SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિકોનાં વિભિન્ન મતો રજૂ કર્યા છે. સન્નિકર્ષવાદમાં દ્રવ્યચાક્ષુષને અનુસરીને ચક્ષુ સંયોગ હેતુતાનો વિચાર કર્યો છે અને જાતજાતના તૈયાયિકોના મતો દર્શાવી મતભેદનું ખંડન કર્યું છે. પરસમયની માન્યતા રજૂ કરી છે. ४. विषयतावाद આ કૃતિમાં વિષયતા નામક પદાર્થ, વિષય તથા જ્ઞાન આદિથી ભિન્ન છે એવું સિદ્ધ કરીને વિષયતાના ભેદોનું વિવેચન કર્યું છે. જ્યારે જ્ઞાનથી વિષયની પ્રતીતિ થાય ત્યારે વિષયમાં જ્ઞાનનો અનુભવ થાય છે. નૈયાયિકો આત્માને જ્ઞાનનો આધાર સમવાય સંબંધથી માને છે. પરંતુ આધાર વિષયતા સંબંધથી વિષય બને છે. પ્રાચીનો એમ કહે છે કે વિષયતા સ્વરૂપ સંબંધથી છે. તેથી તે જ્ઞાન અને વિષયથી ભિન્ન પદાર્થ નથી. આની સામે ઉપાધ્યાયજી વાંધો ઉઠાવે છે. એ કહે છે કે જો વિષયતા જ્ઞાન સ્વરૂપ છે તો ભૂતલ ઘટવાળું છે, આ જ્ઞાનથી નિરૂપિત જો વિષયતા ઘટ અને ભૂતલમાં રહે છે તેમાં અભેદ પડી જશે. અને અભેદ થવાથી ઉકત પ્રકારવાળા જ્ઞાનથી ઉત્તરકાલમાં ‘ઘટ’ પ્રકારક જ્ઞાનથી હું મુકત છું' આવા પ્રકારની પ્રતીતિ થવી જોઈએ. જે અનુભવથી વિરૂદ્ધ છે. આ માટે વિષયતા, જ્ઞાન અને વિષયતા આશ્રયતા સંબંધથી વિષયમાં અને નિરૂપકતા સંબંધથી જ્ઞાનમાં રહે છે. વિયિત્વ પણ જ્ઞાન અને વિષયથી ભિન્ન પદાર્થ છે, અને આ વિયિત્વ બે પ્રકારે છે. પહેલું કોઈ પણ વિષયતાથી નિરૂપિત નથી થતું અને બીજું એ છે કે અન્ય વિષયતાથી નિરૂપિત થાય છે. નિર્વિકલ્પક જ્ઞાનમાં જે વિયિત્વ હોય છે એનાથી નિરૂપિત વિષયતા અન્ય વિષયથી નિરૂપિત નથી થતી. વિશિષ્ટ જ્ઞાનની જે વિષયતા હોય છે તે અન્ય વિશેષતાઓથી નિરૂપિત થઈ શકે છે. અહીં પ્રકારતા, વિશેષ્યતા અને સંસર્ગતા રૂપ વિષયતા હોય છે અને તે પરસ્પર નિરૂપ્ય નિરૂપક ભાવે હોય છે. વિશેષ્યતા અને પ્રકારતા પણ બે પ્રકારની હોય છે. એક કોઇ પણ ધર્મથી અવિચ્છિન્ન હોય છે અને બીજી નિરવિચ્છિન્ન હોય છે. ઉપરોકત બધી વાતોને વિસ્તારથી આ કૃતિમાં ચર્ચી છે. ૬. વાયુખારેઃ પ્રત્યક્ષાપ્રત્યક્ષત્વ એટલે કે વાયુ અને ઉષ્મા પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ એને અંગેની ચર્ચા કેટલાક નૈયાયિકો પૃથ્વી, પાણી અને અગ્નિ આ ત્રણ દ્રવ્યો, રૂપ અને સ્પર્શથી યુકત
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy