SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ નવાં ૧૩ ચિત્રોના નંબર અનુક્રમે ૨, ૪, ૯, ૧૩, ૧૭, ૨૦, ૨૬, ૩૮, ૩૯, ૪૧, ૪૨, છે. ૪૩, અને ૪૫ છે. નવાં ૧૩ ચિત્રો જે ઉમેરવામાં આવ્યાં છે તેમાં ચિત્ર નં.૨, ૩, અને ૪૨ આદીશ્વર છે ભગવાનની ચિત્રશ્રેણીના છે, પરંતુ તે ચિત્રો અતિ સુંદર હોવાથી જનતાને તેના દર્શનનો જલદી જ લાભ આપવાની દૃષ્ટિએ ભગવાન શ્રી મહાવીરની ચાલુ આવૃત્તિમાં જ દાખલ કર્યા છે. સંપુટ છે. નં.૨ કોણ જાણે ક્યારે છપાય? તેથી ભગવાન મહાવીરનું જીવન ચીતરાવનારને આ ત્રણ ચિત્રો બાદ કરીને ચિતરાવવું. બીજી આવૃત્તિમાં ચિત્રો નીચેની રેખાપટ્ટીઓ–બોર્ડરો ૬૦ હતી તે વધીને ૮૦ થઈ છે અને ચોરસ પ્રતીકચિત્રો ૧૦૫ હતાં તે વધીને ૧૪૪ થયાં છે. બીજી આવૃત્તિમાં પાછલા ભાગમાં બોર્ડરો અને પ્રતીકોનું આપેલું લખાણ માત્ર ગુજરાતી છે ભાષામાં જ હતું પણ આ આવૃત્તિમાં તેનો હિન્દી અને ઈંગ્લીશ અનુવાદ આપીને આ ત્રીજી છે આવૃત્તિ સંપૂર્ણરીતે ત્રણેય ભાષામાં પ્રસિદ્ધ થઈ રહી છે. પહેલી આવૃત્તિ પ્રસંગે પુસ્તકનું તમામ છે લખાણ ત્રણ ભાષામાં આપવાની મારી જે ઉમેદ પૂરી ન થઈ શકી તે આ આવૃત્તિમાં પરિપૂર્ણ છે. થવા પામી છે, જે દેશ-પરદેશ માટે ખૂબ જ જરૂરી બાબત હતી. આમ આ આવૃત્તિમાં મારાં ! સ્વપ્નાં લગભગ પૂર્ણ થયાં તેનો મને ઘણો સંતોષ થાય છે. પહેલી આવૃત્તિમાં ૧ થી ૧૦પ પ્રતીકો એક સાથે જે જે જગ્યાએ મૂક્યાં હતાં પુનઃ તે છે કે જ સ્થાને રાખ્યાં છે. ચિત્ર નં.૩૬ થી ચિત્ર નં.૪૮ સુધીનાં ૩૯ પ્રતીકો જે મૂક્યાં છે તે તદ્દન | નવાં જ મૂક્યાં છે એટલે જૂનાં ૧૦૫ + નવાં ૩૯ મળીને કુલ ૧૪૪ પ્રતીકો થયાં છે. પૃષ્ઠ ને નંબર ૫૧ થી લઈને તે પછીનાં પૃષ્ઠોમાં લખાણની બાજુની ઊભી સાઈડમાં આયુધો-શસ્ત્રોનાં છે જે પ્રતીકોની શ્રેણી એટલા માટે છાપી છે કે દેવ-દેવીઓના વર્ણન પ્રસંગે તથા અન્ય શિલ્પાદિક છે. ગ્રન્થોમાં આ આયુધોના ઉલ્લેખો મળે છે તેથી તેને ઓળખવામાં સરળતા સાથે ઉપયોગી બને. હું - પુસ્તકમાં પ્રતીક મૂકવાની શરૂઆત સિંહના ચિત્રથી કરી છે. કેમકે સિંહ એ ભગવાન મહાવીરને ઓળખવા માટેનું લાંછન-ચિહ્ન હોવાથી તેને સહુથી પહેલું સ્થાન આપ્યું છે. આ ત્યારપછીનાં પ્રતીકોનો ક્રમ પણ સુવ્યવસ્થિત રીતે પૂરી સમજણ અને બુદ્ધિપૂર્વક ગોઠવવામાં આ આવ્યો છે, ધ્યાનપૂર્વક જોવામાં આવશે તો તે બરાબર સમજાઈ જશે. પુસ્તકના અંતભાગમાં પટ્ટીઓ અને પ્રતીકોનો જે પરિચય આપ્યો છે તે વાંચવાથી વૈશ્વિક-દુન્યવી જ્ઞાન તથા વિજ્ઞાનનું છે ઘણું ઘણું જાણપણું થશે. બોર્ડરો અને પ્રતીકોનો આ પરિચયવિભાગ ખરેખર! આ ગ્રન્થના શિરમોર જેવો છે. જેને અભ્યાસીઓ અને વિદ્વાનોએ અંતરથી ખૂબ જ ભારોભાર આવકાર્યો છે છે છે, અને પ્રતીકો, પટ્ટીઓ અને તેના પરિચય સાથેનું સ્વતંત્ર પુસ્તક છપાવવા માટે વરસોથી કે છે વિદ્વાનો ખૂબ જ આગ્રહ કર્યા કરે છે. મારા મન ઉપર આ વાત વરસોથી બેઠી જ છે પણ છે હવે એકલા હાથે બધે પહોંચી શકાય તેવું નથી છતાં તે કરવાની ભાવના છે. ની ભાવના છે. આ ત્રીજી આવૃત્તિ માટે બોધક અને પ્રેરણાત્મક વિષયોના નવાં જ પ્રતીકો તૈયાર કરવાની છે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy