SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ જ કરાવવા કથાના વિવિધ પ્રકારો ત્રીજો આગમ ઠાણાંગ' છે. એમાં ક્રમ વ્યત્યય કરીને કથાના ત્રણ પ્રકારો બતાવ્યા છે. | ૧. અર્થકથા ૨. ધર્મકથા અને ૩. કામકથા. ૧૪૪૪ ગ્રન્થોના કર્તા મહાન અને અજોડ ભારતીય ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિજીએ સમરાઈશ્ચકહાર નામના ગ્રન્થમાં ચાર પ્રકારો નોંધ્યા છે. ત્રણ તો આગમોક્ત ઉપર કહ્યા તે જ અને ચોથા પ્રકારમાં “સંકીર્ણકથાને ઉમેરતાં ચાર. સિદ્ધહસ્ત અભુત કલ્પનાકાર શ્રી સિદ્ધર્ષિજીએ ‘ઉપમિતિભવપ્રપંચકથામાં શ્રી હરિભદ્રસૂરિજી કથિત ચાર પ્રકારોને જ સ્વીકાર્યા છે. દાક્ષિણ્યાંકચિહ્ન, રસપૂર્ણ સંકીર્ણકથાને કહેનારા ઉદ્યોતનસૂરિજીએ પણ કુવલયમાલાની પીઠિકામાં હરિભદ્રોક્ત ચારેય પ્રકારને માન્ય રાખ્યા છે. એમ છતાં એમને બીજી રીતે પાંચ પ્રકારો પણ વર્ણવ્યા છે. ૧. સંપૂર્ણકથા ૨. ખંડકથા ૩. ઉલ્લાપકથા ૪. પરિહાસકથા અને તે ૫. વશકથા. આમ કહીને તેઓશ્રી નોંધે છે કે આ પાંચેય પ્રકારોને જે વાર્તામાં સ્થાન મળ્યું હોય તેવી વાર્તાને “સંકીર્ણકથા' કહેવાય છે. બીજી રીતે એમને એમ પણ કહ્યું કે, ધર્મકથા માત્ર ધર્મકથારૂપે ન રહેતાં, વચમાં અર્થ અને કામ અંગેના વિષયને લગતી વાર્તા-વિચારણા કહેવાએલી હોય ત્યારે (તે સ્વતંત્ર ધર્મકથા ( રહેતી ન હોવાથી પુન:) તે કથા પણ “સંકીર્ણકથા' બની જાય છે. વધારામાં કુવલયમાલામાં ધર્મકથાના ચાર પ્રતિપ્રકારો બતાવ્યા છે. ૧. આક્ષેપિણી ૨. વિક્ષેપિણી ૩. સંવેગજનની ૪. “નિર્વેદજનની. આના ૧૬ પ્રપ્રતિપ્રકારો પણ ઠાણાંગમાં છે નોંધ્યા છે. આખરે તો સોળે પ્રપ્રતિપ્રકારોના વિષયો દ્વારા જ ધર્મકથાઓ વર્ણવી શકાય છે. છતાં વિશેષ બોધ માટે ઉપપ્રકારો, ઉપપ્રમકારો વર્ણવવાની એક પ્રથા છે. ૧. તિવિ હૃા...........અત્યદા, ઘમ%81, #ામવા . –ઠાણાંગસૂત્ર ઉ. ૩. સૂ. ૧૮૯ ૨. જુઓ સમરફદા ભવ પહેલો. જુઓ “કુવલયમાલા'નો પ્રારંભનો પ્રસ્તાવ. શું સંપૂર્ણકથા અને સકલકથા બંને સમાનાર્થક છે ખરી? જુઓ “કુવલયમાલાપ્રારંભિક પીઠિકા. -હેમચંદ્રાચાર્યજીએ સ્વોપજ્ઞ હૈમ કાવ્યાનુશાસનની ‘અલંકાર ચૂડામણિ વૃત્તિ'માં સંકીર્ણ કથાનું લક્ષણ સમસ્ત હિનાનેતિ વૃત્તવના' દર્શાવીને ઉદાહરણ તરીકે ‘સમરાદિત્ય'નો નામોલ્લેખ કર્યો છે. ઉપરોક્ત પ્રકારો ઠાણાંગ (ઠા. ૪, ઉ. ૨, સૂત્ર ૨૮૨)માં બતાવ્યા છે. તેના આધારે જ ઉપરોક્ત નોંધ લેવાઈ હોય તેમ સંભવિત છે. ઠાણાંગમાં સંવેદની નામ છે. કરે ૮. ઠાણાંગમાં નિર્વેદની નામ છે. ] છે અAREESA aasavaa ambassassistant
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy