SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારપછી પરિશિષ્ટ નં. ૬માં પૂજનના પ્રકારોની વ્યવસ્થિત યાદી આપવામાં આવી છે અને કયું પૂજન કઈ વસ્તુથી કરવું તે પણ જણાવવામાં આવ્યું છે એટલે વિધિકારે આ પાનું પહેલેથી જોઈ લેવું અને બહાર કાઢી સામે અલગ રાખવું. આ યાદી એક નમૂનારૂપે આધાર પૂરતી છે. સંજોગ પ્રમાણે ફેરફાર કરી શકાય છે. પરિશિષ્ટ નં. ૭–આઠ પિંડાક્ષર કે કૂટાક્ષરોનો ઉપયોગ શું છે એ પ્રતમાં જણાવવામાં આવ્યું છે અને તેના અહીં જાપ મંત્રો પણ બતાવવામાં આવ્યા છે. આ કૂટાક્ષરોના અર્થની વાત અગાઉ પૂજન પ્રસંગમાં કરી છે પણ પોથીમાં અગાઉ ૭૫૭૬ પાનામાં પણ કરી છે. પરિશિષ્ટ નં. ૮–ઋષિમંડલયન્ટ પૂજન માટે જોઇતું સામાન-સામગ્રીનું લીસ્ટ આપવામાં આવ્યું છે. પ્રથમ લીસ્ટ અકારાદિ ક્રમથી આપ્યું છે. વળી ૧૬૦ માં પાને વિધિવાળા, પૂજન કરાવનારા અને શ્રીસંઘ માટે કેટલીક સૂચનાઓ કરવામાં આવી છે તે પણ જોઈ લેવી. પરિશિષ્ટ નં. ૯–બીજીવાર પૂજન ઉપયોગી વસ્તુઓની વસ્તુ વિષયવાર યાદી આપી છે. આ રીતે પહેલીવાર વધારે સરળતા ખાતર બે જાતની યાદી આમાં આપી છે. પરિશિષ્ટ નં. ૧૦–ઋષિમંડલ યત્રના પૂજનની ઉછામણી શેની શેની બોલવી તેનું લીસ્ટ આપવામાં આવ્યું છે. પરિશિષ્ટ નં. ૧૧મા ભગવતી પદ્માવતીનું અત્યન્ત પ્રભાવક સુપ્રસિદ્ધ સ્તોત્ર આપવામાં આવ્યું છે. સમય હોય તો પદ્માવતીના પૂજન વખતે સુંદર રીતે બોલી શકાય છે, અથવા ગમે ત્યારે બોલી શકાય છે. ઋષિમંડલની અધિષ્ઠાયિકા ભગવતી પદ્માવતી છે. આ સ્તોત્ર રોજ એકવાર કે ત્રિકાલ બોલી શકાય છે. તેથી ખૂબ જ લાભો થશે. પરિશિષ્ટ નં. ૧૨–૧૬૯મા પાનામાં ભણનાર, ભણાવનાર બંનેનું હૈયું ભગવાન પાસે ભાવભીનું બની જાય, ભગવાનને શરણે પહોંચી જવાય એવા અને હૃદયમાં ઊંડી પ્રેરણા આપે તેવા થોડા શ્લોકોના નમૂના અત્તમાં આપ્યા છે. એક સૂચન કરું કે આ શ્લોકો છેલ્લે ન બોલવા, શક્ય હોય તો વચમાં ચાલુ ક્રિયામાં હાજરી ચીક્કાર હોય ત્યારે અર્થ સાથે સંભળાવાથી આરાધક આત્માઓને કોઈ અનેરો ભાવોલ્લાસ વધશે. પરિશિષ્ટ નં. ૧૩–છેલ્લું પરિશિષ્ટ મન્ત્રશાસ્ત્રને લગતી અનેક જાણવા જેવી મહત્વની તમામ વિગતોને લગતું છે. જે મન્નરસિકો માટે ઘણું ઉપયોગી બનશે. આ પ્રમાણે પૂજનવિધિનો તથા પરિશિષ્ટોનો પરિચય, તે અંગે જાણવા જેવી બાબતોનો પરિચય અહીં પૂર્ણ થાય છે. [૫૪૯].
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy