SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ કલાક હિલિક કરો ટિકિટ લેવલ ઉજવશે છે બાબતમાં અભ્યાસીઓને શંકા થશે ત્યારે આ વિષયનું ઓછુંવત્તે અવગાહન કર્યું હશે તો પૂછવા છે આવનારની જોડે ચર્ચા-વિચારણા કરી શકશે. આ રીતે તેઓ ભાવિ પેઢીના લેખકોને યથામતિ સહાયક બની શકશે. આવી ચર્ચાત્મક પુસ્તિકામાં તર્ક, અનુમાન વગેરેનો સારો એવો આશ્રય લેવાતો હોય છે. આ છે બધા તર્ક અને બધા અનુમાનો સો ટકા સાચાં જ હોય છે એવું નથી હોતું. આજે સાતિશયજ્ઞાન , જ રહ્યું નથી. આપણા ક્ષયોપશમ જ્ઞાનની વિચિત્રતા એવી છે કે નિર્ણયમાં પ્રમાદ થવાનો અને છે અયોગ્ય વિધાન પણ થઈ જવાનો સંભવ છે એટલે આ પુસ્તિકામાં અમારાથી જ્ઞાની ભગવંતની છે દૃષ્ટિએ જે કંઈ નિર્ણય, વિધાન, ચર્ચા કે પ્રરૂપણામાં જે કંઈ પ્રસ્તુત વિષય વિરુદ્ધ લખાયું હોય છે છે તો તે બદલ મિચ્છામિ દુક્કડ છે. જે વાચકોને આ પુસ્તિકામાં જે કંઈ ભૂલો કે અયોગ્ય લખાણ લાગે તેઓ વિના સંકોચે અમને જણાવશે તો અમે તેઓના ખૂબ ખૂબ આભારી થઈશું. – લેખક પ્રાચીનકાળથી આપણી ભારતીય સંસ્કૃતિમાં મંત્ર, તંત્ર, વિદ્યાઓનું ખાસ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. હજારો વર્ષથી ત્યાગીઓ અને સંસારીઓ મંત્ર, તંત્ર, વિદ્યાઓ શીખીને, સાધીને, સિદ્ધ કરીને છે તેનો ઉપયોગ પોતાના અને પરના ઇષ્ટકાર્યની સિદ્ધિ માટે કરતા રહ્યા છે. પણ આની સફળતા વિધિશુદ્ધિ અને ભાવશુદ્ધિપૂર્વક ઉપાસના થાય તો જ મળે છે. આ અંગેની માર્ગદર્શન લેખ અહીં આપવો હતો પણ આપી શકાયો નથી. સિદ્ધચક્ર યંત્ર અને તેનું પૂજન પ્રાચીનકાળથી ચાલ્યાં આવે છે. યંત્રના આલેખનના બે- છે ત્રણ પ્રકારો જોવા મળ્યા છે. તેની પૂજનવિધિ પણ બે-ત્રણ પ્રકારે જોવા મળી છે તે ધ્યાનમાં રાખવું ઘટે. બીજી વાત એ કે મેં યંત્ર, મંત્ર અને પૂજનને લગતી નાની નાની મહત્ત્વની બાબતો ઘણા છે જ વખતથી મારી નોટમાં નોધેલી છે, જે અભ્યાસીઓને ઉપયોગી અને આનંદ આપે તેવી છે. મને થાય કે સહુના જ્ઞાન માટે તેની વ્યવસ્થિત પ્રેસકોપી થઈ ગઈ હોત તો અહીં અપાઈ જાત, પણ હવે તે શક્ય નથી. * સિદ્ધચક્ર પૂજનવિધિ છપાવવા અંગે * પં. શ્રી ધુરંધરવિજયજી સંપાદિત સિદ્ધચક્ર પૂજનવિધિમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ છે તે દૂર કરીને પૂજનવિધિ છપાવવાનો વિચાર કેટલાં વરસોથી ઊભો છે. શરૂઆતના પાનાંની પ્રેસકોપી કરેલી પણ પડી છે, પણ ઘણાં કાર્યો વચ્ચે જેની ખૂબ જ જરૂર છે છતાં તેની છે છે પૂજનવિધિની પૂરી પ્રેસકોપી તૈયાર થઈ શકતી નથી તેનો ખૂબ રંજ છે. આ માટે એકાદ મહિનો છે છેજો ફાળવી શકીશ તો પૂજનવિધિ તૈયાર થતાં તે છાપી શકાશે. લેખન સં. ૨૦૪૯ * જૈન સાહિત્યમંદિર, પાલીતાણા -યશોદેવસૂરિ હરિક્રિશિક્ષિણિveeિr [૪૯૪] ફિટિકિટટિકિટિબહિerence
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy