SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ છે એમ માને છે. અને તેથી તે ત્રણેય ચક્ષુ અને ત્વચા (સ્પર્શેન્દ્રિય) આ બે ઈન્દ્રિયોથી તે પ્રત્યક્ષ છે થાય છે એમ પ્રત્યક્ષ અનુભવ કરીને કહે છે. દ્રવ્યને પ્રત્યક્ષ થવામાં રૂપ ત્યારે જ કારણ બને છે જ્યારે પ્રત્યક્ષ બાહ્ય ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતું હોય. તેઓ ચક્ષુથી દ્રવ્યના પ્રત્યક્ષમાં રૂપ અને જ ત્વચાથી પ્રત્યક્ષ થવામાં સ્પર્શને કારણે માનતા નથી. સ્પર્શ અને રૂપ બંનેને કારણ તરીકે છે. છે. ગણવામાં આવે તો ત્યાં બે જાતના કાર્ય કારણભાવ માનવા પડશે. બે કાર્ય-કારણભાવ માનવામાં દાર્શનિકોને ગૌરવ થાય છે. બીન જરૂરી કારણને તેઓ બોજ માને છે. એટલે ગૌરવ ન થાય તે તે તરફ તેઓનું ખાસ લક્ષ્ય હોય છે. એટલે તેઓ એમ કહે છે કે રૂપ અને ત્વચા આ બંને છે આ દ્રવ્યોના પ્રત્યક્ષમાં એક રૂપને જ જો કારણ માનવામાં આવે તો લાધવ થાય છે. આ જ લાઈવવાદીઓના મત મુજબ રૂપ હોય તો જ ત્વચાથી દ્રવ્ય પ્રત્યક્ષ થઈ શકશે નહીંતર નહિ. કે આટલી સંબંધિત વાત સમજાવીને વાયુ-દ્રવ્યની વાત સમજાવતા કહે છે કે વાયુ દ્રવ્ય દે છે. આવી પ્રતીતિ ત્વચાથી પણ નહીં થાય, કેમકે ઉપરની દલીલ પ્રમાણે દ્રવ્યનાં પ્રત્યક્ષમાં કારણ જ એક રૂપને જ માન્યું છે, અને રૂપ તો વાયુદ્રવ્યમાં છે જ નહિ એટલે ત્વચાથી વાયુ પ્રત્યક્ષ ન કરી શકતો નથી. આ પ્રમાણે પ્રાચીન નૈયાયિકોનો મત છે. ઉપાધ્યાયજી મહારાજે આ મતનું વિવિધ હેતુઓ દ્વારા આ પ્રકરણમાં ખંડન કર્યું છે. હું છે તેઓશ્રી કહે છે કે શરીરની સાથે વાયુ-હવાનો જ્યારે સંયોગ થાય તો જ આ શીતવાયુ વાઈ હું રહ્યો છે-આ ઉણવાયુ કુંકાઈ રહ્યો છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવ થાય છે, રૂપથી રહિત છે, વાયુ પ્રત્યક્ષ છે. આથી ત્વચાન્ય પ્રત્યક્ષમાં સ્પર્શનાં ભિન્ન ભિન્ન કારણો માનવાં જોઈએ. તે પ્રત્યક્ષની માન્યતાથી વિરૂદ્ધ હોવાથી લાઘવની વાત આગળ ધરીને દ્રવ્યપ્રત્યક્ષમાં કેવળ છે છે. રૂપને કારણ કહેવું, વાયુના પ્રત્યક્ષમાં ત્વચાને બ્રાન્ત કારણ કહેવું તે યોગ્ય નથી. આ બાબતને છે છે ઘણા હેતુઓ આપીને વિસ્તારથી સમજાવી છે. મિ ઉપાધ્યાયજીએ ગ્રન્થના નામના અત્તમાં હોય શબ્દ લગાડેલો હોવાથી ૧૦૮ ગ્રન્થો આ રચવાની જે પ્રતિજ્ઞા કરી હતી તે પૈકીની આ રચના છે. એકંદરે ૮ શબ્દવાળી ચાર કૃતિઓ છે જ ઉપલબ્ધ થઈ. ૬. ન્યાય સિદ્ધાન્ત મંજરી ગ્રન્થની શબ્દ ખંડની ટીકામાં શું વિષયો આવે છે તેની સંક્ષિપ્ત નોંધ ૧. ઉપાધ્યાયજીએ પ્રારંભમાં ટીકાના મંગલાચરણમાં ઘણું સૂચિત કહી શકાય તેવું ભગવાન શિવ મહાવીરની વાણી માટે વૈઃ આવું વિશેષણ વાપર્યું છે. પ્રારંભના પ્રત્યક્ષાદિ ત્રણ ખંડ ઉપર ટીકા કરી હતી કે કેમ તે કહી શકાય તેવું નથી. મને તો છેલ્લા ખંડની અપૂર્ણ ટીકા ઉપલબ્ધ થઈ તે જ અહી પ્રગટ કરી છે. એમાં નીચે છે મુજબ વિષયો રજૂ થયા છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy