SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ S કે સાધકે ધ્યાનમાં સ્થિર રહી શકાય તેવું સામર્થ્ય મેળવવાનું હોય છે અને એ સામર્થ્ય આવી જાય છે એટલે પછી તેને 'નિરાલંબન-નિર્ભુજ-અક્ષર કે અનાહતનું ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને પછી સાધકે તે જાતના ધ્યાનમાં લીન–લયલીન બનીને ક્રમશઃ ધ્યાનની પરાકાષ્ઠાએ છે પહોંચવાનું હોય છે. ટેકાની જરૂર પ્રારંભમાં જ હોય છે– બાળકને ચાલણગાડી કે આંગળીના ટેકાનું અવલંબન ત્યાં સુધી જ લેવાનું હોય કે બાળક . સ્વયં પગ પર ઊભો રહીને ચાલતો ન થાય, ચાલતો થયા પછી તેને કોઈ આલંબનની જરૂર છે રહેતી નથી, તે સ્વયં ગતિ કરી શકે છે. આમ નિરાલંબનાદિ અવસ્થા પ્રાપ્ત થયા બાદ તે ધ્યાનપથમાં ત્વરાથી ગતિ કરતો થઈ જાય છે. એટલે પ્રારંભિક અવસ્થા સાલંબન ધ્યાનની, અને ખૂબ આગળ વધ્યા પછીની અવસ્થા નિરાલંબન કે અનક્ષર ધ્યાનની હોય છે એ બરાબર ધ્યાનમાં રાખવું ઘટે. આ યત્રમાં સાલંબન અનાહત ક્યાં અને નિરાલંબન અનાહત ક્યાં? એથી જ આ યનના કેન્દ્રમાં અનાહતની સૂચક ત્રિકોણાકૃતિને ન અક્ષર ઉપર મૂકી ત્યાં પર જ અંતરમાં જે બે વર્તુલો બતાવ્યાં તે પણ f બીજથી સંયુકત દર્શાવ્યા આ જ વસ્તુ સ્પષ્ટ છે આ સૂચિત કરે છે કે પ્રાથમિક ધ્યાનમાં અક્ષરની જરૂર પડે છે પણ આગળ જતાં સાધકે તેનો સહારો પર છોડી જ દેવાનો છે. તેનો ખ્યાલ સતત જાગ્રત રહે તે માટે આઠ પાંદડાંમાંની અનાહત આકૃતિને . અક્ષર વિનાની જ બતાવી છે. વળી પૂજનવિધિમાં પણ આ પૂજનને માત્ર અનાહત શબ્દથી કે જ ઓળખાવ્યું છે, નહીં કે કાર સહિત અનાહતનું. : : : : : : : : : : અનાહતોના આકારો કેટલા પ્રકારના છે?— ગોળ, ચોરસ, લંબગોળ કે લંબચોરસ એમ ત્રણ ચાર પ્રકારના મળે છે. અહીં પાંદડાંમાં છે. મેં તેને બરાબર વર્તુલાકારે બતાવ્યાં છે, મારા પત્રમાં મેં બીજા ખાનાઓમાં ગોળ અને પર લંબચોરસ બે પ્રકારનાં દર્શાવ્યાં છે. છે જયાદિ દેવીના વલય અંગે– જયાદિ આઠ દેવીઓને બરાબર દિશા અને વિદિશામાં જ બેસાડવી જોઇએ. અને એ લક્ષ્ય : : : : ૧. નિરાલંબન, નિર્બીજ આદિ શબ્દ એક જ અર્થના વાચકે છે. સ્પષ્ટ સમજણ માટે બધાયની નોધ આપી છે. ચિંતનશીલ આત્માર્થી વિદ્વર્ય પ. પૂજય શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને (હાલ લુણાવા) મારી યાદદાસ્ત મુબ વિ. સં. ૨OO૯માં વડોદરા હું કોઠીપોળ જૈન ઉપાશ્રયમાં હતો ત્યારે મળવાનું થતાં યન્ત્ર અંગે સાધારણ ગર્ચા થઇ, તેઓશ્રીને મારું મંતવ્ય બરાબર લાગ્યું, એટલે એમની પાસે પોતાનો સુંદર સિદ્ધચક્ર પટ હતો તે કાઢીને મે ! આપ્યો અને તેમાંથી ઑકારો કઢાવી આપવા કહ્યું, મેં ચિત્રકાર દ્વારા તરત જ તે કાઢી નંખાવ્યાં. Possess Sessess | sansaaaa ૮ ] થાય aaaaaaaaaa kaxa Aak
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy