SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું? તે વાત “સાત લાખના' મથાળા નીચે જણાવી છે. જુઓ પૃષ્ઠ નંબર ૧૮૧) અશોક-શાલવૃક્ષ-તીર્થંકરદેવોનું અશોકવૃક્ષ અને ભગવાન શ્રી મહાવીરનું સ્વતંત્ર ચેત્યજ્ઞાનવૃક્ષ બંનેનાં સાદાં ચિત્રો પૃષ્ઠ નં. ૨૦૧ ઉપર આપ્યાં છે. એમાં અશોકવૃક્ષ ચાર કલરમાં કલ્પસૂત્રના રંગીન ચાર ચિત્રોના પાનામાં છાપ્યું છે. મહાવીરકાલીન ભારતનો નકશો–ભગવાન મહાવીરના સમયમાં આપણા આ છેભારતવર્ષનો નકશો કેવો હતો તે તત્કાલ હું બનાવરાવી શકું તેમ ન હોવાથી, બીજા બે-ત્રણ . પુસ્તકમાં જે છપાએલો હતો તે જ અહીં છાપ્યો છે. જો કે સમયના અભાવે હું આ નકશાની યથાર્થતા અંગે વિશેષ પરીક્ષણ કરી શક્યો નથી. * નવીનતાઓની નોંધ અહીં પૂર્ણ થઈ. * નવાં તેર ચિત્રોની વિશેષતાઓ શું છે તેનું દિગ્ગદર્શન પરિશિષ્ટમાં નવાં તેર ચિત્રોનો પરિચય આપ્યો હોવા છતાં અહીં સંક્ષેપમાં બીજી થોડી છે. વિશેષતાઓ દર્શાવું છું. ચાર નંબરના વીશસ્થાનકના ચિત્રનું, મારી કલ્પનાનુસાર ચિત્રકારે જે રીતે આયોજન કર્યું ! કરે છે તે ધ્યાનપૂર્વક જોવાથી બુદ્ધિશાળીઓ અને કલારસિકોને ઘણું જ ગમશે. ચિત્ર જરા આકર્ષક છે. ડે બને તે માટે બાજુમાં ખાસ આપેલી ફૂલોની ડિઝાઈનો ખરેખર! મનમોહક છે. છે પહેલી આવૃત્તિ વખતે ચૌદસ્વપ્નનું ચિત્ર આપી શકાયું ન હતું. એ ચિત્ર આ આવૃત્તિમાં જે ચિત્ર નં. નવમાં દાખલ કર્યું છે. મારા સ્વતંત્ર આઈડિયાથી મેં મારી પસંદગીના કલરો પ્રમાણે હું આ ચિત્ર કરાવરાવ્યું છે. રાતના સીનમાં કાળો રંગ મૂકવો ન હતો એટલે ચિત્રકારે ખૂબ જ છે નિષ્ઠાથી તેની એકદમ લાઈટ મુલાયમ બ્લ્યુ ગ્રાઉન્ડ બનાવી, તેના કારણે આખું ચિત્ર આકર્ષક !! અને મીઠાશભર્યું બની ગયું છે. આ ચિત્રમાં વાચકોને એક વિશેષતા જોવા મળશે. શરૂઆતનાં જે ત્રણ સ્વપ્નોને ક્રમશ: તે ગોઠવતાં, નીચેના ભાગમાં કેન્દ્રમાં ગોઠવ્યાં છે. નીચેના ભાગે એક હું રેખાંકનથી (લાઈવ) સ્વખો જોઈ રહેલાં ત્રિશલામાતાનું ચિત્ર ખાસ ચિતરાવ્યું અને ચિત્રકારે છે. આ ચિત્ર એટલું સુંદર અને આકર્ષક બનાવી દીધું કે સમગ્ર ચિત્રને એ પ્રભાવિત કરી રહ્યું છે છે. વચમાં ત્રણ સ્વપ્નો વ્યુત્ક્રમથી શા માટે મૂકાવ્યાં તેનો ખાસ જાણવા જેવો ખુલાસો પરિશિષ્ટ છે છે વિભાગમાં પૃષ્ઠ નં. ૫૪ ઉપર ચિત્ર નં. નવમા વાંચી લેવો. છે તેર નંબરનું ચિત્ર જૈનકલા, જૈન સંસ્કૃતિના ઈતિહાસમાં ૨૫00 વર્ષમાં (પ્રાય:) # પહેલીવાર પ્રગટ થઈ રહ્યું છે. આ જાતનું ચિત્ર તમને ક્યાંય જોવા નહીં મળે. આ ચિત્રની છે ડિઝાઈન બીજા બધાં ચિત્રોથી જુદી પડી જાય તે રીતે કરાવી છે અને તેથી બીજાં ચિત્રોથી વધુ આકર્ષક બને એ રીતે છાપ્યું છે. આ સંપુટમાં કંઈક વૈવિધ્ય અને નવીનતા બતાવવી એટલે છે આ આવૃત્તિમાં બે ચિત્રો જાણીને ખાસ નમૂનારૂપે બોર્ડરવાળાં બનાવરાવ્યાં છે. તે પૈકીનું આ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy