનું ચિત્ર આલેખીએ તો જાણે રથ જેવી આકૃતિ બની ન હોય
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy