SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે! મારે તો જોઈતું હતું અને વઘે કહ્યું એવું થયું. ઉપાધ્યાયજીનું જીવન વિવિધ લેખકો , દ્વારા લખાય તો કંઈ ખોટું ન હતું. એમાંય એક સાધુપુરૂષના હાથે લખાય તો વધુ યોગ્ય હતું. મેં અહીં મુનિની ભાવનાનો સ્વીકાર કર્યો. મુનિશ્રી જયચંદ્રવિજયજીએ મુનિજીની શૈલી અને તે કલમ કેવી છે, તેનો ખ્યાલ આપવા તેમની મુદ્રિત કથાઓ જોવા મોકલી, ઉડતી નજરે જોઈ ગયો, એમની શૈલી અને છટા બંને મને ગમ્યાં અને એમની કલમ અને કલ્પનાનો લાભ લેવાનો આદેશ આપ્યો, લેખક મુનિજીએ ઉદારતાથી આ કાર્ય સ્વીકાર્યું તે માટે મને ઊંડો આનંદ થયો. આવી સહકારની ભાવના જો શ્રમણસંઘમાં વ્યાપકરૂપે ફેલાય તો શુભેચ્છા અને સહકારની ભાવનાનું સુંદર વાતાવરણ સર્જાય. | મુનિજીએ ઝડપથી તે કાર્ય પાર પાડ્યું, તેમને મારા પર પ્રેસ કોપી મોકલી આપી. પ્રેસ કોપી હું જોઈ ગયો. આ પ્રેસ કોપી મારા પૂજ્ય દાદાગુરૂ શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજને બતાવતાં, તેઓશ્રી ઉપાધ્યાયજીના પૂરા પક્ષપાતી હોવાથી તેમને પણ વાંચવા મન નું થયું એટલે તેઓશ્રીની નજરનો પણ લાભ મળી ગયો. ઘટતી સૂચનાઓ સાથે તે પ્રેસ કોપી છે પાછી મોકલી આપી, અને પછી તે પ્રેસમાં ગઈ અને આજે તે વાચકોના હાથમાં મુદ્રિત થઈને ‘અમર ઉપાધ્યાયજી' ના નામે પ્રકાશિત થઈ રહી છે. લેખક મુનિશ્રીએ પ્રશંસનીય શ્રમ લઈને, સરલ શૈલી અને સંસ્કારી ભાષામાં, ગમી જાય છે એવા નાના નાના પ્રકરણો પાડીને, હૃદયંગમ બને તે રીતે ચરિત્ર આલેખ્યું છે. તે માટે મુનિજીને તે હાર્દિક ધન્યવાદ ઘટે છે. મને શ્રદ્ધા છે કે, અગાઉ પ્રગટ થએલા જીવન ચરિત્રમાં એનું એક છે વિશિષ્ટ સ્થાન રહેશે. પુસ્તિકા ખૂબ આદરપાત્ર બનશે અને હોંશે હોંશે વિશાળ વર્ગમાં વંચાશે. આ આ પ્રસંગે મુનિજીને વિનંતી કે, જૈન શાસનના તેજસ્વી અન્ય સિતારાઓ ઉપર પણ કલમ ચલાવી, છુપાએલાં અનેક રત્નોને બહાર લાવે અને વાચકોના ચોરા ઉપર મૂકે. આ કાર્ય સારી રીતે પાર પડે તે માટે, સતત કાળજી રાખનાર મુનિશ્રી જયચંદ્રવિજયજીને તે પણ ખૂબ જ ધન્યવાદ ઘટે છે. આના મુખ્ય નિમિત્તક તેઓ બન્યા છે. પ્રસ્તુત પુસ્તિકામાં ચરિત્રનાયક અને તેને સ્પર્શતી અનેક બાબતમાં ઘણું ઘણું કહેવાયું છે. એકાદ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી સમજીને અહીં નોધું છું. અનેક તડકા છાંયડા જોનારી બે હજાર વરસ પુરાણી આ ઐતિહાસિક તેમજ ધાર્મિક પર (દર્ભાવતી) જે ભૂમિ ઉપર, નવ્ય ન્યાયની શૈલીના માધ્યમ દ્વારા જેન સિદ્ધાન્તો, અનેકાન્તવાદની સર્વોપરિતા અને પ્રમાણિકતાને પૂરવાર કરનાર નવ્ય ન્યાયના અવતાર સમા ઉપાધ્યાયજીએ અત્તિમ શ્વાસ લીધો, એ જ ભૂમિ ઉપર, પ્રાચીન ન્યાયશાસ્ત્રના પારંગત વિદ્વાન, સમર્થવાદી, બૃહદ્ ગચ્છના આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજીના શિષ્ય અને આચાર્ય શ્રી વિજય દેવસૂરિજીના શો ગુરુવર્ય શ્રી મુનિચંદ્રસૂરિજીએ (ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પહેલાં લગભગ ૬૦૦ વરસ ઉપર) - આદિશ્વાસ લીધો હતો અર્થાત્ જન્મ ધારણ કર્યો હતો. આ સૂરિજી પરમ ત્યાગી, પરમ તપસ્વી પર અને અસાધારણ કોટિના વિદ્વાન હતા. એમને અનેક ગ્રન્થો તો રચ્યા છે પણ, સેંકડો ગ્રન્થોના
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy