SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ તો એ એક વાક્યનો અર્થ શું કરવો? રીં પાંચ વર્ણનો છે. પ્રકારના કલ્પમાં, ઋષિમંડલ યંત્રના સ્તોત્ર' અને આમ્નાય વગેરે આ રચનાઓમાં, પાંચવર્ણના કારનું બહુ જ સ્પષ્ટ અને હેતુ સાથે વિધાન કર્યું છે. એટલે સાચો અર્થ એ નિષ્પન્ન થશે કે પડ્યું એટલે પાંચ હ એટલે વર્ણ, પાંચ રંગવાળા એવા દારથ માં તે એટલે કારમાં સ્થિત શ્રી ઋષભદેવ વગેરે ૨૪ તીર્થકરોને નમસ્કાર. મારી સમજ મુજબ આ જ અર્થ સાચો છે, કેમકે તીર્થકરોને આપણે પણ પાંચ વર્ણવાળા , સ્વીકાર્યા છે. એ પાંચેયને પોતપોતાના રંગવાળા ભાગમાં ચીતરવાના કે મૂકવાના હોય છે. મૂર્તિરૂપે ન ચીતરાય તો તેના બદલે તેનાં નામો લખવાનાં હોય છે. તે ત્યારે જ બની શકે કે કે ૨૪ તીર્થકરોના બેસવાના રÉ રૂપ સિંહાસનને પાંચ વર્ણનું કલ્પીએ તો જ. ચોવીશ પૈકી ૧૬ તીર્થકરો સુવર્ણવર્ણના એટલે પીળા, જે હ્રીંકારના મસ્તક સાથેના હું વર્ણમાં પર કે મૂકવાના હોય છે. બાકીના આઠ તીર્થકરો રહ્યા છે, હું કારના બાકીના ચાર ભાગમાં મૂકવાના હોય છે છે. એટલે હું ઉપર આવતો અર્ધચંદ્રાકાર “કળા’ પછી આવતું ‘બિંદુ છે અને તે ઉપર આવતો પર (પ્રાય:) ત્રિકોણાકાર ‘નાદ' V અને ને જોડવાનો દીર્ઘ સ્વર , આ ચારમાં બબે મૂકવાના હોય છે છે. કળા લાલ હોવાથી લાલવર્ણના છઠ્ઠા અને બારમા બે તીર્થકરો, બિંદુ શ્યામ કલ્પેલું હોવાથી તેને - ૨૦માં અને ર૧મા અને નાદ શ્વેત કલ્પેલો હોવાથી આઠમા અને નવમા બે શ્વેત, અને દીર્ધ ને ? છે લીલો (વિકલ્પ ઘેરોબ્લ્યુ) કલ્પેલો હોવાથી ત્યાં ૧૯મા અને ૨૩મા પાર્શ્વનાથ બે તીર્થકરો મૂકવાના કાર Rી છે. ૨૩ તીર્થકરોને પદ્માસને મૂકવામાં આવે છે. જ્યારે ભગવાન પાર્શ્વનાથને વિશિષ્ટ કારણસર ઊભા ઊભા કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ અવસ્થામાં ચીતરવામાં આવે છે. આ પ્રમાણે સાધકને ૨૪ તીર્થકરોનું તે તે રંગ સહિત ધ્યાન કરવા માટે આ વ્યવસ્થા પર છે, માટે જ છ જોઈએ. # વ્યાકરણ કે અર્થ દૃષ્ટિએ પણ બંધબેસતો જ નથી. આખું વાક્ય ન - એક કરી અર્થ કરો તો જ અર્થપૂર્ણતા થાય છે. નહીંતર અર્થ સાકાંક્ષ રહે છે. લહિયાની અશુદ્ધિ છે ઈ હોય કે પ્રેસકોપી કરવાવાળા સમજી ન શક્યા હોય તેથી થનો % લખાઈ જાય કે વંચાઈ જાય છે છે તેમાં નવાઈ નથી. આવું તો હસ્તલિખિત પ્રતિઓમાં સેંકડો સ્થળે અક્ષર કે શબ્દોના અર્ધાભાવના છે જાણકારીના અભાવે ઘણા ગોટાળા થયા છે. શાંતિકળશમાં કોઈ પણ જાતના વિશેષણ રહિત માત્ર સનાદો શબ્દ વાપર્યો છે. એ પર સૂચિત કરે છે કે અનાહતો સર્વતંત્ર સ્વતંત્ર છે. કોઈને આધાર લઈને જ આલેખવા જોઈએ તેવું નથી એમ સ્પષ્ટ કરે છે. ૧. ઋષિમંડલનો કેન્દ્રીય હ્રીં પાંચ વર્ણનો જ છે. તે મુજબ ચીતરવામાં પણ આવે છે. જુઓ સ્તોત્રની દ્વિવ થી લઈને શેષાગાથાઓ એટલે ૨૦ થી ૨૬ ગાથાઓ. ૨. જો કે ૨૪ તીર્થકરોની મુખ્યતા આમ તો ઋષિમંડલના કેન્દ્રીય હુ સાથે જ સંબંધ ધરાવતી હોવા છતાં સિદ્ધચક્ર યંત્રમાં કલશ પાઠના પ્રારંભમાં જ કેમ ઉલ્લેખ કર્યો હશે તે વિચાર આવે તેવી બાબત છે. બીજી રીતે વિચારીએ તો સમાધાન સાધી શકાય ખરૂં.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy