SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું ચિત્ર છે. પરમાત્મા જેવા મહાન તીર્થંકરપુત્ર જોડે માતાપિતાના લાડ કે વહાલના એકાદબે પ્રસંગો રજૂ થાય તે અનેક રીતે જરૂરી હતું. આ માટે વિશેષ પરિચય પાછળ પરિશિષ્ટમાં જોઈ લેવો. વીતરાગનું શાસન એટલે અધ્યાત્મપ્રધાન જીવન જીવવાનો આદેશ આપનારું શાસન. ત્યાગ-વૈરાગ્યપ્રધાન જૈનધર્મની અસર વરસોથી પરમત્યાગી એવા સાધુ સંતો ઉપર જવલંત રીતે રહેતી હતી જ એટલે સાંસારિક કોઈપણ પ્રસંગો બતાવવા તરફ ઉદાસીનતા હતી. એના કારણે ભગવાનના માતાપિતાના વાત્સલ્યના, લગ્નના, કુટુંબ અને મિત્રો સાથેના મિલનના પ્રસંગો બારસાસૂત્રની સચિત્ર પ્રતિઓમાં કે અન્યત્ર ક્યાંય જોવા મળતા નથી. મને થયું કે જે ઘટના સૌની જાણીતી જગજાહેર છે તો પછી તેને ચિત્રમાં શા માટે અંકિત ન કરવી? એટલે સર્વાંગી વિચાર કર્યા બાદ આ ચિત્ર મૂક્યું છે, જે સંસારી કુટુંબોને જરૂર ગમશે. મારી ઇચ્છા ભગવાનના મહત્ત્વને વાંધો ન આવે તે રીતે એમના જુદા જુદા દિનચર્યાના તથા *અનેક પ્રસંગો ચિતરાવવાની હતી પરંતુ કેટલાંક કારણોસર અને સમયના અભાવે દુર્લભ બનેલી ચિત્રકારોની ઉપલબ્ધિના કારણે અમલમાં મૂકી શક્યો નથી. અહીં ચિત્રમાં તીર્થંકર થનાર વ્યક્તિનો ધર્મપત્ની શ્રી યશોદાનો લગ્ન પ્રસંગ, પરિવાર સાથેનું મિલન અને મિત્રગોષ્ઠી વગેરે પ્રસંગોના થોડાક જ નમૂના રજૂ કર્યા છે. વીસમાં ચિત્રમાં ભગવાન મહાવીરની ગૃહસ્થાવસ્થાને લગતાં કેટલાક નવા પ્રસંગો પહેલીજવાર જોવા-જાણવા મળશે. જો કે તેથી કેટલાકને થોડું આશ્ચર્ય પણ થશે, એમ છતાં ગૃહસ્થાવસ્થામાં પણ ભગવાન પૂજા કરે છે તેનો આછો ઉલ્લેખ શત્રુંજય મહાત્મ્યમાં શ્રી અજિતનાથ ભગવાનના ચરિત્રમાં હોવાથી તેને આધાર બનાવીને આ પ્રસંગ ચમકાવ્યો છે. જો કે ખરી રીતે જોઈએ તો બે વર્ષ કેવી રીતે વિતાવ્યાં હશે તેની વિશેષ કોઈ નોંધ જોવામાં આવી નથી. છવ્વીસમાં ચિત્રમાં જંગલમાં વિહાર કરતી વખતે પણ ભગવાન કેવા લાગતાં હશે એ બતાવવાનું ભગવપ્રેમી ભક્તો માટે ખૂબ જરૂરી હતું તથા બીજાં પણ દૃષ્ટવ્ય-જ્ઞાતવ્ય ચિત્રો રજૂ કર્યાં છે. આડત્રીશમું ચિત્ર સુવર્ણકમળ ઉપર વિહારનું ખૂબ જ ભાવવાહી અને આકર્ષક છે. આમ તો આ ચિત્ર આદીશ્વર ભગવાનની શ્રેણીનું હોવા છતાં જાણીને અહીં આપ્યું છે. ઓગણચાળીશમું ચિત્ર વાદ-વિવાદ કરવા આવેલા અગિયાર વિદ્વાન બ્રાહ્મણોનું અહોભાવ જગાડે અને ગમી જાય તેવું પ્રેરક છે. એકતાળીશમું ચિત્ર જોનારને આશ્ચર્ય ઉપજાવે તેવું છે. લોકોત્તર ગણાતા એવા અપરિગ્રહી ભગવાન નિર્વસ્ત્ર શરીરે ફક્ત નિમિત્તરૂપ બનેલા ઉત્તર ભારતમાં થતાં શાલ નામના ચૈત્ય * ‘બાળકોના મહાવીર’ આ પુસ્તક ૨૦ વર્ષ ઉપર મુંબઈમાં તૈયાર થઇ રહ્યું હતું, જેમાં ૧૦૦ થી વધુ ચિત્રો આપ્યાં હતાં પણ તે પ્રકાશિત થવા ન પામ્યું.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy