SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં ઘણું રહસ્ય છે. એ રીતે હૂઁ, એવી રીતે ક્ષ, જ્ઞ વગેરે અક્ષરો સમજવા. આ વિષયના જ્ઞાનીઓ કહે છે કે મંત્ર પરિકર સહિત હોય તો પરિપૂર્ણ ફળને આપે છે માટે મંત્ર સાથે પરિકર હોવું જરૂરી છે. TMબ્લ્યૂ આદિ કૂટાક્ષરમાં હ્ર 7 7 1 ૐ આ પાંચ અક્ષરો જે છે તે પૃથ્વી આદિ પંચભૂતના વાચક છે. સંપૂર્ણ માતૃકા વર્ણોને જ્યારે કૂટાક્ષર બનાવવામાં આવે છે ત્યારે માતૃકાના વર્ણો સાથે મૈં ત્ ર્ ર્ ર્ , આ છ અક્ષર, અને અર્ધચન્દ્ર, અનુસ્વાર જોડવામાં આવે છે. કૂટાક્ષરોનો સંબંધ છ ચક્રો સાથે તથા તેની છ દેવીઓ સાથે પણ જોડાએલો છે. જો કે આ એક મોટો તાંત્રિક વિષય છે, જલદી સમજાય એવો નથી. સૂક્ષ્મ ચિત્તન, મનન વિના પ્રકાશ મળવો મુશ્કેલ છે. અહીં તો મેં માત્ર જરાતરા થોડા સંકેતો જ કર્યા છે. સપરિકર ર્રમ્ એ અસાધારણ કોટિનું, સર્વોચ્ચ, ફળદાયક મંત્રબીજ છે. આ અદ્ભુત મંત્રબીજ છે. કેમકે જેમણે આ બીજ જગતના બાહ્ય-અભ્યન્તર કલ્યાણ માટે દર્શાવ્યું છે તેઓની જનકલ્યાણની મહા ઉપકારક બુદ્ધિને ધન્યવાદ આપવા જોઈએ. આ બીજનું વિસ્તારથી અને વ્યાપક રીતે વર્ણન કરવા બેસું તો ઘણાં ઘણાં પાનાં ભરાઈ જાય, બીજી બાજુ આ પોથી છે એટલે તે વધારો અહીં અનાવશ્યક છે. તેના માટે સ્વતંત્ર લેખ જ ઉપયોગી બને. વર્ણમાલા અંગે સમગ્ર વિશ્વના સંચાલનમાં–તેની વ્યવસ્થામાં, એ વ્યવસ્થા ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, આંતરિક જગતની હોય કે બાહ્ય જગતની હોય એ માટે વર્ણમાલા-બારાખડી વિના એક ક્ષણ પણ ચાલી શકે નહીં, એના વિના સમગ્ર જગત સ્તબ્ધ જ બની રહે. કશો વહેવાર ઉપલબ્ધ થાય નહિ. પ્રાચીન કાળમાં કે અર્વાચીન સમયમાં સમગ્ર વિશ્વ, બોલવામાં કે લખવામાં પોતપોતાની ભાષા કે લિપિનો ઉપયોગ કરતું આવ્યું છે. વર્ણમાલાની સંખ્યામાં ન્યૂનાધિકપણું જરૂર હોય છે. પરન્તુ ન્યૂનાધિકપણે પણ વર્ણમાલાનો ઉપયોગ બધે લગભગ સરખો જ છે. અહીંયા ગમ્ બીજમાં ૬ અને હૈં અને બંને વચ્ચે સમગ્ર વર્ણમાલાનો સમાવેશ થઇ જાય છે. કેમકે કોઇપણ દેશની વર્ણમાલામાં પ્રથમ સ્વરો અને પછી વ્યંજનો હોય છે. અને સિદ્ધમાતૃકા' અથવા વર્ણમાલાનો પહેલો અક્ષર ઞ હોય છે. આપણી વર્ણમાલામાં પણ પહેલો અક્ષર ઞ છે અને છેલ્લો વર્ણ TM છે. આદિ અને અન્ન અક્ષરના બનેલા ગન્ન અક્ષરમાં વચગાલાના ઞ થી લઈને 7 સુધીના તમામ (સ્વરો, વ્યંજનો) અક્ષરો આવી જાય છે, એટલે તમો ગTM અક્ષરને કલા, બિન્દુ અને રેફવડે યુક્ત કરો એટલે ગમ્ પદ તૈયાર થાય. એક ગર્દ પદનું સ્મરણ કરો, ધ્યાન કરો, ચિન્તન મનન કરો, અને વર્ણમાલાને ધ્યાનમાં રાખીને કરો તો તમામ સમગ્ર વર્ણમાલાની ઉપાસના થઇ જાય એટલે જ ગર્દ એ આદિ બીજ છે. વળી તે —ધર્મોપદેશમાલા ૧, अकारादिकारान्ता प्रसिद्धा सिद्धामातृकाः, युगादौ या स्वयं प्रोक्ता ऋषभेण महात्मना । ચો [ ૫૫૫] અ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy