SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મારો મુદ્રિત યન્ત્ર પ્રગટ થયા બાદ અનાયાસે મને બે પટો એવા જોવા મળ્યા કે, જેમાં હું ઓંકાર વિનાના માત્ર ગોળાકાર વર્તુલો જ હતા. મારી માન્યતાને પૂર્ણ ટેકો આપતું આલેખન જોઇ મેં અત્યંત આનંદ અનુભવ્યો અને ભૂતકાળમાં મારા જેવો નિર્ણય લેનારી વ્યક્તિઓ પણ થઇ હતી એનો મને મોટો સંતોષ થયો અને મારો નિર્ણય બરાબર હશે કે કેમ એનો જે વસવસો મને રહેતો હતો. તેને હૂંફ મળી. અનાહત કાર સહિત કે રહિત તેની વધુ વિચારણા— જેમણે આ પાંદડાંમાં ઓંકાર ચિતરાવી તેના છેડાના ભાગમાંથી વર્તુલાકારે બે રેખાઓ બતાવવા દ્વારા ઓકારને વેપ્ટન કર્યું છે, તેઓની દલીલ એવી છે કે કોઈ પણ મન્ત્રબીજ કે અક્ષરના ઉચ્ચારણ વિના નાદ કેમ પ્રગટ થઇ શકે? એટલે અનાહતના ઉચ્ચારણ માટે પ્રથમ કોઇ પણ મંત્રબીજ કે અક્ષર હોવો જ જોઇએ, પણ તેમનું આ મંતવ્ય પ્રારંભિક કક્ષાના સાધકો માટે વિચારીએ તો તે બરાબર છે. પણ આગળ વધી ગયેલા સાધકો માટે બરાબર નથી. સાલંબન—નિરાલંબનની અવસ્થા— ખરી વાત તો એ છે કે ધ્યાનમાર્ગમાં પ્રથમ સાલંબન ધ્યાન હોય છે અને પછી નિરાલંબન હોય છે, સાલંબન ધ્યાનમાંથી નિરાલંબન ધ્યાનની કક્ષાએ પહોંચવાનું હોય છે. એ રીતે પ્રથમ સબીજ ધ્યાન પછી નિર્બીજ ધ્યાન, પ્રથમ આહત ધ્યાન પછી અનાહત ધ્યાન. આ રીતે સાધના માર્ગનું બે ને બે ચાર જેવું સીધું સાદું આ સર્વમાન્ય ગણિત છે. એટલે આલંબન, સબીજ, અક્ષર કે આહત ધ્યાન એ પ્રારંભિક અવસ્થાની પ્રક્રિયા છે, પણ આ ધ્યાનને સાધ્ય કર્યા પછી સાધકે ધ્યાનની આગળની કક્ષા સાધ્ય કરવાની હોય છે, એટલે ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા સાધકે વર્ણાક્ષરો આદિનું આલંબન તજવાનું હોય છે. પછી તે આલંબન વર્ણાક્ષર ઉપરાંત ગમે તે વસ્તુનું હોય, પછી અન્તે તો વિના આધારે ૧. ૨. રૂ. ૪. ૫. ચન્દ્રની રચનાનું વર્ણન કરનાર પ્રધાનભૂત ગ્રન્થ સિરિવાલકા-કથામાં ત! પાંચ ગાથા ૧૯૯). ગાવામાં અને તેની ટીકામાં ઔપવયંપ ગણુ તુ પ્રણવનાસ્તાનું નિયંત્રા એટલે માત્ર નાઠ અનાહતોને આલેખવા એટલું જ લખ્યું છે. ઓકાર સહિત આલેખવાના હોત તો ટીકામાં સ્પષ્ટીકરણ કર્યું હોત એટલે બાર વિનાના અનાહતો આલેખવા એ જ ઉચિત છે. કોઇ પણ વસ્તુનું આલંબન-આધાર કે ટેકો લઇને કરાતું ધ્યાન. મંત્રના કોઇપણ બીજાક્ષરને કેન્દ્રમાં રાખી કરાતું ધ્યાન. કોઇપણ વર્ણાક્ષરો સહિતનું ધ્યાન. નાભિની નીચેના ભાગમાં વાણીને ઉત્પન્ન કરનારી એક સૂક્ષ્માતિસૂક્ષ્મ શક્તિ રહેલી ચે. જેને યોગીઓ ‘પરા’ શબ્દથી ઓળખાવે છે. આ વાણીને કોઇ સ્વરૂપ ન હોવાથી તે અનક્ષર સ્વરૂપા હોય છે. આ શિંકત કોઇ વર્ણાદિ સાથે આહત થઇ નથી તેથી તે અનાહત શબ્દથી પણ ઓળખાવાય છે, તેને અનક્ષરરૂપા કહો કે અનાહતરૂપા બોલો તે બંને એક જ અર્થને જણાવે છે, [ ૪૫૭ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy