SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિના ભગવંત નહીં કોઇ અપના' ભગવાન સિવાય મારું કોઈ જ નથી, આ સત્યનું સતત રટણ કરતા રહો! આ પૂજન માત્ર આત્મિકલાભ માટે જ છે એવું નથી પરંતુ સંસારની કોઈપણ ઉપાધિ, કષ્ટ, દુઃખ, ચિંતાઓ, રોગ, શોક, ભૂતપ્રેતપિશાચ આદિના ઉપદ્રવો અશાંતિઓને દૂર થાય એ માટે પણ ભણાવાય છે અને ઈષ્ટલાભ પણ તેથી થાય છે. એટલા માટે આપણે ત્યાં સ્તોત્રોમાં અનેક સ્થળે “ભુક્તિ-મુક્તિપ્રદ શબ્દ વાપર્યો છે. આ રીતે ઉપર ભગવાનની ભક્તિ માટે નવા ઉગતા સાધુઓને કે નવા વિધિવાળાઓને બોલવા માટેના થોડાક સંકેતો અહીં મૂક્યા છે. ૧. વિધિવાળા કેવા હોવા જોઈએ, કેવા ગુણવાન હોવા જોઈએ અને તેમની ફરજો અને વિધિઓ વગેરે અન્ય ગ્રન્થ દ્વારા જાણી લેવું. ૨. બ્રાહ્મણ સમાજમાં જેમ વંશ પરંપરાથી કર્મકાંડીઓ-ક્રિયાકારો તૈયાર થતાં હોય છે એવી પરંપરા આપણા સંઘમાં કે વૈશ્ય સમાજમાં રહી નથી. આપણે ત્યાં તો વિધિવાળાઓની પૂરી અછતના કારણે ગમે તે થોડી આવડતવાળો માણસ વિધિકાર બની જાય છે અને પૂજનો વગેરે ભણાવી શકે છે. આના માટે ફરજિયાત તાલીમ નથી. આના કારણે કેટલાક ક્રિયાકારકો સંસ્કૃતના શ્લોકો શુદ્ધ બોલતા નથી હોતા. ક્રિયાઓનો પણ પૂરો અનુભવ નથી હોતો. એને માટે જે ઉપયોગ અને જાગૃતિ હોય તે પણ ઘણીવાર જોવા મળતી નથી. આજે સારા, પવિત્ર મનવાળા ક્રિયાકારકોનો ખૂબ જ અભાવ થઈ ગયો છે. એવા સંજોગમાં સારા વિધિકારો આપણે ત્યાં બહુ ઓછા છે. બીજી બાજુ આજે પૂજનો એટલા બધા વધી ગયા છે કે વિધિવાળાઓની એટલી જ જરૂરિયાત ઊભી થઈ છે, એટલે થોડું ચલાવી લેવું રહ્યું, પણ નવા તૈયાર થતાં વિધિવાળાઓ સમયનો થોડો ભોગ આપીને સંસ્કૃત શ્લોકો શુદ્ધ બોલવાનું કરશે અને વિધિવિધાન ઉત્સાહપૂર્વક ચડતા પરિણામે કરાવવામાં ધ્યાન આપશે તો કરનાર કરાવનારને ઉત્તમ પુણ્ય બંધાશે. એક સૂત્ર છે ગતિવિધીસ્ વિજ્ઞા એટલે કે એક વસ્તુ વારંવાર કરવાથી તે પ્રત્યેનો આદર અને ભાવ ઠંડો પડી જાય છે. એવું ન બને એ માટે ખાસ જાગૃત રહેવું જોઈએ. * કેટલાક આચાર્યો અને સાધુઓ ભગવાનની ભક્તિના ફળમાં એકાંતવાદી પ્રરૂપણા કરે છે. પરન્તુ પરમાત્માની ઉપાસના, મંત્રબીજો, મંત્રો, વસ્ત્રોની સાધના કે તેની પૂજા વગેરેના ફળ તરીકે માત્ર એકલી મુક્તિ બતાવી નથી પણ સાથે સાથે ભક્તિ એ પણ ફળ બતાવ્યું જ છે. એટલે કે ભગવંતની ઉપાસના મુક્તિ અને ભક્તિ બંનેને આપનારી શાસ્ત્રોએ-જ્ઞાનીઓએ કહી છે. ભક્તિ શબ્દ અહીં સંસારની સુખ-શાંતિઓના પ્રતીકરૂપે વાપર્યો છે, જેની અંદર સંસારની બધી જ ઉચિત અનુકૂળતાઓનો સમાવેશ થાય છે. સાધના અને ધ્યાનના ફળમાં બતાવતાં તત્ત્વાનુશાસનના ૧૯૬ શ્લોકમાં (આત્મા) જિં% વ તા. તત્ત્વાર્થસારદીપક, શ્લોક ૪૭-મુરિમુઢિ તાતાર જૈનધર્મના મોટા ભાગના સ્તુતિ, સ્તોત્રોનાં ફળો આચાર્યોએ બાહ્ય અને અભ્યત્તર બંને પ્રકારે બતાવ્યાં. જેમાં બાહ્ય લાભમાં અનેક સાંસારિક લાભો બતાવ્યા છે. અહીં આટલો જ સારો પર્યાપ્ત છે. [ પેપર 3
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy