SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ 3 પ્રકરણ ૫: નિર્વિકલ્પક પ્રત્યક્ષજ્ઞાનમાં નિર્વિકલ્પ સ્વરૂપનો વિચાર આ પ્રકરણમાં કર્યો છે. નૈયાયિકો સવિકલ્પક અને નિર્વિકલ્પક પ્રત્યક્ષ માને છે. જેમાં વિશેષણ વિશેષ્યભાવની પ્રતીતિ થતી હોય તે સવિકલ્પક અને તેવી પ્રતીતિ થતી ન હોય તે નિર્વિકલ્પક. આ વ્યાખ્યા નૈયાયિકોની છે. પણ જૈનદર્શન આ રીતના નિર્વિકલ્પક જ્ઞાનને સ્વીકારતું જ નથી. તે કહે છે કે મતિજ્ઞાનના અવગ્રહભેદમાં પ્રારંભમાં જે જ્ઞાન થાય છે તે સવિકલ્પક જ્ઞાનની જ પ્રથમાવસ્થા છે, પણ સર્વથા નિર્વિકલ્પક છે એમ માનવાનું નથી. આ બાબત આ પ્રકરણમાં ચર્ચી છે. પ્રકરણ ૬ : સ્મૃતિપ્રામાણ્ય નૈયાયિકો સ્મૃતિ-સ્મૃતિજ્ઞાનને પ્રમાણરૂપે નથી માનતા, જ્યારે ઉપાધ્યાયજી જૈનમતને અનુસરીને કહે છે કે સ્મૃતિ-જ્ઞાન એ પણ પ્રમાણરૂપે જ છે, જેમ અનુભવ હંમેશા યથાર્થ હોય છે અને તેથી અનુભવ પ્રમાણરૂપ ગણાય છે એમ ઉપાધ્યાયજીએ સ્મૃતિને પ્રમાણરૂપે ગણાવી છે. પ્રકરણ ૭ : વિશેષોપલક્ષણ વિશિષ્ટજ્ઞાનમાં જે પ્રકારરૂપ ધર્મ છે તે બે પ્રકારે છે. એક વ્યાવર્તક અને બીજો અવ્યાવર્તક. વ્યાવર્તક ધર્મ બે પ્રકારે છે. (૧) વિશેષણ અને (૨) ઉપલક્ષણ. અવધારણાત્મક વિષયતા જેમાં હોય તે વિશેષણ કહેવાય છે. આ બંને ધર્મો સર્વત્ર અનુગત છે એમ માને છે પણ ઉપાધ્યાયજી કહે છે કે બધી જ જગ્યાએ અનુગત હોય છે એવું નથી. આ બાબત આ પ્રકરણમાં ચર્ચા છે. પ્રકરણ ૮ : સંશય-લક્ષણ સંશય કે સંદેહનું લક્ષણ વિવિધ દાર્શનિકો વિવિધ રીતે વર્ણવે છે; પરંતુ ઉપાધ્યાયજી એક ધર્મમાં વિરોધથી યુકત અનેક ધર્મો જેમાં પ્રકાર (વિશેષ-ભેદ) પડતા હોય તેવા જ્ઞાનને સંશયજ્ઞાન–સંદેહજ્ઞાન કહે છે. પ્રકરણ ૯ : મન નૈયાયિકો જીવમાત્રમાં મન હોય છે એવું માને છે પણ જૈનદર્શન એમ માનતું નથી, તેથી ઉપાધ્યાયજી જણાવે છે કે માત્ર ગર્ભજ પંચેન્દ્રિય પ્રકારના જીવોમાં જ તે હોય છે. આ મન દીર્ઘકાલીન સંજ્ઞા નામના જ્ઞાનનું જનક છે. આ મનનો ઉત્કર્ષ-અપકર્ષ થતો જોવાતો હોવાથી તે પુદ્ગલના સ્કંધરૂપે છે તેથી તે નિત્ય પણ નથી. આમ મનને અણુ, નિત્ય અને સર્વજીવસમ્બદ્ધ કહે છે તે વાત અસત્ ઠરે છે. [ ૪૦૬ ] පිපිල 33
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy