SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનો ઉપરાંત દેશ-પરદેશના શિક્ષિતો, જૈનધર્મનાં પ્રતીકો. ચિહ્નો વગરે કયા છે? કેવા કેવા આકારે હોય છે? તે શા માટે હોય છે? તે જાણવાની જિજ્ઞાસા ધરાવે છે તેવું હું વર્ષોથી જાણતો હોવાથી પ્રતીકો અને ચિત્રપટ્ટીઓ (બોર્ડરો) તૈયાર કરાવ્યાં. પ્રતીકોને ત્રણેય ભાષાના પરિચયના પ્રારંભમાં અને પટ્ટીઓને નીચેના ભાગે મુદ્રિત કરીને મૂકવામાં આવેલ છે, પ્રતીકો અને પટ્ટીઓ મોટા ભાગે જૈન ધર્મને અનુસરતાં છે, જ્યારે થોડાંક જ પ્રતીકો, પટ્ટીઓ સર્વસામાન્ય પ્રકારનાં છે. પ્રતીકો બધાં મળીને ૧૨૧ અને પટ્ટીઓ કુલ ૪૦ છે. અનેક વ્યક્તિઓની ઈચ્છાને માન આપીને પાછળ પરિશિષ્ટો ઉપરાંત પ્રતીકો અને પટ્ટીઓનો સ્થૂલ પરિચય પણ આપ્યો છે. મારા આ મંગલ કાર્યમાં તન, મન અને ધનથી તથા વિવિધ રીતે અન્ય સહાય કરી મારા આ કાર્યને જેમણે સરલ બનાવ્યું છે તે સર્વ મહાનુભાવોને, તથા આ કાર્ય પ્રત્યે શુભેચ્છા દાખવનાર અમારા આબાલવૃદ્ધ સાધુ-સાધ્વીજી વૃંદને, એમાંય મને અનેક રીતે સહાયક થનારા મુનિરાજશ્રી વાચસ્પતિવિજયજીને. તેમજ પ્રકાશકીય નિવેદનમાં સમિતિએ જુદી જુદી રીતે સહાયક થનારા મુનિરાજો, ભાઇ-બહેનો, પ્રેસ અને પ્રેસના માલિકો વગેરેનો જે આભાર માન્યો છે તેમાં અંતઃકરણથી મારો સૂર પુરાવવા સાથે તે સૌને અંતઃકરણથી ધન્યવાદ આપું છું. સહુ કોઈની લાગણી અને ભક્તિભાવભર્યા સહાય અને સહકારને હું કદી વીસરી નહીં શકું! સંપુટ પ્રગટ કરવામાં ધારણાથી વધુ વિલંબ થયો તે બદલ ઊંડી ખેદની લાગણી અનુભવું છું અને એ અપરાધને ઉદાર ભાવે નભાવી લેવા સૌને નમ્ર અનુરોધ કરું છું. મહારાજ કલિકાલ-કલ્પતરુ ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની સત્કૃપા, ભગવતી શ્રી પદ્માવતી દેવીની સહાય, અસીમ ક્રુષ્ણાવર્ષા કરનાર સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી તથા પરમ ઉપકારી, પરમકૃપાળુ ગુરુદેવો-જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ, યુગદિવાકર પરમપૂજ્ય આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદો, એમાંય પ્રખર ઉપદેશક મારા તારક ગુરુદેવની અનેકવિધ પ્રબલ સહાય-સહકારથી આ કાર્ય સફળતાને વર્યું તે માટે સહુને અનેકશઃ નત મસ્તકે વંદન કરી, ઉંડા આભારની લાગણી વ્યક્ત કરું છું. અહિંસામૂર્તિ ભગવાન શ્રી મહાવીરનું સમગ્ર જીવન અદ્ભુત, અનુપમ, અજોડ અને પ્રેરણાપ્રદ છે. ખરેખર! એમણે અહિંસા, સંયમ, તપ, સત્ય અને ક્ષમા આદિ સર્વ કલ્યાણકર અને ઉદાત્ત એવા ધર્મોની સર્વોત્તમ કોટિની સાધના કરીને અન્તિમ સિદ્ધિ પ્રાપ્ત કરી, અર્થાત્ વીતરાગસર્વજ્ઞ બની નિર્વાણ સુખના અધિકારી બન્યા. આપણે પણ જો એ માર્ગે ચાલીએ તો આપણા આત્માને પરમાત્માની કક્ષાએ પહોંચાડીને નિર્વાણ સુખના અધિકારી અવશ્ય બનાવી શકીએ. ક્ષમામૂર્તિ ભગવાન શ્રી મહાવીરના ઉપદેશનો ટૂંકો સાર એ છે કે જો તમારે તમારો સવાંગી વિકાસ સાધવો હોય આચારમાં સર્વ હિતકારિણી અહિંસાને, વિચારમાં સંઘર્ષશામક અનેકાન્ત (સ્યાદ્વાદ)ના સિદ્ધાન્તને અને વહેવારમાં સંકલેશનાશક અપરિગ્રહવાદને મનસા, વાચા, EXERT [ ૩૪૧] F
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy