SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ છે અવશ્ય જરૂરી હતા પણ તે કાર્ય મારાથી થઈ શક્યું નથી. આ કૃતિના આદિ કે અત્ત ભાગમાં ઉપાધ્યાયજીના નામનો ઉલ્લેખ નથી એટલે શું આ છે આ કૃતિ ઉપાધ્યાયજીની જ છે ખરી? એનો જવાબ આપવો મુશ્કેલ છે. પણ પ્રતિ તો ઉપાધ્યાયજીના ! જે નામે ચઢેલી છે અને મંગલાચરણ ઉપાધ્યાયજી મહારાજ જે રીતનું કરે છે તે જ પદ્ધતિનો શ્લોક છે દે છે. જો કે આટલી બાબત પુરાવા રૂપે કંઈ પૂરતી ન જ ગણાય, છતાં ઉકત કારણે છાપી છે. આ કાઠિયો એટલે કઠોર, કડક, તોફાની, ધર્મ શ્રવણાદિક કાર્યમાં અંતરાય પાડનારો. આવા જ કાઠિયા' ૧૩ નહિ પણ એથીએ વધુ ગણાવી શકાય, પણ અહીંયા મહત્વના તેરની ગણત્રી છે ડે રાખી છે. એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નીચે અપાતી તેર કાઠિયાઓની વિભિન્ન છે સૂચિઓથી કાઠિયાઓની સંખ્યા તેની જ રાખી એકતા જાળવી, પણ નામોમાં સમાનતા નથી જાળવી. ભિન્ન ભિન્ન નામોને એકત્રિત કરવામાં આવે તો સંખ્યા તેરથી વધી જાય. હવે મૂળ વાત કહું કે મળેલી પ્રતિમાં આઠમું પાનું ન હોવાથી બારમા તેરમા કાઠિયા કે જ કયા તેનો ચોક્કસ નિર્ણય થઈ શક્યો નથી. અખંડ પ્રતિ મળે તો જ નિર્ણય થઈ શકે. જે છ પાનાંની પ્રસ્તુત કૃતિમાં – ૧. 'આલસ, ૨. મોહ, ૩. નિદ્રા, ૪. અહંકાર, ૫. ક્રોધ, ૬. કૃપણ, ૭. શોક, તે છે. ૮. લોભ, ૯. ભય, ૧૦. રતિ, ૧૧. અરતિ, પછીના ૧૨-૧૩, અસ્પષ્ટ છે. એક બીજી મુદ્રિત પ્રતિમા : ૧. આળસ, ૨. મોહ, ૩. અવજ્ઞા, ૪. અહંકાર, ૫. ક્રોધ, ૬. પ્રમાદ, ૭. કૃપણતા, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. ચિત્તવિક્ષેપ, ૧૨. કુતૂહલ, ૧૩. સ્ત્રી વિલાસ, આ છે રીતે ૧૩ છે. એક સઝાયમાં – ૧. આળસ, ૨. મોહ, ૩. અવર્ણવાદ, ૪. દંભ, પ. ક્રોધ, ૬, પ્રમાદ, ૭. કૃપણ, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. વિકથા, ૧૨. કુતૂહલ, ૧૩. વિષય. ઉપરોકત સૂચીથી સમજાશે કે નામોમાં પરસ્પર સમાનતા રહી નથી. આ પ્રમાણે તેર હિ છે. કાઠિયાનો પરિચય છે. કાઠિયો ગુજરાતી શબ્દ છે. છે. આ કૃતિ જુની ગુજરાતી ભાષામાં છે. | તેર કાઠિયાનું ગુજરાતી ભાષામાં સુંદર વર્ણન કરતી પુસ્તિકા વિ. સં. ૨૦૦૬માં બોટાદથી તે બહાર પડી છે. જેના લેખક આચાર્ય શ્રીમાન્ વિજય સુશીલસૂરીશ્વરજી મહારાજ છે, અને તે જ પ્રતાકાર છપાયું છે - યશોવિજય ૧. મારી આ ગાથા દ્વારા ઉત્તરાધ્યયન નિયુકિતમાં ૧૩ જણાવ્યા છે. અન્યત્ર “રાગાંધ નામ જોવા મળ્યું છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy