SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જે વિશ્વના પદાર્થોને અંગે જુદી જુદી માન્યતાઓ નિશ્ચિત કરી, જેમકે --કોઈએ આત્માને સર્વથા છે છે નિત્ય કહ્યો, તો કોઈએ સર્વથા અનિત્ય કહ્યો. કોઈએ ઈશ્વરને સર્વથા સત્ કહ્યો. તો કોઈએ છે છે તેને સર્વથા અસતુ તરીકે ઓળખાવ્યો. કોઈએ વિશ્વને સર્વથા સત્ કહ્યું તો કોઈએ સર્વથા અસત્ છે કહ્યું. પરિણામે અનેક વાદ-વિવાદો જાગી પડ્યા. શાબ્દિક ચર્ચાઓની અને દલીલોની છે સાઠમારીઓ શરુ થઈ. ભગવાને જોયું કે, એ બધા “સર્વથા' શબ્દનો પ્રયોગ જો ન કરે તો છે તે પોતપોતાના કથનમાં સાચા છે અને સદાગ્રહી છે. પરંતુ વસ્તુના સ્વરૂપને પૂર્ણ રીતે નહી સમજવાના કારણે તેઓ વસ્તુને એકાંગી બનાવીને તત્ત્વવાદને ઘર્ષણવાદમાં ફેરવી અસવાદને @ જ પોપી રહ્યા છે. માનવજાતના મસ્તિષ્કમાં બુદ્ધિનો ભ્રમ ઉભો કરી, સંકુચિત દૃષ્ટિવાળા @ બનાવી, જુદા જુદા ખાબોચિયાં ઉભા કરી રહ્યાં છે. આને અટકાવવા માટે ભગવાને કહ્યું કે મહાનુભાવો! તમો સત્યના શોધક બને! સાચી ગવેષણા કરો! અને તત્પશ્ચાત્ તેને અનુસરો! શું તમારી એકાત્તી બનેલી દષ્ટિને અનેકાન્તી બનાવો! એમ કરશો તો જ તમારી સમજ આડો @ સર્વથા’ નો કે “જકારનો પડેલો, એકાત્ત આગ્રહી પડદો ઉઠી જશે. અને સત્યનો પ્રકાશ સ્વયં જ જી લાધશે, ત્યારે જ તમને સમજાશે કે પદાર્થ નિત્ય છે ખરો, પણ તે અનિત્ય પણ છે. સત છે જે ખરો તેમ અસતું પણ છે. વળી પદાર્થ પરસ્પર વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન પણ છે વગેરે જ વગેરે. એવા ધર્મો એક નહીં પણ અનેક હોઈ શકે છે, દ્રવ્ય કે પદાર્થની સૈકાલિક અવસ્થા છે. જ વિચારીએ તો, તેમાં દેશ્યાદેશ્ય, પરસ્પર વિરોધ - અવિરોધી એવા અનેક પર્યાયો--ધમ રૂપો અવસ્થાઓનું અવસ્થાન અવશ્યભાવિ હોય છે. છે આવી પરિસ્થિતિમાં તમે વિવક્ષિત એક પદાર્થના દશ્યમાન એકાદ ધમના સ્વીકાર કરી છે છે અન્યનો જો તિરસ્કાર કરો તો ખરેખર! તો અન્ય ધર્મોનો બહિષ્કાર જ પોકારો છો કે જે ) છે ધમનું પ્રગટ કે અપ્રગટપણે અસ્તિત્વ અવશ્ય હોય છે. અસ્તિત્વ ધર્મનો અપલાપ કરીને કરેલાં છુ g) નિર્ણય અસત્ છે, માટે નિત્યાનિત્ય, સદસતુ, ભેદાભદાદિ ધર્મનો સ્વીકાર કરવો જ જોઈએ. ? છે જેમકે ––આત્મા દ્રવ્યથી નિત્ય છે, કેમકે તેનો કદિ વિનાશ નથી. પર્યાય અથવા અવસ્થા ભેદથી અનિત્ય છે, કેમકે અવસ્થાઓનું પરાવર્તન થયા કરે છે. એજ રીતે અન્ય દ્રવ્યો માટે જ વિચારવા કહ્યું. આ માટે જ ભગવાને ‘અનેકાન્ત' નામનો વાદ આપ્યો. જે વાદ પદાથના પણ આ સત્યને માપવાનો માપદંડ છે. જૈન દર્શનનો પ્રાણ છે, અને અનેક દાર્શનિકવાદોની-અક વા જ બીજી રીતે–આધાર શિલા છે. * અતિ અતિ સંક્ષેપમાં તાત્વિક બાજુનું નિદર્શન કરાવ્યું. છે હવે એની વહેવારિક બાજુ વિચારીએ : છે કેટલાક માણસો સ્યાદ્વાદને આમે પણ હોય અને તમે પણ હોય.” “આમે થાય અને તેમ ) થાય' એમ કહીને આ વાદને અનિશ્ચિતવાદ કે સંશયવાદ એવું ઉપનામ આપે છે. પણ ખરી ? રીતે આ વાદ નિશ્ચિત અને નિશંક-કોટિનો વાદ છે. આ કંઈ ગમે તેમ નાચવાનું જણાવતો, 9 વાદ નથી ને નથી જ. કેટલાક અનેકાનનું પૂર્ણ સ્વરૂપ ન સમજવાને કારણે તેને અનેક મતોના # 299099% [ ૨૨૮ ] 999299 ©©©©©©©©©©©©©©©©©É
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy