SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોરમાં નેચરલ વાતાવરણમાં લાઈફ સાઇઝનાં જે રીતે પૂતળાં (સ્ટેચ્ય) રજૂ કર્યા છે તે રીતે ભગવાન મહાવીરનું જીવનદર્શન ઊભું કરવાની ભાવના હતી. તે માટે મુંબઈમાં કે બીજે સ્થળે થઈ શકે તેની વિચારણા પણ કરેલી છે. પરંતુ મારી અનેક પ્રવૃત્તિ વચ્ચે આ કાર્ય માટે સમય ફાળવી શક્યો નહીં અને તે કાર્ય પણ છે મુલતવી રહ્યું. મારા મનમાં ભગવાન મહાવીરને લગતી ઘણી બધી ભાવનાઓ ધરબાયેલી છે. કેમકે આ એક જ ભગવાનનું જીવન એવું છે કે આ વિષમકાળમાં માનવજાતને જાતજાતની અનેક પ્રેરણા આપી જાય તેવાં અનેક રહસ્યોથી ભરપૂર છે. પણ વ્યક્તિના ભાગ્યમાં જેટલું લખાયું છે હોય તેટલું જ શક્ય બને છે. ભવિષ્યમાં અન્ય કલાપ્રેમી, કર્મઠ મહાનુભાવો આ દિશામાં જરૂર છે પ્રયત્ન કરતા રહે તેવી વિનંતી. પહેલી બે આવૃત્તિ કરતાં ત્રીજી આવત્તિમાં શું વિશેષતા કે નવીનતાઓ ઉમેરાણી છે? ૧. નવાં ૧૩ ચિત્રોનો વધારો, ૨. ૧૯ પટ્ટીઓ. ૩. ૩૯ પ્રતીકો ૪. ૪૮ ચિત્રોની ત્રણ છે ભાષામાં અનુક્રમણિકા, ૨. સિદ્ધચક્રનો યંત્ર, ૬. ઋષિમંડલનો યત્ર, ૭. ભાવિકાળમાં તીર્થકર છે થનારો આત્મા પરમાત્મા કેવી રીતે બને છે તેનો આછો ચિતાર, ૮. ચૌદરાજલોક વગેરેનાં છે ભૌગોલિક ચાર ચિત્રો, ૯. પાપ ક્ષમાપના સૂત્ર-અઢાર પાપસ્થાનક, ૧૦. જૈનાગમોની છે બ્રાહ્મીલિપિ, ૧૧. જીવક્ષમાપના સૂત્ર-સાત લાખ, ૧૨. અશોક અને શાલવૃક્ષનાં ચિત્રો, છે ૧૩. ભારતનો મહાવીરકાલીન નકશો, ૧૪. કલ્પસૂત્રની પદ્ધતિનાં ચાર ચિત્રો પરિચય સાથે જ વગેરે વિશેષતાઓ ત્રીજી આવૃત્તિમાં જોવા મળશે. પહેલી-બીજી બંને આવૃત્તિનાં ચિત્રો ઓફસેટ પેપર ઉપર હતાં જ્યારે આ આવૃત્તિમાં તે હું ફોરેન આર્ટપેપર ઉપર છાપ્યાં હોવાથી જોનારાઓને ખૂબ જ આનંદ આપશે. પહેલી બે આવૃત્તિ છે લગભગ સરખી હતી, આ ત્રીજી આવૃત્તિનું લખાણ ફોટોકમ્પોઝથી કરવામાં આવ્યું છે. કેમકે છે ફોટોકમ્પોઝમાં ટાઇપો અખંડ અને ઉઠાવદાર છપાય છે તેથી પ્રિન્ટીંગ આકર્ષક બન્યું છે. હું - આ આવૃત્તિમાં પૃષ્ઠ નંબરની શરૂઆત પેપર કટીંગવાળા નવકારમંત્રના ચિત્રને છોડીને તે કે પછીના પૃષ્ઠથી સમજવી. પુસ્તકની કાયા લગભગ ડબલ થઈ જવાથી તેનું કદ ઠીક ઠીક બદલાઈ ગયું છે. આટલું કરે બધું જાડું થઈ જાય તે વપરાશની દષ્ટિએ બંધબેસતું ન હોવા છતાં કોઈ ઉપાય ન હતો. હું બીજી આવૃત્તિમાં ૧૬૪ પૃષ્ઠ હતાં પણ આ આવૃત્તિમાં ૨૨૬ પૃષ્ઠ થવા પામ્યાં છે. આ પ્રથમ આવૃત્તિમાં ચિત્રો ૩૫ છાપ્યાં હતાં, તેમાં નવાં ૧૩ ઉમેરાતાં ૪૮ ચિત્રો થયાં છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy