SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારપછી ૧૪૦મું પાનું જેનો પૃષ્ઠ નંબર છાપવાની પ્રેસે ઘણી બેદરકારી દાખવી છે. એ પાનામાં જેનેતરોમાં અસ્ત્રન્યાસ કરવાની કેવી પ્રથા છે તે પદ્ધતિસર બતાવી છે. જો કે આજે આપણે આ રીતે કરતાં નથી પણ એનો ઉપયોગ આપણે કરવો હોય તો કંઇ બાધ નથી. મંત્ર શાસ્ત્રની તથા વિધિવિધાન, અનુષ્ઠાનોની કેટલીક બાબતોમાં વૈદિક (હિન્દુ) જૈનો વચ્ચે સામ્ય પ્રવર્તે છે. આ જ પાનામાં જમણી બાજુએ હસ્તલિખિત બે પ્રતિઓના (નીયુ) પાઠોનો બ્લોક કરીને છાપ્યો છે. અને એ બ્લોક શા માટે છે તે અંગેનો ખુલાસો તેની નીચે છાપ્યો છે. વિસ્તૃત ખુલાસો ઋષિમંડલસ્તોત્રની મારી સંપાદિત પોકેટ સાઇઝની છાપેલી બુકમાં આપ્યો છે તે મેળવીને જોઈ લેવો. તે પછી ૧૪૧ માં પાનામાં ઋષિમંડલ સ્તોત્રનો પહેલો અને બીજો બ્લોક બનાવીને છાપ્યો છે. એ બંને શ્લોકોમાં કેટલાક શબ્દો મંત્રની સાંકેતિક પરિભાષામાં છે. ગમે તે માણસ તેનો સાચો અર્થ કરી શકતો નથી, કરી શકે પણ નહીં. ભલભલા આચાર્યો પણ કરી શકતા નથી, તેમાં કારણ આ વિષયનો અભ્યાસ ન હોય તેથી અને અમુક અર્થ માટે તો વિદ્વાનો પણ મુંઝાય છે તેથી અહીં તે અંગે વિસ્તૃત રીતે સ્પષ્ટ સમજ આપી છે. એક રેફવાળો ગર્વ પ્રસિદ્ધ છે પણ ગઈ બે રેફવાળો પણ છે તે ખ્યાલ લગભગ ઘણાયને નથી, એટલે આ બે શ્લોકો બે રેફવાળા ગઈ બીજની વાત કરે છે. આ માટે પ્રસ્તાવના પછી શર્ટ ઉપર ખાસ લેખ લખ્યો છે તે વાંચી લેવો. ૧૪૫માં પાનાંથી ૧૪૮માં પાનાં સુધીમાં ૨૪ ભગવાનના દરેક પૂજન વખતે જાપ કરવાના મન્ટો છાપ્યા છે. ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે આ મંત્રો ગણવાનો સમય પણ હોતો નથી, એવા સંજોગોમાં ટૂંકો મંત્ર આપ્યા સિવાય છૂટકો નથી હોતો ત્યારે ફક્ત ભગવાનના નામ પૂરતી માળા ગણાવાય છે. જો પૂજન સમયસર શરૂ કરવામાં આવે તો બધી વિધિ શાંતિથી થઇ શકે. પૂજનમાં સંગીત-ગીતનું સ્થાન ઘઉંમાં કાંકરાના પ્રમાણની માફક રહે તો સમય બચે અને પૂજનનો ઉદ્દેશ પાર પડે. આ ઋષિમંડલની પોથીમાં ૨૪ ભગવાનના જાપ મંત્રો મેં બહુ સમજપૂર્વક બે લાઇનમાં છાપ્યા છે. કેમકે જો ટૂંકો જાપ કરાવવો હોય તો પહેલી લાઈનનો મંત્ર જપવો, અને પૂરો ગણવો હોય તો બંને લાઇનનો બોલવો. ૧૪૮મા પાને પરિશિષ્ટ નંબર ૪ માં બધા પૂજનમાં ખૂબ જ પ્રચલિત થોડા મંત્રબાજોના અર્થ આપ્યા છે. જે ઋષિ ભક્તો ઘરમાં ઋષિમંડલ બૃહપૂજન રોજે રોજ ન કરી શકે તેમ હોય અને કરવાની ઈચ્છા હોય, સમય બહુ ઓછો ઉપલબ્ધ હોય ત્યારે તેઓને સંક્ષેપમાં પૂજન બતાવાય તો તેઓ કરી શકે અને આત્મસંતોષ થાય એટલે અહીંયા પાંચમાં પરિશિષ્ટમાં પેજ નંબર ૧૪૯ થી ૧૫૩ સુધીમાં સંક્ષિપ્ત પૂજન આપવામાં આવ્યું છે. [૫૪૮ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy