SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ રિવરફલેકટ કલેકવિવિરકિરીટભર કરવા સરકારી વિડીલીવરી કલીકવરી લઇ જેમાં અનેક રંગ-રૂપોનું અસ્તિત્વ હોય છે, એવા ચિત્રરૂપને નૈયાયિકો અને વૈશેષિકે એક છે છે જ રૂપ તરીકે સ્વીકારે છે. એક જ રૂપે સ્વીકાર કરીને પાછા તેઓ જ એક જ રૂપમાં નીલ, પીત, શ્યામ આદિ રંગોનું અસ્તિત્વ પણ પ્રામાણિકપણે સ્વીકારે છે. તો શું આ માન્યતા દ્વારા તેઓ છે અનેકાન્તવાદનું જ સ્વાગત નથી કરતા? અર્થાત્ કરે જ છે. સાંખ્ય મતવાદીઓ સત્ત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણોના સમૂહને પ્રકૃતિરૂપ માને છે. જે ખુદ પ્રકૃતિ પોતે જ પરસ્પર વિરોધી એવા ઉકત સત્ત્વાદિ ત્રણેય ગુણોના સમુદાયરૂપ છે. પરસ્પર છે વિરોધી એવા ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર એનું નામ જ અનેકાન્તવાદ છે. સાંખ્યો પણ પ્રકૃતિને છે પરસ્પર વિરોધી ધર્મવાળી માને છે, એટલે સાંખ્યો માટે પણ અનેકાન્તવાદ અપરિહાર્ય બની જાય છે. (૧૦) ચાર્વાક નામની વ્યકિતથી ઓળખાતા ચાર્વાકદર્શનના અનુયાયીઓ જેમની ગણતરી નાસ્તિકોમાં થાય છે, તેના માટે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી ઊંડો તિરસ્કારનો ભાવ ધ્વનિત કરતાં જણાવે છે કે – -“ચાર્વાકોની તો બુદ્ધિ જ બહેર મારી ગઈ છે. આત્મા, પરલોક અને મોક્ષનું અસ્તિત્વ છે કે નહિ? એ બાબતમાં જેમની બુદ્ધિ જ કામ કરી શકતી નથી એવા નાસ્તિક લોકોની, અમારી માન્યતામાં સંમતિ હોય તોય શું અને અસંમતિ હોય તોય શું?” તાત્પર્ય એ કે–એમના અભિપ્રાયનું અમારે મન કોઈ જ મૂલ્ય નથી. આમ જણાવી ચાર્વાકની વાતને હસી કાઢી છે. ઉપાધ્યાયજીએ પૃથ્વી આદિ ભૂતો જડ છે કે ચેતન? એમાં ચેતન્ય એ ગુણ કેવી રીતે હોઈ છે શકે તે, તથા પ્રસંગવશ અનુમિતિ “માનસ' છે, એવા મતવાદીઓનું ખંડન કર્યું છે. નૈયાયિકો શબ્દને દ્રવ્ય પદાર્થ ન માનતા શાળાનું કહીને આકાશનો ગુણ કહે છે. જે છે એ ગુણ આકાશનો છે એમ સ્થાપિત કરે છે. પરંતુ ઉપાધ્યાયજીએ જૈન મતાનુસાર શબ્દ એ છે છે ગુણ નથી પણ દ્રવ્ય જ છે. શબ્દ એ દ્રવ્ય છે અને આકાશ એ પણ દ્રવ્ય છે. એક દ્રવ્ય દ્વારા છે છેબીજા દ્રવ્યની અનુમિતિ-અનુમાન થઈ શકતું નથી. એમ શબ્દ એ દ્રવ્ય હોવાથી આકાશની છે અનુમિતિ થઈ શકે નહિ. આકાશનો ધર્મ અવગાહન ધર્મ છે; એટલે બીજા પદાર્થને અવકાશ છે સ્થાન આપવાનો છે. એથી શબ્દ પણ આકાશમાં વ્યાપ્ત થઈ શકે છે, તેથી “આકાશ' શબ્દ ધર્મવાળું છે એમ કેમ કહી શકાય? નિયાયિક આત્માને વિભુ’ કહીને તેને સર્વવ્યાપક તરીકે ઓળખાવે છે, એટલે આત્મા તમામ જગ્યાએ વ્યાપ્ત રહેલો છે એમ માને છે. ઉપાધ્યાયજી આ મતનું ખંડન કરતા કહે છે કે : આત્મા સર્વવ્યાપી એટલે કે વિશ્વવ્યાપક ૧. જૈન દર્શનની માન્યતા અનુસાર લોક-વિશ્વવ્યાપી વર્તતા તમામ પુગલ દ્રવ્યોની અનેક (૨૩) વર્ગણાઓ પૈકી એક વર્ગણા ભાષાની છે. આ ભાષાના પુલાણુઓના વિસ્ફોટથી ઉત્પન્ન થતો ધ્વનિ રૂપ પરિણામ તેને શબ્દ કહેવાય છે. આ શબ્દ શ્રોત્રેન્દ્રિયનો વિષય થતો હોવાથી તે મૂર્ત છે અને મૂર્ત છે એટલે પૌગલિક છે. 8 ભાષા કે ભાષારૂપ, અભાષારૂપ ભાષાના પાછા સાક્ષર, અનક્ષત્ર અને અભાષાના પ્રાયોગિક વૈઋસિક પ્રકારો છે. જેનું સ્વરૂપ ગ્રન્થાન્તરથી સમજવું. ઉઉઉઉઉઉઉઉઉ [ ૩૯૯] વિકિogg
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy