SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ''' ''' : : ''' : : 55. SEE : - = : કેન : -- * ---- * - * - * * * * * ---- -- * * - * === : * : : : * : : : - * - * - * - * - * * - * - * shese she see ee ee ee eee ee esse seless sles | GreeMeeee eeee eeee ee eeee . બની જાય છે અને મનઃ પ્રસન્નતાત્તિ આ વાક્યનો સાક્ષાત્કાર દરેક વખતે અનુભવું છું. શારીરિક અસ્વસ્થતા અને માનસિક ચિંતા, તાણ, અને બેચેની અનુભવતા આત્માઓ જો શ્રદ્ધા ભાવપૂર્વક એ મારી જેમ સંપૂર્ણ પૂજનમાં બેસશે અને ભક્તિમાં લીન થશે તો તેઓને પણ ઉપરોકત અનુભવ છે થયા વિના રહેશે નહિ. આ એક અનુભવ કરવા જેવી બાબત છે. અશાંત મનવાળાઓએ પૂજનનો ડોઝ લેવા જેવો છે. લઈને અનુભવ કરી જુઓ! એમાં કશું ગુમાવવાનું નથી. જિનેશ્વરદેવની ભક્તિનાં કેવાં કેવાં બાહ્ય અને અભ્યત્તર ફળો છે એ વિદ્વાન અને અભ્યાસી વર્ગ બહુ સારી રીતે જાણતો હોય છે. વિવિધ રીતે એનો મહિમા ગાઈને જનતાને ભક્તિમાર્ગમાં જોડતાં હોય છે. વિધિવાળાઓ પણ પોતપોતાની બુદ્ધિ-શક્તિ પ્રમાણે ભકિતનો મહિમા વર્ણવતા હોય છે. આ અંગે ઇસારા પૂરતી સામાન્ય નોધ આપું– * જિનગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ, પરમાત્માના ગુણોનું સ્મરણ કરવાથી આપણામાં એ ગુણોની અસરો ઊભી થાય છે. *ભગવાનની પૂજા કરવાથી પૂજા કરતા પ્રાણીઓ પોતે પૂજનીક થાય, પૂજા કરનારો આત્મા ભગવાનની પૂજા કરતો કરતો પોતે પૂજનીક બની જાય છે, એટલે પોતે જ બીજાને પૂજવા યોગ્ય એવો પરમાત્મા બની જાય છે. જેમ શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીરની ભક્તિ કરતાં આગામી ચોવીશીમાં ભગવાન મહાવીર જેવાં જ તીર્થકર થવાનું પુણ્ય બાંધી લીધું તે રીતે. ભમરીનું ધ્યાન કરતી ઇયળ જેમ ભમરી બની જાય તે રીતે. લોહચુંબકથી જેમ લોઢું ખેંચાય છે, તેમ પરમાત્માની ભક્તિ મુક્તિરૂપી લોહચુંબકને ખેંચી ન લાવે છે. એ માટે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં લખે છે છે કે –“ચમક પાષાણ જેમ લોહને ખેચશે મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો.” ઉપાધ્યાયજી મહારાજનો બીજો પણ એક શ્લોક જણાવી દઉં— सारंमेतत् मया लब्धं श्रुताब्धेरवहगानात् । भक्तिर्भागवती वीजं परमानन्दसंपदाम् ।। એક મહાન હાનીક, જ્ઞાનમાર્ગનો મહાઉપાસક, બુદ્ધિવાદી વ્યક્તિ, પોતાની પાછલી જ અવસ્થામાં પોતાના સ્વાનુભવનો એક નિચોડ પોતાના બનાવેલા દ્રાવિંશિકા ગ્રન્થમાં લખતાં જ ન જણાવે છે કે–સમગ્ર શાસ્ત્રરૂપી સાગરનું મેં મારી બુદ્ધિરૂપી રવૈયા વડે મંથન કર્યું. મંથનને આ છે અને મેં એક જ સાર કાઢ્યો કે જ્ઞાનમાર્ગ, ક્રિયા-કર્મમાર્ગ એ બંને કરતાં જીવનમુક્તદશા પ્રાપ્ત કરવા માટેનું તેમજ પરમઆનંદની સંપત્તિ જ્યાં રહેલી છે એવી મુક્તિની પ્રાપ્તિ માટેનું બીજ કોઇપણ હોય તો વીતરાગ પરમાત્માની માત્ર એક પવિત્ર ભક્તિ જ છે, માટે સહુ ભક્તિને શરણે દોડી જાવ. ભગવાનના ચરણમાં સમર્પણ થઇ જાવ. યાદ રાખો કે– - - - - * - * - * - * - * * - ' * : ' * * * * : * ': * ': * * * ' : . : : : ' ' . .. 3: +- - :'. 'T- " -- ' ', - - - - - - -
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy