SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ FSSSSSSSSSSSSSSXSXSXSXSXSXSXS508980888SSSSSSSSSSSSS જે ખૂબ જ પ્રસિદ્ધિ મળી છે. અર્જન ગ્રન્થવેદ-પુરાણાદિકમાં ઋષભ અને આદિનાથ બંને નામોનો છે ઉલ્લેખ થયો છે. ઋષભદેવનો મહિમા જ્યારે આ દેશમાં ઉત્કટ બન્યો હશે ત્યારે અજૈન ધાર્મિક ) @ અગ્રણીઓએ જૈનોના પહેલા તીર્થકરને પોતાના ઈશ્વરી અવતારમાં સમાવિષ્ટ કરવાનો વિચાર ) @ નિર્ણય કર્યો, ત્યારે તેમને ચોવીશમાંથી બીજા કોઈને પસંદગી ન આપતાં બુદ્ધિ કૌશલ્ય વાપરીને એમને પહેલા તીર્થકરને પસંદ કરીને એમને અવતારમાં સ્થાપિત કરી દીધા, અને એમને અવતાર તરીકેના નામમાં ‘ઋષભ' નામ જ પસંદ કર્યું. અને રૂષભને અવતાર તરીકે જાહેર જી કર્યો. અને ભાગવદ્ પુરાણમાં અવતારોના વર્ણનમાં તેમનું જીવનચરિત્ર પણ દાખલ કરી દીધું. આમ જડબેસલાક રીતે જૈન તીર્થકર રૂષભ, રૂષભાવતાર રૂપે અર્જુન વિભાગમાં માન્ય, વંદનીય છે અને પૂજનીય બની ગયા. જી ભાષાંતર અંગે– ધારતીય સંસ્કૃતિનો આત્મા પ્રાકૃત ભાષામાં જીવે છે તેમ આર્યકુલની ગણાતી સંસ્કૃત 8 ભાષામાં પણ જીવે છે. આ ભાષા હજારો વર્ષથી આ દેશમાં સર્વત્ર પથરાએલી છે. કેમકે આ . ભાષાને નિયમબદ્ધ કરવામાં આવી છે એટલે એને દેશકાળના સીમાડા બાધક ન બન્યા. જયારે & બીજી લોકભાષા-પ્રાકૃત બોલી માટે બાર ગાઉએ બોલી બદલાય એવી સ્થિતિ હતી. વ્યવહારની છે ભાષા વ્યાકરણશાસ્ત્રથી સુસંસ્કારી એટલે નિયમબદ્ધ બનતાં સંસ્કૃત ભાષા જન્મી, એટલે આ જ દેશની હરકોઈ વ્યકિત એને શીખી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે જ આ ભાષામાં તમામ દર્શનકારોએ પોતાના સાહિત્યની જંગી રચના કરી છે. ભારતીય સંસ્કૃતિના આત્માને જ 9 એકતાના સૂત્રે બાંધનાર, વિવિધતામાં એકતાનો અનુભવ કરાવવામાં આ ભાષાનો ફાળો ઘણો છે ઉમદા રહ્યો છે. જોકે દરેક ધર્મશાસ્ત્રકારોએ પોત પોતાના મૂળભૂત શાસ્ત્રો માટે સ્વતંત્ર ભાષાઓ અપનાવી જ છે. જેમકે જેનોએ પ્રાકૃત, વૈદિકોએ સંસ્કૃત અને બૌદ્ધોએ પાલી. એમ છતાં આ ધર્મશાસ્ત્રોને સમજાવવા માટે જે ભાષાનો છૂટથી ઉપયોગ થયો તે બહુલતાએ સંસ્કૃત ભાષાનો જ થયો છે. આ સમજાવવા માટે રચાયેલી સંસ્કૃત રચનાઓ સર્વત્ર ટીકા શબ્દથી ઓળખાય છે. આમ છે. ભારતીય સંસ્કૃતિનો આત્મા ભાષામાં શબ્દબદ્ધ થઈ વણાઈ ગયો. આવી વ્યાપક સર્વત્ર સમાન % સમાદરને પાત્ર બનેલી ભાષા પ્રત્યે આજે પનોતી ઉતરી છે. દેવભાષાથી ઓળખાતી ભાષા પ્રત્યે ૪. કલ્પસૂત્ર ગ્રન્થમાં ભગવાનને પાંચ વિશેષણોથી ઓળખાવ્યા છે. રૂમ, હમીરીયા, પરમવીરે, છે. ટમળે, તā, સમ-રૂપભ, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર-સાધુ આદિ વીતરાગ, આદિ તીર્થ કર, આજે કોઈ પ્રશ્ન કરે કે આ યુગના આદિ રાજા. સાધુ પહેલા વીતરાગ અને આદિ તીર્થકર કોણ? તો જવાબમાં રૂષભદેવ. ૧. જુઓ ભાગવત પુરાણ. ૨. રૂષભદેવાવતારનું ચરિત્ર જૈનોથી થોડું જુદું પડે છે. જો કે અત્તમાં થોડી વિચિત્ર વિકૃતિઓ પણ જોવા જ મળે છે. retetelekete teetete [863] tereteleleteeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy