SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત સિદ્ધચક્રયન્ત્રપૂજત એક સર્વેક્ષણ અને સમીક્ષાની પ્રસ્તાવના વિ. સં. ૨૦૩૪ ઇ.સન્ ૧૯૭૮ 3G બીજી આવૃત્તિ કેમ છપાવવી પડી? આ પુસ્તકની પહેલી આવૃત્તિની સમજીને જ ફક્ત ૩૦૦ નકલ છપાવી હતી. જે વાચકોને પ્રસ્તુત પુસ્તિકા જોવા મળી તેઓ અમારી પાસે માગણી કરતા રહ્યા. ક્રિયાકારો, મંત્રરસિકો વગેરે માગણી કરતા રહ્યા પણ નકલ સ્ટોકમાં ન હતી. માંગણી ૬૦-૭૦ જણાંની આવી હતી પણ એટલી સંખ્યામાં પુસ્તિકા છપાવાય નહીં એટલે ફરી ૧૦૦૦ પુસ્તિકા છપાવવી એમ નક્કી કર્યું. દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી સંપ્રદાયોમાં તથા નવા અભ્યાસીઓ, વિદ્વાનો અને જ્ઞાનભંડારોને પણ આ પુસ્તિકાનો લાભ મળે એ જરૂરી સમજીને આ બીજી આવૃત્તિની ૧૦૦૦ નકલ છપાવવી પડી છે. આ ચર્ચાત્મક પુસ્તક સહુના રસનો વિષય નથી. એના વાચકો બહુ જ ઓછા હોય છતાં આ વિષયના બે-ચાર જ્ઞાનીઓને-ખપી જીવોને આ પુસ્તિકા ઉપયોગી થશે તો અમને થોડો સંતોષ થશે. વળી પહેલી આવૃત્તિનો કાગળ અને છપાઈ એવી હતી કે વાંચવા માટે બહુ આકર્ષણ ન થાય, એટલે આ વખતે સારાં કાગળ, સારું મુદ્રણ અને ટાઈપ થોડા મોટા રાખ્યા છે, એટલે આ પુસ્તિકા વાંચવી ગમશે. સાધુ-સાધ્વીજીઓને ખાસ વિનંતી પૂ. સાધુ મહારાજો અને સાધ્વીજી મહારાજોને વિનંતી છે કે તમારે ત્યાં આ વિષયમાં રસ ધરાવતા તમારા શિષ્ય-શિષ્યાઓ હોય, ભલે તેઓને ઓછું-વધુ સમજાય પણ આ પુસ્તક જરૂર નજર કરી જવાનું કહેજો. જેથી ભવિષ્યમાં યંત્ર અનુષ્ઠાનની
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy