SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ = SANANDNAwami awaiians impse s છે ઉપર જાણી આવ્યા કે મુખ્યત્વે કથાના ચાર પ્રકારો છે અને તે સહુને માન્ય રહ્યા છે, જે છે એટલે હવે ચારેય કથાઓનો વિષય શો? એ જરા વિસ્તારથી સમજી લઈએ. = = ==== છે. મુખ્યત્વે કથાના પ્રકાર ચાર છે અર્થકથા–જેમાં મુખ્યત્વે ધનોપાર્જન શી રીતે થઈ શકે? તે અંગેના ધંધા-વ્યાપારો કયા છે હર કયા છે? ધંધો ધીકતો કઈ રીતિ નીતિથી ચાલે, ધનપ્રાપ્તિના માર્ગો કયા કયા? વ્યાપારમાં કલાકોશલ્ય કેવું કેવું જોઇએ, આવનાર ગ્રાહકોને કઈ રીતે આકર્ષવા અને જીતવા, યુદ્ધો, આ ઝઘડાઓ, ધાતુઓ, ઝવેરાતની બાબતો તથા સુવર્ણસિદ્ધિ વગેરેના પ્રયોગો, વિવિધ વિદ્યાકલા, આ શિલ્પો, ઉદ્યોગો અંગેનું જ્ઞાન, સામ, ભેદ, દાન, દંડાદિ નીતિઓની સમજ, વગેરે વગેરે સેંકડો આ બાબતો જેમાં હોય તે અર્થકથા. કૌટિલ્ય અર્થશાસ્ત્ર વગેરે ગ્રન્થો અર્થશાસ્ત્રને લગતા છે. - ૨. કામકથા–જેમાં મુખ્યત્વે કામશાસ્ત્રને લગતો વિષય હોય તે અને તે અંગેની છે. અર્થાત્ મૈથુન સુખ (જાતીય સુખ)નો આનંદ કેવી રીતે માણવો તે અને તે અંગેની તમામ - બાબતો જેમાં વર્ણવી હોય. રસ તરીકે જેમાં શૃંગારરસની પ્રધાનતા હોય. વળી સ્ત્રીના રૂપ રંગ, છે છે વેશભૂષા અને તેનાં અવયવોનાં વર્ણનો, સ્ત્રીઓના અને પુરુષોના વિવિધ પ્રકારો, કામની માં કે ભરતીનાં સ્થાનો, પ્રેમપત્રો કેમ લખવા, સ્ત્રીઓનું આકર્ષણ અને વશીકરણ કેમ થાય? તેનું પર વ્યાપક દૃષ્ટિએ વર્ણન, સ્ત્રીસંવનન કેમ કરવું અને તેને કેમ મેળવવી તે, કામોત્તેજક ઔષધો, તે ઉત્તેજના કયા કયા કારણે થાય, વિષયવાસના કેમ જન્મ, તે કેમ પુષ્ટ થાય અને તેની તૃપ્તિ છે પર કેમ થાય? વાજીકરણના પ્રયોગો, તેને લગતાં મંત્ર-તંત્રો, અશ્લીલ ચિત્રો, વાસનાને બહેકાવનારી વાત કથા-વાર્તા, પ્રસંગો, લલિત કળાઓ, સૌન્દર્યવર્ધક ઉપાયો અને પ્રસાધનો, સ્ત્રીના શણગારો, સ્ત્રીની છે પર ૬૪ અને પુરુષની ૭૨ કલાઓનું વર્ણન, સ્ત્રી જાતિની દેશાચાર પરત્વેની ખાસીયતો, માં નારીમહિમા વગેરે વગેરે હજારો રીતે જેમાં વર્ણનો થતાં હોય છે. આને લગતા ગ્રંથો ભારતીય હો વિદ્વાનોએ પ્રાચીનકાળમાં કડીબંધ બનાવ્યા છે અને આજે પણ નવનવા પ્રકાશિત થતા રહે છે. છે. મુખ્યત્વે આ જાતના ગ્રંથોને કામશાસ્ત્રથી ઓળખાવાય છે. ( ૩. ધર્મકથા–જેમાં મુખ્યત્વે ધર્મ કોને કહેવાય અને ધર્મની પ્રાપ્તિ કેમ થાય, અને કરે તે કોને કેવી રીતે થઇ? તેનું દષ્ઠત વગેરે હોય છે. માનવ જાતને દુર્ગતિમાં જતાં બચાવી છે. સદ્ગતિએ મૂકે, ધારણ–પોષણ કરે, તે ધર્મ. ધર્મના પ્રકારો, વળી જેમાં ક્ષમા, માર્દવ આદિ | દશ પ્રકારના ધર્મો, અનુકંપા, સુપાત્રદાન, દાન, શીલ, તપ અને ભાવની તેમજ અહિંસા, સત્ય, 35 ૧. પ્રાચીન કાળનો આ સુપ્રસિદ્ધ ભારતીય ગ્રન્થ છે. આજે તો હજારો ગ્રન્થો વર્તમાન અર્થ નિષ્ણાતોના લખેલા બહાર પડ્યા છે અને તેનું કેલેજો વગેરેમાં વિશાળ પ્રમાણમાં જ્ઞાન અપાય છે. કલાની સંખ્યામાં ઈતર ગ્રંથોમાં ફેરફાર આવે છે. આ એક પ્રચલિત સંખ્યા છે. સર્વસામાન્ય જ્ઞાનવાળો હોવા છતાંય અત્યન્ત જાણીતો એક ગ્રંથ “કોકશાસ્ત્ર' તે કાશમીરના કોક પંડિત , બનાવેલ હોવાથી તેના નામથી ઓળખાય છે. આ ગ્રંથ એટલો બધો વ્યાપક થઈ ગયેલો હતો જેથી આ વિષયના બીજા પંડિતે બનાવેલા કામશાસ્ત્રોને પણ કોકશાસ્ત્રથી જ ઓળખાવાની પ્રથા પડી ગએલી.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy