SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્રનું પણ આદિ બીજ છે, આગમોનું રહસ્યભૂત બીજ છે, પરમેષ્ઠીપદનું વાચક છે, યોગક્ષેમનું કારણ છે. સર્વ બીજમય છે. બીજમાંથી જ ફળ નિષ્પત્તિ થાય છે. અકારથી ક્ષકાર સુધીના ૫૦ વર્ણો સિદ્ધાક્ષરો છે. જે સિદ્ધમાતૃકા, વર્ણમાલા વગેરે શબ્દથી પરિચિત છે. આ બીજ સમગ્ર વિઘ્નોનું નાશક છે. કલ્પવૃક્ષ સરખું એટલે કે ઇહલૌકિક પારલૌકિક તમામ ઈચ્છિત ફળને આપનારૂં છે અને બધા મન્ત્રોમાં સર્વશ્રેષ્ઠ છે. બે રેફવાળા ર્દૂની સિદ્ધિ કેમ થાય છે તે હવે વાચકોને, વિદ્વાનોને, સાધકોને, વર્તમાનના અગ્રણી શ્રમણસંઘ વગેરેને વિનંતી કે તેઓ નીચેની વાત બરાબર લક્ષ્યમાં રાખે, તે સ્વ-પરના કલ્યાણ માટે બહુ જ જરૂરી છે. અત્યાર સુધી ઉપરના એક રેફ−7 વાળું ગર્દ મંત્રબીજ મંત્ર, શબ્દ, વર્ણથી હજારો વરસથી સર્વત્ર પ્રસિદ્ધ છે. હજારો માણસો તેનો જાપ કરે છે અને લેખનમાં વપરાય પણ છે. પરંતુ બે રેફવાળો લગભગ સમગ્ર સમાજથી ઠીકઠીક અણજાણ-અજ્ઞાત રહ્યો છે એમ સમજું છું. અને એથી અમારા હસ્તકના સં. ૨૦૧૫ થી વારંવાર છપાતા સિદ્ધચક્રના ત્રિરંગી યન્ત્રમાં મથાળે ગૌતમસ્વામીજીને નમસ્કાર છાપ્યો છે, ત્યાં ગર્દૂ બે *રેફવાળો મેં છપાવ્યો છે. કોક કોક ઊંડું અન્વેષણ કરનારા ભાઈઓએ એ જોઈને નવાઈ અનુભવી અને એમને એમ લાગ્યું કે યશોવિજયજી મહારાજની અથવા છાપનારની કંઇક ભૂલ થઇ ગઇ હોવી જોઈએ. સાચી પરિસ્થિતિ જાણવામાં ન આવે ત્યારે આવી શંકા થવી સહજ છે. બે રેફવાળો ગર્દૂ જૈન જગતમાં છે. બીજાઓને એવું સ્વપ્ન પણ જ્યાં ન હોય ત્યારે શ્લોકોના અર્થ પણ સાચા કરી શકે નહિ, કાં તે અધૂરાં કરે. દા.ત. ઋષિમંડલ સ્તોત્રના પ્રથમના બે શ્લોકોનો અર્થ છેલ્લાં ૫૦ વરસમાં છપાએલી નાની મોટી આઠ દશ ચોપડીમાં જોયો. પ્રાય: સાચો અર્થ એકેયમાં જોવા ન મળ્યો. એનું કારણ એ હતું કે પ્રથમના બે શ્લોકમાં ત્રીજા પાદ—ચરણમાં અનિન્દ્રાનાસમં૦ પંક્તિ આવે છે અને ત્યારપછી બીજા શ્લોકની પહેલી લીટીમાં ફરી એના જ જેવી નિખ્વાનાસમાનું પંક્તિ આવે છે. એમાં પહેલીવારની પંક્તિનો અર્થ તો જાણકારોને પ્રાથમિક ખ્યાલ હતો કે ગદ્દે ઉપર રેફ મૂકાય છે એ તો જાણીતી વાત હતી એટલે એના ઉપર એમને રેફ ચડાવી દીધો. પણ બીજીવાર જ્યારે અગ્નિખ્વાનાસમાli॰ આવ્યું ત્યારે તેમણે મુંઝવણ થઇ. ક્યાયંથી સમાધાન મળ્યું પણ ન હોય એટલે એનો અર્થ જ છોડી દીધો, એટલે (પ્રાયઃ આજ સુધીની) પરિણામે બધી ચાંપડીમાં એક જ રેફવાળો મર્દ જોવા મળે તે સ્વાભાવિક હતું. પ્રશ્ન—ગર્દ બે રેફવાળો પણ છે એ વાત જૈનગ્રન્થો જ કહે છે કે અર્જુન ગ્રન્થો પણ કહે છે? ઉત્તર—જૈન અને અર્જુન ગ્રન્થો એક રેફવાળા ગર્દ નો તો હજારો વરસોથી સ્વીકાર કરે * બે રેફવાળો બ છે એના અનેક પુરાવાઓ ઉપલબ્ધ છે. સિદ્ધચક્ર યન્ત્રના કેન્દ્રમાં જ બે રેફવાળાં છે, [ ૫૫૬ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy