SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શાવવો જોઈએ પણ ક્રમમાં બુમતા છે. અર્થાત્ બંને વચ્ચે સુમેળ નથી. એથી વધારે નવાઈ ? એ છે કે સિરિવાલકહા ગ્રંથના ક્રમ જોડે પણ પૂરો મેળ નથી. પૂજનવિધિની પૂર્ણાહુતિમાં કરવામાં આવતા ચૈત્યવંદનમાં બોલાતા મનમહોમમત્ત અને કાર કથ્વીરપુતં આ સ્તોત્રોની હકીકતો ચાલુ યંત્રની જડે મેળ ખાતી નથી. અરે! યંત્રની રચના સ્થાપના પદ્ધતિ વગેરે બાબતોમાં બંને સ્તોત્રો પરમ્પર અલગ અલગ વાત કરે છે. આમ કેમ કે થવા પામ્યું તેની વાત મારે અહીં કરવાની નથી. પણ આ સ્તોત્રો, યંત્ર બનાવવા માટે કેવા વિવિધ આમ્નાયો-પદ્ધતિઓ પ્રવર્તમાન હતી તે સૂચિત કરે છે. પૂજનવિધિના પ્રારંભમાં સ્વતિ-નમોર્ટ આવે છે તે શું છે? વિધિ છપાવનારને કે વિધિવાળાઓને હત્ત એ શું છે તેનો ખ્યાલ ન હોવાના કારણે જે રીતે છાપવું જોઈએ તે રીતે છપાવ્યું પણ નથી. ગતાનુગતિક બોલી જવામાં આવે છે પણ તે વિધિવાળાઓએ કે આરાધકોએ પુરૂં રહસ્ય જાણવાની ખેવના રાખવી જોઈએ. વાત એવી છે કે અનુષ્ઠાનમાં, પ્રારંભમાં કલ્યાણકારી પાઠનું અર્થાત્ જેનું મુખ્ય પૂજન હોય તેના વર્ણનના પાઠનું શ્લોકો દ્વારા સભા સમક્ષ વાંચન કરવાનું હોય છે. એટલે એકલો તો શબ્દ છાપવાનો હોય જ નહિ. કેમકે તેથી વસ્તુ સ્પષ્ટ થતી જ નથી. નો અર્થ માત્ર કલ્યાણ કે થાય છે. પણ અહીં તો વાંચન કરવાનું છે એટલે છાપતી વખતે ત જોડે વિષય વાચક વાંવની શબ્દ છાપવો જ જોઈએ તો જ વિષય સમજાય. જેમકે – તવાંવન-મોડર્ડ | આ રીતે. અથવા નોકરું પૂરું છાપવું. ભવિષ્યમાં વિધિ છે છપાવનારે આ બાબત ધ્યાનમાં રાખવી. શાંતિકળશના દડકમાં ૨૫ વરસથી ચાલી આવતી ક્ષતિ મારી દષ્ટિએ એક મહત્ત્વની ભૂલ છેલ્લા શાંતિદંડકના પાઠની ચાલી આવે છે. જો કે છે તે પાઠ મારે જયારે બોલવાનું બને છે ત્યારે તો હું તે પાઠ સુધારીને જ બોલું છું. તે ભૂલ કઈ? તો તે આ પ્રમાણે પ્રારંભમાં ૐ પદારથ શ્રીમતિ આવો પાઠ છે. એના બદલે ૐ ન પ્રહારથ શ્રીમરિ આવો પાઠ જોઈએ. એટલે કે વચમાં જે 4 પાઠ છે એની જગ્યાએ થ પાઠ જોઈએ, તો જ અર્થસંગતિ બરાબર થાય છે. અહીંયા પાઠ મૂક્યો છે અને તે ગુજરાતીમાં “અને’ અર્થવાળા અવ્યયનો વાચક છે. અહીં બે વસ્તુ જુદી પાડવાની નથી. તે અથવા બે વસ્તુ જોડવાની નથી. પછી શા માટે “અને વાચક ૨ મૂકાયો હોય? તેથી તે સર્વથા અનાવશ્યક છે. મુદ્રણમાં શ પછી, અર્થહીન અલ્પવિરામ મૂક્યું છે, તેથી નકામો ભ્રમ ઊભો થયો છે. ત્યાં બે વાક્યો છે જ નહિ. ભ્રમાત્મક અલ્પવિરામને હઠાવી શનો શ કરવાથી એક જ વાક્ય બની જશે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy