SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ મા ભવમાં માનવલોકમાં ભારતની ભૂમિ ઉપર ત્રિશલાની કૂખે પધાર્યા, તે ઘટનાને શાસ્ત્રોએ ‘કલ્યાણક' જેવા પવિત્ર શબ્દનું વિશેષણ જોડી આપી તેને ‘ચ્યવન કલ્યાણક' તરીકે સંબોધી. આનાથી અપર સિદ્ધિનો પૂર્વ સાધના-સિદ્ધિ સાથે કેવો સંબંધ છે? તે ધ્વનિત કર્યું. તીર્થંકરનું જીવન અને કાર્ય તેઓશ્રીની મુખ્ય પાંચ ઘટનાઓ વચ્ચે સંકળાએલું છે. અને તે ઘટનાઓને શાસ્ત્રમાં ‘કલ્યાણક’ શબ્દથી ઓળખાવી છે ૧. ચ્યવન (માતાના ગર્ભમાં આવવું તે), ૨. જન્મ, ૩. દીક્ષા, ૪. કેવલ (સર્વજ્ઞપણાની પ્રાપ્તિ), ૫. નિર્વાણ (મોક્ષ)ઃ તેમની આ પાંચેય ઘટનાઓ વિશ્વના-કેવળ માનવ જાતના જ નહિ પણ-પ્રાણી માત્રના કલ્યાણને માટે જ હોય છે. માટે તે ઘટનાઓને ‘કલ્યાણક' શબ્દથી નવાજી છે. ૧૨૭ પાનાનાં ગુજરાતી ભાષામાં લખાએલા સંક્ષિપ્ત જીવન ચરિત્રમાં કુશળ લેખકે પૂર્વ જન્મની સાધનાને જતી કરીને અન્તિમ જન્મની સાધના અને સિદ્ધિને સ્થાન આપ્યું છે, અને કલ્યાણકો વચ્ચે વહેંચાયેલા જીવન-કવનને સુંદર રીતે આલેખ્યું છે. એમાં તેઓએ ભગવાન મહાવીર જન્મથી જ કેવા જ્ઞાની હતા? બાલ્યાવસ્થા છતાં કેવા નિર્ભય હતાં? યુવાન છતાં કેવા સદાચારી અને સંયમશીલ હતા? કઠોરતપ અને સંયમના પ્રભાવે જ્ઞાન પ્રકાશને આચ્છાદિત કરનારાં કર્મોનો ક્ષય કરીને માનવ મટીને કેવી રીતે મહામાનવ બન્યા? મહામાનવ થવા માટે કેવાં કેવાં કષ્ટો, પરિસહો અને ઉપસર્ગોને હસતે મુખે, સમતાભાવે સહન કર્યા? વગેરે બાબતોનું આલેખન લેખકે સરલ ભાષામાં અને સુગમ શૈલીમાં કર્યું છે. લેખક પોતે અજૈન છતાં ભગવાન શ્રી મહાવીર પ્રત્યેની ઉંડી શ્રદ્ધાએ તેમને આ ચરિત્ર લખવાને પ્રેર્યા છે. એમ કરીને તેમણે જૈન ધર્મની મોટી સેવા બજાવવા સાથે પોતાના માટે ઉત્તમ પુણ્ય હાંસલ કર્યું છે. અને ધન્યવાદને પાત્ર બન્યા છે. લેખક ભારે સંગ્રહકાર છે. નાની વસ્તુને ફોલો કરવાની ભારે આવડત ધરાવે છે. તેઓ એક કુશળ લેખક છે. તેઓ જૈનધર્મ પ્રત્યેના ભાવભર્યા આદરના કારણે બીજાં અનેક પુસ્તકો લખવા ધારે છે. ભગવાન મહાવીરની મહાનતા, પવિત્રતા અને તેમણે કરેલો લોકોપકાર એ બધું તો વાચકોને જગદુદ્ધારક ભગવાન મહાવીરની આ પુસ્તિકા જ કહેશે. એટલે તે અંગે વિશેષ કંઈ ન કહેતાં જાણવા–જણાવવા જેવી કેટલીક હકીકતોની પ્રકીર્ણક-છૂટક નોંધ લેવી ઉચિત ગણાશે. આજકાલ ભાષણોનો મેનિયા અને પરોપદેશે પાંડિત્યનો રોગચાળો ફાટ્યો છે. વાણીનો દુર્વ્યય અને વ્યભિચાર ખૂબ જ વધ્યો છે. એમાંય ભારતમાં વિશેષ. ભગવાન કંઈ એ પૈકીના ન હતા. ભગવાને તો અપૂર્ણ જ્ઞાને ઉપદેશ આપવામાં સ્વ-પરનું અહિત ભાળ્યું એટલે ત્યાં સુધી પ્રવચનોન આપ્યાં, પણ જ્યારે સુવિશુદ્ધસંયમ, ઉગ્રતપ અને અવિરત આત્મ ચિન્તન દ્વારા અજ્ઞાન મોહના આવરણનો સર્વથા ઉચ્છેદ કરી વીતરાગ દશા સહ પૂર્ણ જ્ઞાની બન્યા પછી લાધેલા સત્યનું દર્શન કરાવવા અવિરત પ્રવચનો આપ્યાં. ભગવાન જ્ઞાનથી વિશ્વમાં સત્ શું અસતુ શું? ધર્મ-અધર્મ શું? હેયોપાદેય શું? આત્મા, કર્મ, પરલોક સમગ્ર વિશ્વના જડ-ચેતન પદાર્થો એ બધાયને સાક્ષાત્ જોયા-જાણ્યા અને પછી જ વિશ્વને જણાવ્યા. વળી ભગવાન જેનો ઉપદેશ આપતા તેને પોતાના જીવનમાં પ્રથમ અમલી બનાવતા. વળી ****** [ ૨૨૫] exex!!!
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy