SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ - ' T » M ધ્યાત્ આ હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધહેમના પ્રથમ સૂત્રની ટીકામાં ટાંકેલું વાક્ય છે. આ બંને સૂત્રો ખૂબ જ મહત્ત્વના છે એમ નહીં પણ અતિ મહત્ત્વના છે. સેંકડે પાંચ દશ ટકા વ્યક્તિઓ જ આના રહસ્યને સમજીને જાપ અને પૂજન કરતા હશે. આના ઉપર ઘણું લાંબું લખી શકાય માં પણ અહીં તો બહુ જ ટૂંકમાં એટલું જ કહેવાનું કે તમો જેનો જાપ કરો કે જેનું પૂજન કરો આ તેટલો ટાઈમ તમો તમારા રૂપ, રંગ, આકાર વગેરે બધું જ ભૂલી જઈને જેનો જાપ કરતા હોય તે સ્વરૂપ બની જજો, જેથી જાપનું શ્રેષ્ઠ ફળ અને પૂજાના ઈચ્છિત ફળની તમને ઝાંખી જ થવા પામે. દાખલા તરીકે પંચપરમેષ્ઠીનું પૂજન કરો ત્યારે તમો તે તે પરમેષ્ઠીરૂપ બની જજો. જો કે ન કોઈ દેવ-દેવીના જાપ-પૂજન કરો ત્યારે તે તે સ્વરૂપ બનજો, પણ તે વખતે શરીર, વસ્ત્ર, આસન પર આદિ શુદ્ધિ જાળવવાનું ચૂકશો નહિ. હવેથી બે રેફવાળા ગઈ ની માળા ગણજો, ૐ ગત્ નમઃ આ શબ્દનો પત્ર લખીને કે ની ધાતુ પર બનાવીને પૂજજો જેથી મહા લાભો થશે. અત્તમાં સહુ સાધના કરી આત્મસિદ્ધિને વરો! ઋષિમંડલનાં ત્રણેય અંગો ઉપલબ્ધ છે :– ૧. સ્તોત્ર, ૨. મૂલમંત્ર અને ૩. યગ્ન - - - - - - - - - - - - - - - - કોઈપણ સાધનામાં સર્વ સામાન્ય રીતે તેના ત્રણ અંગ હોય છે. સ્તોત્ર, મંત્ર, અને યગ્ન. જેના ત્રણેય અંગો હોય તે જ પૂરા ફળને આપી શકે છે. આ સ્તોત્ર બહુ જ સરલ અને આ ની સુંદર છે. તેનો મત્ર પણ છે અને આ મંત્ર (૨૫ કે ૨૭ અક્ષરનો) અનેક ફળને આપનારો છે. પરંપરાનો મહાપ્રાણમત્ર છે. આ મંત્ર રિ પક્ષનો આઠ બીજોવાળો અત્યન્ત પ્રભાવક છે. ના ત્રીજું મંત્રના દેહ તરીકે ગણાતા યત્રનું પણ નિર્માણ થયું છે અને તેના પૂજનનો વિધિ પણ છે. જે માટેની આ પોથી જ છે એટલે યત્રની ભવ્ય પૂજા થઈ શકે છે. ત્રણેય યોગ સાથેની આ વિધિપૂર્વક ભાવશુદ્ધિ જાળવી કરેલી આરાધના અવશ્ય ધાર્યા ફળો આપ્યા વિના રહેતી નથી. આ પુસ્તક પૂજનવિધિવું છે એટલે એમાં વિવેચન ઝનું લખાય નહીં, જેટલું લખ્યું છે તે તે તે પણ વધુ છે. બાકીનું મારી ઋષિમંડલ સ્તોત્રની બુકમાંથી વાંચી લેવું. - પોથીમાં છ બોર્ડરો છે. એ બોર્ડરો ઉપર સીરીયલ-ક્રમ નંબર આપ્યા છે. એ બોર્ડરો તો એ નંબર પ્રમાણે જ છાપવાની હોય પણ બેધ્યાનથી પ્રથમ બોર્ડર નંબર એકના બદલે આ દાસભાઈએ ભૂલથી ચાર નંબરથી છાપી નાંખી છે. બીજી ભૂલ–પૂર્વસેવામાં મુખ્ય હેડીંગના ટાઇપ કરતા પેટા હેડીંગ સંસ્કૃતમાં જરા નાના આ ટાઇપમાં કરવા જોઇએ, જેથી મુખ્ય આઇટમ અને પેટા આઇટમ અલગ તરી આવે પણ તે મ ય ભૂલ કરી છે. - - - - * - - *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy