SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ** ************************************** પ્રમેયમાતા અને તેને સ્પર્શતા વિચારો ക്ഷിക്കുക લે. મુનિ યશોવિજય લે. વિ. સં. ૨૦૩૦ છે પ્રાચીન તાર્કિક વિદ્વાનો વિચાર કરવા યોગ્ય વિષયો ઉપર અધ્યયન કરનારાઓને, તે તે છે વિષયોની ઠીક રીતે સમજ પ્રાપ્ત થાય એ માટે દાર્શનિક કિલષ્ટ બાબતોને વિસ્તારથી સમજાવતા છે જ હતા. પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ વિદ્વાન હરિરામ તર્કવાદી જે લોકપ્રસિદ્ધિ મુજબ સુવિખ્યાત તાર્કિક છે કેસરી અને ગદાધર ભટ્ટાચાર્યના ગુરુ હતા. જો કે હરિરામની એટલી પ્રસિદ્ધિ નથી, પણ એમણે છે. અહીં નાનાં પ્રકરણોથી યુક્ત મુદ્રિત થયેલી આ પ્રમેયમાલા' જેવા અનેક વદ્ ગ્રંથો બનાવ્યા છે છે છે. જેમકે મુક્તિવાદ, “અનુમિતિર્માનસત્વ વિચાર’, ‘જ્ઞાનલક્ષણ રહસ્ય' વગેરે. પંડિતવરશ્રી ગદાધરજીએ પણ અનેક વાદો લખ્યા છે, જે અનેક નામોથી પ્રસિદ્ધ છે. જો કે એમાંથી ઉપલબ્ધ જે ગ્રંથો આજે અત્યલ્પસંખ્યક છે. એ રીતે જગદીશ તર્કલંકાર અને મથુરાનાથ તર્કવાગીશ જેવા મહાસમર્થ વિદ્વાનોએ પણ અનેક વાર ગ્રંથો રચ્યા છે, પરંતુ આ ગ્રંથો એટલા બધા કિલષ્ટ અને તર્કજાળથી યુકત હતા, જિ છે કે આ ગ્રંથો સમજવા એ હિમાલયના પહાડ ચઢવા જેવું મહાકપરું કામ હતું અને એથી જ આ છે એને ભણનારા હંમેશા અતિ અલ્પસંખ્યક જ રહેતા, એમ છતાં તે સમયમાં દાર્શનિક ગ્રંથો છે રચવાનું વાતાવરણ એટલું બધું જાણ્યું હતું કે તેની અસર બીજા ઉપર થયા વિના રહે નહીં તે છે એટલે ઉપાધ્યાયજી ઉપર પણ તેની અસર પડી, અને તેઓશ્રી પણ એ જ માર્ગને અનુસર્યા, જિ છે અને લગભગ કિલષ્ટ અને દુર્ગમ કહી શકાય તેવા ગ્રંથો રચ્યા. પણ ઉપાધ્યાયજી સર્વજ્ઞમૂલક જ શાસ્ત્રસિદ્ધાંતના જ્ઞાતા તેમજ અનેકાન્તવાદના પ્રખર પુરસ્કર્તા હોવાથી એમની રચનામાં અનેક પ્રકારની વિશેષતાઓ ઉમેરાણી. અર્થાત્ પ્રાચીન વિદ્વાનો જે વિષયોને બરાબર ન્યાય આપી શક્યા ન હતા; અથવા આપ્યો હતો તો તે અપૂર્ણ આપ્યો હતો, અથવા વિષયના ઊંડાણમાં ઊતરી છે તલસ્પર્શી સ્પષ્ટીકરણ કરી શક્યા ન હતા, તે બધાય વિષયોને સ્પષ્ટ કરીને છણાવટ કરીને ઉપાધ્યાયજીએ વિસ્તારપૂર્વક ન્યાય આપ્યો છે. એટલું જ નહીં, પણ પ્રાચીન તાર્કિકોનો તર્ક જ્યાં છેઅટકી પડ્યો ત્યાં ઉપાધ્યાય તે તર્કને તેથી પણ આગળ લઈ ગયાનું જોવા મળ્યું છે. ઉપાધ્યાયજીએ પોતાના ગ્રંથોમાં અજૈનોના અનેક તર્ક-ન્યાયના ગ્રંથોનો અને અનેક નેયાયિકોનાં નામનો ખૂબ ખૂબ ઉલ્લેખ કર્યો છે પણ એમાંય સહુથી વધુ સાક્ષીઓ, પાઠો . પૂર્વપક્ષ વગેરે માટે કોઈ પણ ગ્રંથનો ઉપયોગ કર્યો હોય તો સુવિખ્યાત તાર્કિક છે. ગંગેશોપાધ્યાયકૃત ‘તત્ત્વચિંતામણિ' (ન્યાય તત્ત્વચિંતામણિ) ગ્રંથનો છે. આ તત્ત્વચિંતામણિ ગ્રંથ ઉપર પ્રાચીનકાળમાં પક્ષધર મિત્રે રચેલી આલોક નામની છે. ટીકાનો પ્રચાર હતો. ત્યારબાદ ક્રમશઃ રઘુનાથ શિરોમણિકૃત દીધિતિ ટીકાનો પ્રચાર હતો અને ૧. ગંગેશોપાધ્યાયનો સમય તેરમી સદીના ઉત્તરાર્ધ છે. ૨. પક્ષધરનો પંદરમી સદીનો પૂર્વાર્ધ. ૩. રઘુનાથ શિરોમણિનો પંદરમીનો ઉત્તરાર્ધ. ****************** 8011 ******************* ഷ്ട്ടിക്കും ഭൂ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy