SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ માં પ્રતિ પરિચય બે ઉલ્લાસવાળી એક પ્રતિ પાલીતાણા જૈનસાહિત્યમંદિરમાં રહેલા “શ્રી મુકિતકમલ જૈનમોહન ગ્રન્થ ભંડાર'માંથી મળી હતી. પણ તે ઘણી જ અશુદ્ધ હતી. આવી જ પ્રતિ બીજા આ ભંડારમાંથી મળી હતી. તે પણ ઘણી જ અશુદ્ધ હતી. આવી જ અશુદ્ધ પ્રતિ બીજા ભંડારમાંથી પણ મળી હતી. આ પ્રતિ કોઈ વિશિષ્ટ પરિચયને પ્રાપ્ત ન હોવાથી તેનો પરિચય આપતો નથી. સામાન્ય રીતે એક પ્રતિ કોઈએ ઉતારી, મોટા ભાગે તેના ઉપરથી જ બીજી નકલો થતી પર હતી, એટલે જેવી પહેલી હોય તેવો જ બીજીનો જન્મ થાય. પાછળથી ઉપાધ્યાયજી ભગવંતે સ્વહસ્તે લખેલી પ્રતિ જે મળી અને જે પ્રતિ આજે “શ્રી - લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર’માં વિદ્યમાન છે, તે જ પ્રતિની “ફોટોસ્ટેટ' કોપી મારી પાસે પર છે. જેમાં પ્રારંભના ૧ થી ૬ પાનાં નથી. અને વચમાં પણ કોઈ કોઈ પાનાં નથી. આ પાનાં - એક સરખા માપનાં અક્ષરોથી લખાયા નથી. અક્ષરો નાનાં મોટાં છે, અને એના કારણે પર પ્રતિપૃષ્ઠમાં લીટીઓની સંખ્યામાં પણ સારો એવો એટલે ૨૨ થી ૧૬ પંકિત વચ્ચેનો તફાવત તે જોવા મળે છે. એથી જ પ્રતિ પંકિતના અક્ષરોનાં ધોરણમાં પણ તફાવત રહે તે સ્વાભાવિક પર છે. આ તફાવત ૬૨ થી ૫૨ અક્ષર વચ્ચેનો છે. પ્રતિનો આકાર ૨૫ X સેન્ટીમીટરનો છે. આ અભિવાદન : અન્તમાં આ તકે પરમપૂજ્ય ગુરુદેવો, સહાયક સાધુ-સાધ્વીઓ, મારા સહકાર્યકરો, કે સંસ્થાના ટ્રસ્ટી-મંત્રીઓ, નામી-અનામી સહાયકો અને દાતારો વગેરેનું અભિવાદન કરું છું. પ્રકાશન અંગેનું ભાવિચિત્ર : ઉપાધ્યાયજીના સંખ્યાબંધ ગ્રન્થોની જે જવાબદારી મારા શિરે હતી તે. મહાપ્રભાવક ભગવાનશ્રી પાર્શ્વનાથ પ્રભુ, ઉપાધ્યાયજી મહારાજ, ભગવતીશ્રી પદ્માવતીજી દેવી, શ્રી સરસ્વતીજી અને પૂ. ગુરુદેવોની કૃપાથી અને નિત્યકર્મમાં સહાયક મુનિરાજ શ્રી હરે વાચસ્પતિવિજયજી આદિના સહકારથી, મારાથી અશક્ય કોટિનું કાર્ય પણ શક્ય બનીને હવે કોઈ કિનારે પહોંચવા આવ્યું છે, અને લાગે છે કે તેઓશ્રીની અપ્રસિદ્ધ નાની મોટી તમામ કૃતિઓનું પ્રકાશન સં. ૨૦૩૩ માં પૂર્ણ થશે અને ત્યારે વર્ષોથી મારા શિર ઉપરનો ભાર આટલા પૂરતો તે હળવો થતાં પરમ પ્રસન્નતા અને એક ફરજ અદા કર્યાનો શ્વાસોચ્છવાસ લેવા ભાગ્યશાળી બનીશ! દુતવિલમ્બિત છન્દની ગતિથી થઈ રહેલા આ કાર્ય અંગે જૈન સંઘ, મારા સહકાર્યકરો છે વગેરેનો હું ઠીક ઠીક અપરાધી બની ગયો હતો, પણ હવે આ અપરાધમાંથી મુકિત મેળવવાના દિવસો નજીક આવી રહ્યા છે એમ લાગે છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy