SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ©©©©©©©©% iP$$1$$SSSSSXSXSXSSSSSSSSSIS1989898983851SSSSSSSSSSSSS સરવાળો,’ ખીચડીયોવાદ કે શંભુમેળાવાદ કહીને પણ વગોવે છે. પરંતુ તેય કથન સત્યથી તદ્દન છે છે વંગળું છે. કારણ કે તે કંઈ સત્યને અસત્યમાં અને અસત્યને સત્યમાં ફેરવી નાંખતો નથી. સત્ છે છે ને અસત્ કે અસત્ ને સત કહેતો નથી. પરંતુ આ અનેકાન્તમતમાં અંતર્ગત રહેલા સત્યના જ છે અનેકાન્તાત્મક સ્વરૂપને પ્રગટ કરી સહુની સાથે સંગતિ શોધતો વાદ છે. અનેકાન્નમત સત્યના છે છે. અનેકાનાત્મક સ્વરૂપ ઉપર જ આધારિત છે. અનેકાન્તની એ ખાસિયત છે કે તે પ્રતીત થતાં જ કોઈ પણ સત્યને સ્વીકારવામાં માને છે, નહીં કે ફગાવી દેવામાં. આ વાદ બીજાનું એકાએક છે છું ખંડન કરવામાં કે ઉતારી પાડવામાં રાચતો નથી. તે કહે છે કે ભાઈ! કોઈ વસ્તુ કે વિચારમાં છે છેકાનિક આગ્રહ મિથ્યા છે. અસત્ છે. તારે પ્રત્યેક વસ્તુ કે વિચારના અનેક “અન્ત' સુધી ) 6) પહોચવું જોઈએ. પદાર્થ કે વિચારની એક જ બાજુ નિહાળી નિશ્ચિત મત બાંધી લેવો ન જોઈએ. છે પણ તેની તમામ બાજુ કે તમામ પાસાં તપાસવાં જોઈએ. અને એ બધાંયને એકત્રિત કરી છે ૨. સાપેક્ષ દૃષ્ટિ રાખી કરેલો નિર્ણય જ સમ્યક્ સત્ કે સાચો ઠરે છે. આ રીતે નિર્ણય લેનાર ) જ એકતી નહિ પણ સાચો અનેકાન્તી કહેવાય છે. અનેકાન્તવાદનો ચરમ આદર્શ આત્માની છે. મૂળ ભૂત સ્વતંત્રતા પ્રાપ્ત કરી, અખંડ શાંતિ સુખ આનંદની પ્રાપ્તિનો છે. અર્થાત્ તેનું અંતિમ ધ્યેય સંસારનો મોક્ષ કરવાનું છે. પણ તે ત્યારે જ શક્ય બને કે શાસ્ત્રનાં પાનાં પર લખાયેલા જ અનેકાન્તને પ્રત્યક્ષ જીવનમાં ખેંચી લાવીએ અને જીવનમાં વણી લઈએ. પણ આ વાદનો જ ઉપયોગ માત્ર વાદ-વિવાદ કે બુદ્ધિની કસરત પૂરતો જ કરવાનો હોય, કે દુન્યવી પદાર્થોનું જ હસ્ય જાણવા પુરતો જ સીમિત રાખવાનો હોય તો, તેથી કોઈ વિશેષ લાભ નહિ સજય, જય છે અને તો જીવન અને કાર્યમાં પરિણત કરવો જોશે. ખરી રીતે જોઈએ તો અનેકાત્તાપણાનું છે છે પ્રતિબિંબ આપણા જીવનના વિચાર, વાણી, વર્તનમાં સતત પડતું જ હોય છે. પણ તેને જોવા છે જ જાણવાની દ્રષ્ટિના અભાવે આપણને તેનું ભાન નથી હોતું. આ દૃષ્ટિ વિકસિત અને અભિનવ શ છે ત્વરૂપ પ્રાપ્ત કરે, એ માટે ભગવાન મહાવીરે અનેકાનનું અંજન આપ્યું અને જાહેર કર્યું કે, છે છે જો માનવી આ અંજનને પ્રતિદિન આંજતો રહે તો તેના જીવનમાં ભવ્ય અને દિવ્ય સૂર્યોદય છે પ્રકાશિત બને અને આત્મા કોઈ અનેરો આનંદ અનુભવે! કોઈ પણ પદાર્થને અનેક બાજુઓ હોય છે. એમ કોઈ પણ વિચારને અનેક દષ્ટિબિંદુઓ છે. અનેકાન્તની તાત્ત્વિક વિચારણા પ્રસંગે પદાર્થની બાબતમાં જેમ સમજી આવ્યા, તેમ આ વિચારની બાબતમાં પણ કંઈક સમજી લઈએ. છે પદાર્થની જેમ વિચારને પણ અનેક પાસા-અપેક્ષા હોય છે. એ બધી અપેક્ષાઓને જો છે ન સમજીએ તો કોઈ પણ વિચાર અમુક કારણે સંપૂર્ણ સાચો જ છે, કાં સંપૂર્ણ ખોટો છે, છે એમ સ્વીકારી લઈએ. અને આમ એકાંગી નિર્ણય કરી બેસીએ તો અપૂર્ણ સત્યોની હારમાળા છે) ખડી થઈ જાય. અને તે બુદ્ધિ અને કાર્યમાં વિસંવાદો જગાડે, અનેક ઘર્ષણોને જન્મ આપે અને છે પરિણામે એ ઘર્ષણોના વર્તુલો જો વિરાટ થતા જાય તો વિશ્વને આવરીને મહાન અશાંતિ પણ છે © ઊભી કરે. એવું ન થાય માટે અનેકાન્તવાદ-જે સ્યાદ્વાદ કે સાપેક્ષવાદથી પણ ઓળખાય છે, છે તે માનવીને એક વિવેક દષ્ટિ આપે છે. તે કહે છે કે ભાઈ! વ્યક્તિના વિચાર, વાણી કે Sફ્ટ©©©©©©©©© [ ૨૨૯ ] 0269ન્દી
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy