SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ વત્રિકવિવિરત્રિકીકરી ઉકલેકશિ વીટીવીડી ઉભી શિવરાત્રી શિવ કવીક શિવશિવડિવિલિકીકલીક છે. તે પછી દીધિતિકૃત ટીકા ઉપર મથુરાનાથ, જગદીશ અને ગદાધર કૃત વ્યાખ્યાઓનો છે છેપ્રધાનતયા પ્રચાર હતો અને અમુક વિભાગમાં ભવાનન્દસિદ્ધાંત વાગીશકૃત વ્યાખ્યાનો પણ પ્રચાર છે # હતો. જો કે પાછળથી આ ટીકાનું અધ્યયન નામશેષ બન્યું, અને આજે આ વ્યાખ્યા પણ પૂરી મલતી નથી. પાછળથી અને આજે બહુધા ચિંતામણિ' ગ્રંથ અને એની “આલોક', માથરી, જાગદીશી, પગદાધરી, મુખ્ય આ ચાર વ્યાખ્યાઓને ન્યૂનાધિકપણે પણ અભ્યાસીઓ ભણે છે, એમાં ગદાધરીનો છે વિશેષ પ્રચાર દક્ષિણભારતમાં અને શેષ ટીકાઓનો વિશેષ પ્રચાર ઉત્તરભારતમાં હતો, અને છે. જે જ હું છે' એવું લખી રહ્યો છું પણ હકીકતમાં આ ગ્રંથનું અધ્યયન ખરેખર! સમાપ્તિના કિનારા ઉપર છે જઈ રહ્યું છે. વાસ્તવિક રીતે જોઈએ તો તત્ત્વચિંતામણિ ગ્રંથના ચાર ખંડોના જાણકારો પ્રાચીન છે છે કાલમાં પણ આંગળીના ટેરવે ગણાય તેટલા હતા. આવી પરિસ્થિતિમાં પણ સત્તરમી સદીમાં છે જન્મેલા એક જૈનસાધ. ચારેય ખંડોમાં આવેલા મુખ્ય પ્રતિપાદ્ય વિષય ઉપર વાદ ગ્રંથોની રચના છે. છે કરે એ એક અસાધારણ નહીં, પણ અતિઅતિ અસાધારણ કહી શકાય તેવી વિરલ ઘટના છે. સહુથી આશ્ચર્યજનક બાબત એ છે કે જે યુગમાં રેલ્વે, બસો વગેરે આધુનિક સાધનો ન હતાં, ત્યારે અજૈન વિદ્વાનો પ્રતિઓ કઈ રીતે મેળવી શક્યા હશે! એક જ વ્યકિત ચારેય ખંડોનું આમૂલચૂલ અધ્યયન કરી પારંગત બની પ્રસ્તુત પ્રમેયમાલા' છે જે ગ્રંથની રચના કરે એ બીજી અસાધારણ ઘટના છે. આ કાર્ય સરસ્વતીની સાક્ષાત્ કૃપા હોય તો જ શક્ય બને, અને તેઓશ્રીએ સ્વયં કરેલા ઉલ્લેખોથી એ કૃપા એમને વરી હતી, એ નિર્વિવાદ બાબત છે, અને એથી જ તેઓશ્રીને તર્કન્યાય ઉપર કલમ ચલાવવી એ એમને મન એક સામાન્ય બાબત બની ગઈ હતી. જે ગ્રંથ પરિચય :– ઉપાધ્યાયજીએ અનેક વાર ગ્રંથો લખ્યા છે. એમાંના જે થોડાક ઉપલબ્ધ થયા છે તે પૈકી આ પ્રમેયમાલા' ગ્રંથ એ પણ એક વાદ ગ્રંથ છે, આ ગ્રંથ અપૂર્ણ મળ્યો છે. આ ગ્રંથ પૂરો કર્યો છે હતો અને પાછળથી નષ્ટ થઈ ગયો હતો એવું નથી. કારણ કે આ ગ્રંથની હસ્તપ્રત ખુદ ઉપાધ્યાયજીના હાથની જ લખાયેલી મળી છે અને તેનો અજોભાગ જોતાં રચતાં રચતાં આ ગ્રંથ અધૂરો જ રહી ગયો છે. અનેક ગ્રંથોનું સર્જન કરનાર સર્જકો માટે આવું બનવું સ્વાભાવિક છે. મથુરાનાથનો સોળમી સદીના ઉત્તરાર્ધ. ઉપાધ્યાયજીના સમકાલીન - જગદીશનો સોળમી સદીના ઉત્તરાર્ધ ઉપાધ્યાયજીના સમકાલીન. ૩. ગદાધરનો સત્તરમીના ઉત્તરાર્ધનો પ્રારંભ. ૪.૫. ઉપાધ્યાયજીના ગ્રંથોમાં ગદાધરી કે જગદીશી ટીકા કે તેના કત ઉપાધ્યાયજીથી પૂર્વકાલીન હોવા છતાં તેમના નામનો ઉલ્લેખ પ્રાયઃ જોવા મળ્યો નથી, એથી લાગે છે કે એમના સમયમાં મથુરાનાથ; પક્ષધર મિશ્ર, અને રામભદ્ર સાર્વભૌમ કે તેની ટીકાઓની વધુ પ્રસિદ્ધિ હશે. કેમકે આ ત્રણેયના ઉલ્લેખો પ્રચુર માત્રામાં મળે છે. વિવુિqqqq [ ૪૦૨ ] વિકિવિ વિશ્વકિમિ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy