SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ BOXSXSXSXSXSX98989898989898989898989898989898SXES છે ૧. અઢારમી સદીના પૂર્વાર્ધ સુધીના જ સંસ્કૃત ગ્રન્થોનો પરિચય આપવો. & ૨. એમાં શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયના ગ્રન્થોને આમેજ કરવા. છે. ૩. ગ્રન્થોની સંસ્કૃત (પ્રાકૃત) ટીકાઓનો પરિચય ન આપવો. . ૪. અને ઈતિહાસલેખકો વધુમાં વધુ ૪૦ ફર્માઓમાં સમાપ્ત થાય તે રીતે ગ્રન્થ તૈયાર કરવો. પ્રથમની ત્રણ મર્યાદાઓનું પાલન યથોચિત થવા પામ્યું પણ ચોથી મર્યાદાએ તેની લક્ષ્મણરેખા ઓળંગી નાંખી અને ૪૦ ફર્માને બદલે ત્રણ ગણા એટલે લગભગ ૧૨૫ ફર્મા જેટલું લખાણ થયું. આમાં શ્વેતામ્બર દિગમ્બર ઉપરાંત થોડીક અજૈન કૃતિઓનો અને અલ્પસંખ્યક અમુદ્રિત છે કૃતિઓનો પણ પરિચય અપાયો છે. આ પરિચય જુદી જુદી ભાષામાં છપાયેલા મુદ્રિત ગ્રન્થો ) અને અન્ય સામાયિકો વગેરેના આધારે લખવામાં આવ્યો છે. એમાં જન ગ્રન્થાવલી, જૈન છે સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, જિનરત્નકોશ અને નાથુરામ પ્રેમીજીનો જૈન સાહિત્ય ઔર ) ઇતિહાસ' આ ગ્રન્થો મુખ્ય છે. ત્રણેય ભાગમાં થઈને કેટલી સંખ્યાના ગ્રન્થનો પરિચય આપ્યો છે) છે તેની નોંધ તૈયાર થઈ શકી નથી. જો કે આ પરિચયમાં ગ્રન્થનામ, લેખકનું ચોક્કસ નામ, 9 વિષયનામ, ભાષા કઇ વગેરે બાબતોની ચોકસાઇ અંગે કેટલીક ક્ષતિઓ થવા પામી છે, કવચિત સંવત નિર્દેશમાં પણ ચૂક થઈ છે અને કેટલાક ગ્રન્થોનો પરિચય પણ રહી ગયો છે પણ તે માટે અનેક કારણોએ ભાગ ભજવ્યો છે. એમ છતાં એકંદરે આ પ્રયાસ વિદ્રજ્જનો માટે ઘણો ! સહરાનીય બન્યો છે તે હકીકત છે. કેટલીક મહત્ત્વની ક્ષતિઓના સંશોધન માટે ધર્મસ્નેહી શ્રીયુત્ અગરચંદજી નાહટાએ ઘણો છે પરિશ્રમ લઈ સૂચવેલી ક્ષતિઓમાંથી તૈયાર કરેલું જરૂરી “પરિમાર્જનછાપ્યું છે, એ જોઈ લેવા છે છે વાચકોને વિનંતી છે. વળી પાછળથી તૈયાર થએલું પૂર્તિરૂપ લખાણ પણ શુદ્ધિપત્રક ઉપરાંત પણ છે છાપવું પડ્યું છે તે વાચકો ધ્યાનમાં રાખે. ઉપર કહ્યું તેમ ભવિષ્યમાં જો કોઈ વિરાટ પ્રયત્ન થાય તો જૈન જ્ઞાનભંડારોની સહસ્ત્રાવધિ ? અમુદ્રિત પ્રતિઓ તથા મુદ્રિત હજ્જારો ગ્રન્થોની અતિપ્રમાણભૂત અને સમીક્ષાત્મક કૃતિ– છે આવૃત્તિઓ તૈયાર થઈ શકે. . હવે મારી અંગત વાત : બીજા ભાગમાં મારા બે બોલ' આ મથાળા નીચેના પહેલા જ પેરામાં મેં જણાવ્યું હતું જે છે કે “હવે વિસ્તૃત રીતે જે જે કહેવાનું હશે તે આ વખતે નહિ પણ તૃતીય વિભાગ પ્રકાશિત R & થશે ત્યારે, સમય જો યારી આપશે તે લખવા ધારું છું.” આ કારણથી મેં જૈન સાહિત્યના ઈતિહાસ અંગે, સંસ્કૃત ભાષા અંગે તેમજ બધી છે 9. ભાષાઓની જનેતા તરીકે અનેક વિદ્વાનોએ સંસ્કૃત ભાષાને સિદ્ધ કરી છે પણ તે વાત બરાબર નથી તે અંગે પરામર્શ કરવાનો હોવાથી તેની કેટલીક નોંધો કરી હતી. વળી મુદ્રિત ત્રણેય ? setele terete tenetesen [266] Meretestetele terete
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy