SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમેયમાળાના ઉપલબ્ધ પ્રકરણોના વિષયોનું વિહંગાવલોકન આ ગ્રંથમાં બાર વિષયોને અનુલક્ષીને બાર પ્રકરણો આપવામાં આવ્યાં છે. પ્રત્યેક છે પ્રકરણમાં અનેક પ્રકારે વિવિધ ચર્ચાઓ કરીને જૈન મંતવ્યની યથાર્થતાની સાબિતી કરવામાં છે છે આવી છે. અહીંયા પ્રત્યેક પ્રકરણના ઓછાવત્તા વિષયનું યત્કિંચિત સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવવામાં છે આવે છે. આથી વાચકોને આ ગ્રંથ શેનો છે તેની કંઇક ઝાંખી થઈ શકે. ്കുള്ള ക്ഷ છે પ્રકરણ ૧ : સ્વત્વ *સ્વત્વને કેટલાક દાર્શનિકો એક જાતનો સ્વતંત્ર પદાર્થ માને છે, પણ જેનો તેવું માનતા જ નથી. તેઓ સ્વત્વ એ, સ્વત્વ અને સ્વામિત્વ બંનેમાં રહેવાવાળો–પર્યાયરૂપ પદાર્થ છે. આથી ‘સ્વત્વ' એ સ્વતંત્ર પદાર્થ નથી એમ જૈન દાર્શનિકો માને છે. વળી દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી વિચારીએ તો સ્વત્વ અને સ્વામિત્વ એ સ્વ અને સ્વામીથી છે અભિન્ન છે, અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ વિચારીએ તો સ્વત્વ અને સ્વામિત્વ સ્વ અને સ્વામીથી ભિન્ન છે. પ્રકરણ ર : વિષયતા કેટલાક લોકો વિષયમાં વિષયતા રહે છે અને તે જ્ઞાતતા કહેવાય છે પણ ઉપાધ્યાયજી તેથી વિરુદ્ધ મત દર્શાવતાં કહે છે કે જ્ઞાન એ જ વિષયતારૂપ છે. અર્થાત્ વિષયતા જ સ્વયં જ્ઞાનરૂપ છે. પ્રકરણ ૩ : સંસ્કાર-સવિષયતા બીજા લોકો સંસ્કારમાં વિષય નથી હોતો એમ માને છે. જેમ અદષ્ટ અર્થાત્ ધર્માધર્મ છે જે રીતે વિષયથી રહિત હોય છે એ પ્રમાણે સંસ્કાર પણ વિષયથી રહિત છે. પણ જૈન છે છેમતાનુસાર સંસ્કાર વિષયથી યુકત છે. સ્મૃતિજ્ઞાનના આવરણરૂપ કર્મના ક્ષયોપશમરૂપ છે તેથી છેએ પણ વિષયથી યુકત છે. અર્થાત્ સંસ્કાર વિષયતાયુકત છે એ વાત ઉપાધ્યાયજીએ સાબિત છે કરી આપી છે. તક શિક્ષણ વિભકત કીિ શકવવી વીટીવી વિવિધ વરતીરથવીવલકરવીવલેકર વીરવિકિરવીઝીકવરીઝવી હકીકત વિકિકતી કથિવીવલે કરી છે છે પ્રકરણ ૪ : સ્વપ્રકાશતા નૈયાયિકો જ્ઞાનને સ્વપ્રકાશક ન માનતાં માત્ર પરપ્રકાશક જ માને છે જ્યારે જૈનદર્શન જ્ઞાનને સ્વપ્રકાશક જ માને છે. જ્ઞાન સ્વપ્રકાશક કેવી રીતે છે તે વાત દલીલોથી આ પ્રકરણમાં સમજાવવામાં આવી છે. * ૩ થી પોતાના અધિકારવાળી માલિકીવાળી કોઈપણ વસ્તુ ધન વગેરે, અને એ વસ્તુમાં રહેવાવાળો ધર્મ તે વવ અર્થાત્ જે વસ્તુમાં જે અધિકાર-હક્ક રહેલ હોય તે તેનો ધર્મ કહેવાય છે. છે [ ૪૦૫] વુિં છે .
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy